ટેરો રાશિફળ / તુલા રાશિના જાતકોને તેની ઈચ્છાશક્તિ જીત અપાવશે, વૃશ્ચિક રાશિના જાતકોના સંબંધો બગડી શકે છે

Tarot rashifal for 13 July by Bhoomika as astro Bhoomi

Divyabhaskar.com

Jul 12, 2019, 03:31 PM IST

ધર્મ ડેસ્ક : ટેરો રિડર ભૂમિકા કમલ પાસેથી જાણો કે 13 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે.

મેષ રાશિ -
Five of Cups
આજે નુકસાન થવાના યોગ છે. નુકસાનથી દુ:ખી ન થવું. નુકસાનનું વળતર મળી જશે. બિનજરૂરી બાબતો પાછળ ચિંતા ન કરવી.
લકી કલર-પિંક, લકી નંબર-0.


........................

વૃષભ રાશિ -
Six of Pentacles
પ્રકૃતિ પાસેથી તમે જે લઈ રહ્યા છો તેને પરત કરવાનો આજનો દિવસ છે. બીજાની સહાયતા અને પુણ્ય કરી તેને પરત કરવું. દિવસ તમારા માટે શુભ છે.
લકી કલર-પીળો, લકી નંબર-5.


................................

મિથુન રાશિ -
The Hanged Man
આજે તમે સમર્પણની ભાવના સાથે કામ કરશો. સાથે કામ કરનાર લોકો સાથે વિવાદ થવાથી માનસિક અશાંતિ રહેશે. ગળાની તકલીફ થઈ શકે છે.
લકી કલર-લીલો, લકી નંબર-8.

...........................

કર્ક રાશિ -
Ace of Swords
આજે તમે ભાવનાત્મક રીતે મજબૂતીનો અનુભવ કરશો. સંબંધો પણ મધુર બનશે. કાર્યસ્થળે સફળતા મળશે.
લકી કલર-લીલો, લકી નંબર-8.


..........................

સિંહ રાશિ -
Page of Cups
કરિયરમાં બદલાવ થઈ શકે છે. શિક્ષણનો યોગ છે. તમારી ધીરજને યથાવત રાખો.
લકી કલર-સફેદ, લકી નંબર-1.


............................

કન્યા રાશિ -
Five of Wands
આજે તમને સંઘર્ષ પછી પરિણામ મળશે. નવા લોકો સાથે મુલાકાત થશે. જીવનમાં નવા પાઠ શીખવા મળશે.
લકી કલર-જાંબલી, લકી નંબર-8.

........................

તુલા રાશિ -
Strength
માતૃશક્તિની આરાધના કરવી તમારા માટે શુભ રહેશે. આજે તમારી જાતને મજબૂત અનુભવશો. તમારી ઈચ્છાશક્તિ જીત અપાવશે.
લકી કલર-લાલ, લકી નંબર-3.


.......................

વૃશ્ચિક રાશિ -
Ten of Swords
આજનો દિવસ તમારા માટે વિપરીત પરિસ્થિતિ લઈને આવશે. મનમાં હારની લાગણી રહેશે. સંબંધોમાં વિવાદ થવાથી દિવસ ખરાબ રહેશે.
લકી કલર-વાદળી, લકી નંબર-6.


..........................

ધન રાશિ -
Temperance
આજે તમારે સ્થિતિ સાથે સમાધાન કરવું પડશે. આજે નવા પ્રયોગો કરવાથી સફળતા મળશે. બીજાની સ્થિતિનો ખ્યાલ રાખવો.
લકી કલર-વાદળી, લકી નંબર-8.


.........................

મકર રાશિ -
Two of Cups
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. ઘરમાં માંગલિક કાર્યો થશે.
લકી કલર-ક્રીમ, લકી નંબર-2.


.....................


કુંભ રાશિ -
Four of Pentacles
અસુરક્ષાની ભાવના તમને પરેશાન કરશે. તમારી આસપાસની બિનજરૂરી વસ્તુઓ પ્રત્યે લગાવ વધશે. દુ:ખી મન દુ:ખ લાવે છે એટલા માટે ભાવનાઓ ઉપર કાબૂ રાખો.
લકી કલર-ગ્રે, લકી નંબર-5.


..................................

મીન રાશિ -
Knight of Wands
આજનો દિવસ સાહસથી ભરપૂર રહેશે. તમારો આત્મવિશ્વાસ તમને સફળતા સુધી લઈ જશે. તમારી યાત્રા રોમાન્ચથી ભરપૂર હશે.
લકી કલર-વાદળી, લકી નંબર-5.

X
Tarot rashifal for 13 July by Bhoomika as astro Bhoomi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી