ટેરો રાશિફળ / સિંહ રાશિના જાતકોને જૂની ભૂલોના કારણે મુશ્કેલી આવી શકે, તુલા રાશિના લોકો નવો પ્રોજેક્ટ શરૂ કરશે

Tarot Rashifal for 15th August 2019, Shila M bajaj

Divyabhaskar.com

Aug 14, 2019, 02:29 PM IST

ધર્મ ડેસ્ક. ગુરૂવાર, 15 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષ રાશિ

Six of Pentacles

દિવસ અચાનક બદલાવ અથવા ઘટનાઓથી ભરેલો હોઈ શકે છે. જો તમે કોઈ પ્રકારનો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો તેના માટે આ યોગ્ય સમય છે. તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર એક પગલું ભરવું પડશે. શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ કારણભૂત બની શકે છે, પરંતુ તે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે. નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે.

કરિયર: આજે નોકરી મળવાની સંભાવના છે. ભલે તે તમારા ક્ષેત્રથી ભિન્ન હોય, તેને વિચાર્યા વિના જવા દેશો નહીં.

લવ: પરિવાર સાથે સમય વિતાવશો. એવા સંબંધોથી આગળ વધવું સમજદાર છે, જે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. જો તમે કોઈ રોગથી ઝઝૂમી રહ્યા છો, તો તમને જલ્દી રાહત મળશે.

-------------

વૃષભ રાશિ

Five of Wands

દિવસ સમસ્યાઓથી ભરેલો હોઈ શકે છે. કોઈ બાબતની ચિંતા કરવાને બદલે તેને હલ કરવાનો પ્રયાસ કરો. બધું જાણીને ચૂપ રહેવું નહીં, આવું કરશો તો તે તમને અને તમારા પ્રિયજનોને નુકસાન પહોંચાડી શકે છે. અંગત જીવન સાથે સંબંધિત કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લેવી. આજે તમારા મૂડ સ્વિંગને કંટ્રોલમાં રાખો.

કરિયર: જો તમે નોકરીની શોધમાં હોવ તો ઇન્ટરવ્યૂમાં તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો.

લવ: પ્રિયજનો પ્રત્યે પોતાને વ્યક્ત કરવામાં સંકોચ અનુભવશો નહીં. જો તમે પરિવારમાં કોઈની વાતથી ખુશ ન હોવ તો તેમની સાથે વાત કરો નહીં તો સંબંધોમાં કડવાશ આવી શકે છે.

સ્વાસ્થ્ય: સારા સ્વાસ્થ્ય માટે તમારી લાગણીઓ અને વિચારોને ખુલ્લેઆમ વ્યક્ત કરો. જેટલું તમે તેમને દબાવો, તે રોગનું કારણ બનશે.

-----------

મિથુન રાશિ

Two of Swords

તમારું જુનું કામ અટકી જશે, છતા આજનો દિવસ ફળદાયી રહેશે. તમે કોઈ ગુરુ અથવા સમજદાર વ્યક્તિને મળશો, જે તમને આવનારા સમય માટે માર્ગદર્શન આપશે. તમારે બાળકો સાથે થોડો સમય પસાર કરો, તેમને શીખવો અથવા તેમની સાથે તમારું જ્ઞાન અને અનુભવ શેર કરો. તમારી સલાહથી ફાયદો થશે. આજે, ધ્યાન અથવા પૂજા પાઠમાં ચોક્કસપણે થોડો સમય કાઢો. ભણાવવા અને શીખવા માટે આજનો દિવસ સારો રહેશે.

કરિયર : કાર્યક્ષેત્રમાં તમને નવા વિચારો મળી રહ્યા છે, જેના માટે તમને સહયોગ પણ મળશે. સંપૂર્ણ વિશ્વાસ સાથે તેમના પર પગલું ભરો.

લવ: પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. જો તમે કોઈ વડીલની સલાહથી કોઈ નિર્ણય લેશો તો તે ભવિષ્યમાં દરેક માટે સારું રહેશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આજે ધ્યાન અથવા પૂજા પાઠમાં ચોક્કસપણે થોડો સમય કાઢો.

--------

કર્ક રાશિ

Six of Swords

તમને ઘણી નવી તકો મળી રહી છે, જે તમારા જીવનમાં પ્રગતિ લાવશે. તમે આધ્યાત્મિક વિકાસ કરશો. જો તમે હજી પણ કોઈના પ્રત્યે ગુસ્સે છો, તો તે વ્યક્તિને માફ કરવાનો પ્રયાસ કરો. કોઈપણ કાર્યમાં ખૂબ પ્રયત્નો કરવાને બદલે સમય જતાં તેને સંભાળવાનો પ્રયત્ન કરો.

કરિયર : કામમાં તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. નિરર્થક ગપસપમાં ન આવો નહીં તો ગેરસમજ થઈ શકે છે.

લવ: જૂની બાબતોને યાદ કરીને આજે દુઃખમાં તમારો સમય બગાડો નહીં. જે પસાર થઈ ગયું છે તેના માટે તમે કંઇ કરી શકતા નથી, વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તણાવ ટાળો, ચિંતા એ કંઈપણ માટેનું સમાધાન નથી. કોઈપણ ક્રોનિક રોગ આજે પરેશાન કરી શકે છે.

-------------

સિંહ રાશિ

The Emperor

આજે ભવિષ્ય માટે કોઈ યોજના ન બનાવો, નહીં તો તેમાં પાછળથી ઘણા બદલાવ કરવા પડી શકે છે. આજે જૂની ભૂલોને કારણે મુશ્કેલી ઊભી થઈ શકે છે. કોઈના મુદ્દાને તમારા દિલ પર ન લો અથવા તેના કારણે તમારા અહંકારને વધવા દેશો નહીં. તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આનાથી તમારા સંબંધોને અસર થશે, પરંતુ તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. તમારી ભૂલો સ્વીકારો, નકારવાને બદલે, તેમની પાસેથી કંઈક શીખો, પછી તમે ભવિષ્યમાં ઘણી ભૂલો ટાળી શકો છો.

કરિયર : કાર્યની દ્રષ્ટિએ તમારા માટે દિવસ ખૂબ સારો રહેશે. ધન અને સફળતા મળવાની સંભાવના છે.

લવ: કોઈ પ્રિયજન સાથે કોઈ બાબતે તણાવ થઈ શકે છે. આજે હઠીલા ન બનો, તમારા પ્રિયજનોના પરિપ્રેક્ષ્યને સમજવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય: આજે સ્ફટિકના ઘરેણા પહેરવાથી લાભ થશે.

---------------

કન્યા રાશિ

The Sun

જો પરિસ્થિતિમાં કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ જલ્દીથી આવશે. કોઈ પણ નકારાત્મક ભાવના તમારા મગજમાં ન આવવા દો. કાર્યમાં પૂર્ણ ધ્યાન રાખો. વેપાર માટે આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે. તેનો સંપૂર્ણ લાભ લો. દરેક પરિસ્થિતિમાં પોતાને સ્થિર રાખો.

કરિયર : ક્ષેત્રમાં તમારી આસપાસ કોઈ નકારાત્મકતા રહી નથી, પરંતુ તમારું ધ્યાન સારું રહે છે જેથી તમારું કાર્ય સફળતાપૂર્વક પાર પડશે. શાંતિ અને સ્થિરતા ધ્યાનમાં રાખો.

લવ : આજે સંબંધોને લગતા કોઈ મહત્વના નિર્ણય ન લેશો, યોગ્ય સમયની રાહ જૂઓ.

સ્વાસ્થ્ય: સારું સ્વાસ્થ્ય જાળવવા તમારે સતત પ્રયત્નો કરવાના રહેશે. જો તમે તમારી રોગપ્રતિકારક સક્તિ વધારતા નથી, તો બદલાતી મોસમમાં રોગો તમને પરેશાન કરી શકે છે.

------------

તુલા રાશિ

Knight of Cups

જીવન અને કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળશે, તેનો સંપૂર્ણ લાભ લો. જો તમે નોકરી શોધી રહ્યા છો તો આજે સફળતા મળવાની સંભાવનાઓ છે. સ્થિરતા મેળવવામાં થોડો વધુ સમય લાગશે. જો કોઈ પ્રોજેક્ટ શરૂ કરશો તો સંસાધનોની અછત રહેશે નહીં. સંપૂર્ણ ધ્યાન સાથે એક સમયે એક કાર્ય કરો, તમને જલ્દી સફળતા મળશે. ધન લાભના યોગ છે.

કારકિર્દી: નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા સંસાધનો સરળતાથી ઉપલબ્ધ થશે. કાર્ય પૂર્ણ ધ્યાન સાથે કરો.

લવ: આજે પ્રિયજનો સાથે કેટલીક સારી ક્ષણો વિતાવશો. લગ્ન માટે વધારે વિલંબ ન કરવો.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈપણ રોગ પરેશાન કરી શકે છે.

--------------

વૃશ્ચિક રાશિ

Death

આજનો દિવસ સામાજિક કાર્યોમાં વિતાવશો. સમાજમાં તમારી ઓળખ વધશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમારામાં ઊર્જાની તંગી નહીં હોય.જો તમે તેને યોગ્ય દિશામાં લગાવશો તો તે ફાયદાકારક રહેશે. આજે તમારા માટે થોડો સમય કાઢો. જીવનમાં સ્થિરતા માટે તમારા વિચારોમાં સ્થિરતા લાવવાની જરૂર છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શરીરની ક્ષમતા જેટલું જ કામ કરો.

કરિયર: ધન લાભના યોગ છે. કોઈપણ નવા કાર્ય માટે પાયો નાખવાનો આજનો દિવસ સારો છે.

લવ: લગ્ન સંબંધી નિર્ણય લેવા માટે આજનો દિવસ શુભ છે. વિક્ષેપો વિના કામ પૂર્ણ થઈ શકે છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા સારા સ્વાસ્થ્ય માટે કરેલી મહેનત ફળ આપે છે.

---------------

ધન રાશિ

The Hierophant

કામમાં તમારું ધ્યાન ખૂબ જ સારું રહે છે, પરંતુ તેના કારણે તમારા પરિવાર અને વ્યક્તિગત જીવનની જવાબદારીઓને અવગણશો નહીં. તે તરફ પણ ધ્યાન આપો. જો તમે કોઈ પરિવાર સાથે વ્યવસાય કરવાનું વિચારતા હોવ તો સારું રહેશે. આજે તમે કોઈ સામાજિક કાર્યમાં કોઈકને મળી શકો છો જેની સાથે સારા સંબંધો રહેશે.

કરિયર: આજે તમારું કામમાં ધ્યાન ખૂબ જ સારું રહેશે. પરંતુ સફળતા માટે થોડો વધારે પ્રયત્ન કરવો જરૂરી છે. તમારી સર્જનાત્મક ઊર્જાને યોગ્ય દિશા આપો.

લવ : જો તમે બાળકો માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો જલ્દી જ તમને સફળતા મળશે. જો તમે કોઈ સંબંધ શોધી રહ્યા છો, તો તમારા જીવનમાં તેના માટે સમય કાઢો. તમારી પ્રાથમિકતાઓ બદલવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. લાંબી બિમારીથી મુક્તિ મળવાની સંભાવના છે. તમારી સારવાર અને તમારી મહેનત ઓછી થવા દેશો નહીં.

---------

મકર રાશિ

Eight of Swords

આજનો દિવસ તમારા માટે રસપ્રદ રહેશે. ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હલ થશે. તેને કારણે સંબંધોમાં અને કાર્યક્ષેત્રમાં ઘણાં ફેરફાર થઈ શકે છે. જે શરૂઆતમાં યોગ્ય નહીં લાગે, પરંતુ તમારા માટે નવા અને સારા સમયની શરૂઆતનું પ્રતીક છે. આ પરિવર્તનનું ખુલ્લેઆમ સ્વાગત કરો.

કરિયર: આજે તમને કોઈ નવી નોકરીની તક અથવા વિચાર મળશે જે તમારા કાર્યક્ષેત્રની દિશા બદલી શકે છે.

લવ: કોઈપણ સારા સંબંધોનો પાયો તમારી જાતને સમજવા ઉપર છે. તમે જે રીતે તમારી જાત સાથે વર્તો છો, અન્ય લોકો તમારી સાથે પણ તેવી જ રીતે વર્તે છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જો તમે રોગ સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, તો તેના માટે કરવામાં આવતા પ્રયત્નો ટૂંક સમયમાં ફળદાયી સાબિત થશે.

---------

કુંભ રાશિ

Four of Cups

આજનો દિવસ તમારા માટે ઘણા બધા વિકલ્પો લાવશે. જો તમારે જીવનમાં આવા નિર્ણય લેવાની જરૂર હોય, તો પછી તે નિર્ણય લો જે તમારા દિલથી યોગ્ય લાગે છે. તેમાં મગજ લગાવવાની જરૂર નથી. સામાજિક વ્યવહારને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેશો નહીં. જો તમને નોકરી સાથે સંબંધિત કોઈ પરિવર્તન જોઈએ છે, તો ચોક્કસપણે આજે તે દિશામાં પગલાં લો.

કરિયર: જો તમારે નવી નોકરી કરવી હોય તો તેના માટે આજનો દિવસ સારો છે. કોઈ બીજાની સલાહ અથવા મંજૂરીની રાહ જોશો નહીં, તમને યોગ્ય લાગે તે કરો.

લવ : સંબંધોને લગતી બાબતમાં તમારી સલાહ અને વિચારસરણીને અનુસરો. બીજાના અભિપ્રાયની રાહ જોશો નહીં.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. રોગથી મુક્તિ મેળવવા માટે તમારા પ્રયત્નો ચાલુ રાખો, તમને જલ્દી સફળતા મળશે. તમારી નિત્યક્રમનું પૂર્ણ ધ્યાન રાખો.

--------------

મીન રાશિ

Page of Swords

કોઈપણ વાતનો શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવાનો પ્રયાસ કરો. આજે તમને જીવનમાં કંઇક નવું કરવાની તક મળશે, તેનાથી પીછેહઠ કરશો નહીં. આજનો દિવસ પણ રોમાંચક બની શકે છે. જો બધા નિર્ણયો તેમના જૂના અનુભવો અનુસાર લેવામાં આવે તો કંઈપણ નવું શીખી શકશો નહીં. જોખમ લેશો તો આજે લાભ થશે. નવા લોકોને મળવાની તક પણ મળશે. આ બધી પ્રવૃત્તિઓમાં તમારી જાતનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં.

કરિયર: કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવી શકે છે, જેના કારણે તમારે આગળ વધવું પડી શકે છે.

લવ : સંબંધોમાં નાની-મોટી બાબતોમાં ઝઘડો થઈ શકે છે. કેટલીકવાર શાંતિ જાળવવા માટે વસ્તુઓની અવગણના કરવી વધુ સારું છે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમે જલ્દીથી કોઈ પણ લાંબી બિમારીથી છૂટકારો મેળવશો. પ્રયત્ન કરતા રહો.

X
Tarot Rashifal for 15th August 2019, Shila M bajaj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી