10 ઓક્ટોબરનું અંક ભવિષ્ય / અંક 1 માટે ગુરૂવારનો દિવસ શુભ રહેશે, અંક 3ના જાતકોને મિત્રનો સહયોગ મળશે

Thursday will be auspicious for Issue 1, the Issue 3 species will have the support of a friend

Divyabhaskar.com

Oct 09, 2019, 03:00 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો શનિવારનો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ-5 દિવસનો અંકઃ-3 મહિનાનો અંકઃ-1 ચિલત અંકઃ-6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 1 સાથે મિત્ર યુતિ, અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 6 ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ.

અંકઃ-1
ઓફિસમાં બોસની કૃપા મળી શકે છે. જોબમાં મળેલાં કે નક્કી કરેલાં ટાર્ગેટ પૂર્ણ થઇ શકે છે. તમારા આવેશ પર નિયંત્રણ રાખો.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત કંકુ અર્પણ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

અંકઃ-2
ભાગીદારીમાં કરેલાં કાર્યો લાભ આપી શકે છે. ભાગેદારીમાં નવું કામ કરવા માંગો છો તો પુરૂષના નામથી શરૂ કરો. કાનનો દુખાવો થઇ શકે છે.

શું કરવુંઃ- ગુરૂ/ગુરૂ સમાન વ્યક્તિનો વિશેષ આશીર્વાદ લેવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

અંકઃ-3
મિત્રથી સારો સહયોગ મળી શકે છે. અટકાયેલું ખાસ કામ ફરીથી શરૂ થઇ શકે છે. ભાગદોડ વધારે રહી શકે છે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરીને ગોળના પાણીથી ગણેશ ભગવાનને અભિષેક કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

અંકઃ-4
પિતા સાથે સંબંધમાં ઊંચ-નીચથી બચવું. કરિયરના મામલે ઝટકો લાગી શકે છે. પગમાં દુખાવો થઇ શકે છે.

શું કરવુંઃ- દુર્ગા સપ્તશતીથી કવચનો પાઠ કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

અંકઃ-5
તમારી મહત્ત્વપૂર્ણ યોજના ઉપર ફરી વિચાર કરી લેવો. તમારા કાર્યમાં જરૂરી સહયોગ મળી શકે છે. માનસિક વિચલનથી બચવા માટે ધ્યાનની મદદ લેવી.

શું કરવુંઃ- રિદ્ધિ-સિદ્ધિને રસદાર મીઠાઈનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

અંકઃ-6
કારોબારીઓ માટે લાભકારી સ્થિતિ રહી શકે છે. ધન સંબંધી લેણ-દેણમાં જરૂરી સજાગતાં રાખો. બ્લડ શુગરના શિકાર છો તો આ દિશામં સંપૂર્ણ સાવધાની જાળવો.

શું કરવુંઃ- શનિ ભગવાનને રસદાર મીઠાઈ અને કાળા તલ ભેટ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

અંકઃ-7
જિન્સનું કામ કરતાં લોકો માટે વધારે અનુકૂળતા રહી શકે છે. મહિલા ઓફિસરો માટે ઓફિસમાં તણાવનું વાતાવરણ રહી શકે છે. આંખનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ભેટમાં આપવી.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

અંકઃ-8
મગજમાં ઉથલ-પુથલની સ્થિતિ રહી શકે છે. મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે કોઇ ઇષ્ટ વ્યક્તિની સલાહ અવશ્ય લેવી. ગુસ્સામાં વધારો થઇ શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

અંકઃ-9
પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીના લોકો માટે સાવધાની જાળવવાનો સમય છે. પરિજનોનો વ્યવહાર દુઃખી કરી શકે છે. ગાડી વધારે ઝડપથી ચલાવશો નહીં.

શું કરવુંઃ- ભૈરવ બાબાને મોટી બૂંદીના ચાર લાડવા ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

X
Thursday will be auspicious for Issue 1, the Issue 3 species will have the support of a friend

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી