17 ઓક્ટોબરનું ટેરો રાશિફળ / ગુરુવારે મેષ રાશિના જાતકોને બહાદૂરીથી કામ કરીને સફળતા મળશે અને તુલા રાશિનાવાળાને વધુ લાભ મેળવવામાં સફળતા મળશે

Tarot Rashifal of 17 October 2019

Divyabhaskar.com

Oct 16, 2019, 02:01 PM IST

મેષ- Ten of Swords

આજે તમારી અંદર ભરપૂર ઊર્જા રહેશે. કેટલાક મામલાઓમાં તમે ઘણી બહાદૂરીથી કામ કરશો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં ગંભીરતાથી અને સાવધાનીથી વિચાર કરવાની જરૂર છે.
કરિયર-
કરિયરના મામલે આજે તમે ઊર્જાવાન છો અને મોટું જોખમ ઊઠાવવાની ઈચ્છા છે. તમે લાભ માટે કોઈ રિસ્ક ઊઠાવવા માટે વિચાર કરશો.
લવ- સંબંધના મામલે આજે તમારી ભાવનાઓને સુનિશ્ચિત છે અને તેને તમારા પ્રિયજનની સાથે ખુલીને શેયર કરવા માટે તેને પુનર્જિવિત કરવાની જરૂર છે.
હેલ્થ- સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે, મૌસમી બીમારીઓની અસર થઈ શકે.


-------------

વૃષભ- Five of Wands


આજે તમે કેટલીક અનિશ્ચિતતાની સ્થિતિમાં રહેશો. કોઈ મામલામાં આગળ વધતાં પહેલાં થોડો ડર તમારી અંદર છે. તમે કોઈ કારણે કામ ટાળવા વિશે વિચાર કરી શકો છો.
કરિયર- તમારી જવાબદારીઓથી પાછળ ન હટવું જોઈએ. તમે પોતાને મોટીવેટ ફિલ કરી રહ્યા છો, પરંતુ તમારે મહેનત સાથે રચનાત્મક બનાવાની વધુ જરૂર છે.
લવ- તમે સંબંધોમાં કંઈક સારું કરવા માંગો છો પરંતુ જવાબદારીઓ એ તકને રોકે છે.
હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય તમારી માટે મિશ્ર રહેશે.


-------------

મિથુન- Wheel of Fortune

આજે તમે પોતાને થોડા વિખેરાયેલા અને બેચેન ફિલ કરી શકો છો. મન પર નિયંત્રણ રાખો અને ગંભીરતાથી વિચાર કરવાનો દિવસ છે. તમને મનગમતી સફળતા મળી શકે છે, તેની માટે ઈમાદારીથી પ્રયાસ કરો.
કરિયર- કોઈપણ નિર્ણય ભાવુકતામાં ન કરો. આજે તમારે થોડા વ્યાવહારિક પહેલું પર ધ્યાન આપવું પડશે. કરિયરમાં કોઈ નિર્ણય અધીરતામાં ન લો.
લવ- તમે ઈમોશનલી અને કામુક સ્વભાવને એક સાથે ખોલી શકો છો. જો તમે પ્રેમમાં છો તો પોતાની લાગણીઓને વ્યક્ત નથી કરી તો હવે કરી દો.
હેલ્થ- હેલ્થ માટે સમય સામાન્ય છે. ભોજનનું વિશેષ ધ્યાન રાખો.


-------------

કર્ક- The Hierophant

આજનો દિવસ યોગ્ય સલાહ પર ધ્યાન આપવા અને મિત્રોની વાતો સાંભળવાની જરૂર છે. પોતાના મિત્રોથી કેટલાક સારા સમાચાર મળી શકે છે. દિવસ સુખદ અને આશ્ચર્યભરેલી વાતોની સાથે પસાર થશે.
કરિયર- કામ અને પારિવારિક જીવનની વચ્ચે સંઘર્ષ થશે. કંઈપણ યોજના ધાર્યા પ્રમાણે થશે તેવી આશા ન રાખો.
લવ- પરિવાર અને અત્યારના મુદ્દાઓ પર ધ્યાન આપો. પારિવારિક તણાવને પોતાના પર હાવી ન ખવા દો. પરિસ્થિતિઓનું સમાધાન મેળવવા પ્રયાસ કરો.
હેલ્થ- માનસિક તણાવની સાથે થાક રહેશે.

-------------


સિંહ- The Tower

આજનો દિવસ હકારાત્મક અને આશાવાદી છે. તમે દિવસભર આસાનીથી ચાલનારા મૂડમાં રહેશો. દિનચાર્ય ચાલું રહેશે, તમે વસ્તુઓને પોતાની રીતે હેલ્ડલ કરી શકશો અને સમાધાન શોધતા રહેશો.
કરિયર- તમે નાણાકીય અને સામાજિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એટલું જ જોર લગાવશો, કામ અને વ્યવસાયને લગતી યાત્રા સારી રીતે પૂરી થશે.
લવ- પારિવારિક સ્થિતિઓ તમને શાંતિ મહેસૂસ કરાવશે અને પ્રેમીનો સહયોગ મળશે.
હેલ્થ- ભોજન પર ધ્યાન આપો. મોસમી બીમારીઓ થઈ શકે.

-------------


કન્યા- Three of Cups

તમારે નકામી અને આત્મગ્લાનિની ભાવનાઓથી બચવું જોઈએ. એક ખરીદીની હોડ અને તમારી અંદર છે જે આખો દિવસ રહેશે. ઓફિસ અને ઘર માટે વસ્તુઓ ખરીદશો.
કરિયર- જોબ અને બિઝનેસમાં સ્પર્ધા પર તમારી નજર રહેશે. તમે પોતાની યોજનાઓ પ્રમાણે આગળ વધશો.
લવ- રોમાન્ટિક સંબંધ સ્થિર રહેશે. તમારી રચનાત્મક પ્રતિભા લોકો માટે આકર્ષક સાબિત થશે. કેટલાક લોકો તમારી તરફ ઝૂકશે.
હેલ્થ- હેલ્થ સારું રહેશે પણ યાત્રામાં સ્વાસ્થ્યને લગતી સાવધાની રાખવી.

-------------

તુલા- Ace of Pentacles

આજનો દિવસ તમને ઘણું પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. તમે વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં આગળ વધવાના પ્રયાસ કરશો અને યોગ્ય અંજામ આપશો.
કરિયર- આ મહત્વાકાંક્ષાઓ અને જવાબદારીઓનો સમય છે, શાંત રહેવા અને પોતાને ગતિ આપવાનો સમય છે, કારણ કે તમે લાંબા સમયથી ખૂબ જ મહેનત કરી રહ્યા છો.
લવ- આજે પ્રેમ અને લગ્ન સંબંધો માટે તમારો સમય સારો છે. પોતાની આસપાસના લોકોની સાથે તમારે સહજ રહેવું જોઈએ.
હેલ્થ- સ્વાસ્થ્ય પ્રત્યે સતર્કતા રાખો.


-------------

વૃશ્ચિક- The Star


આજે આમેય મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે દિવસ સારો નથી. જે તમારા જીવનની પરિસ્થિતિઓને પ્રભાવિત કરે. આજે દિવસ કેટલાક મામલાઓમાં બચીને ચાલવાનો છે.
કરિયર- ઓફિસમાં બીજા લોકો તમારા વિચારો અને અધિકારોને પડકાર આપી શકે છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કે અધિકારી તમારા વિચારનો વિરોધ કરશે.
લવ- જૂના સંપર્કોને ફરીથી જીવિત કરી શકાય છે. કેટલાક જૂના લોકો સાથે મુલાકાત તમારા દિવસને ખુશીથી ભરી દેશે.
હેલ્થ- થોડો માનસિક તણાવ રહી શકે છે.


-------------

ધન- The World

આજનો દિવસ તમને તમારી રીતે ચાલવા માટે પ્રેરિત કરશે. કોઈપણ પ્રકારના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આજે તમે તૈયાર રહેશો. પ્રેમ અને સ્નેહના ભાવ આજે તમારી અંદર ઘણા છે. દિવસ આનંદદાયક રહેશે.
કરિયર - કોઈ લક્ષ્ય નક્કી કરો અને પછી તેને પ્રાપ્ત કરવા માટે પોતાની કાબેલિયતને કામે લગાડો.
લવ- પરિવારની સાથે સંબંધ સુધરશે. એક મજેદાર દિવસની આશા રાખો. તેઓ આજે આનંદદાયક દિવસ માનશે.
હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે કોઈ સમસ્યા નહીં રહે.


-------------

મકર- Strength

દિવસ કઠોર મહેનત કરવાની જરૂર છે. એક મિશન કે કાર્ય આજે બીજાને કઠોર મહેનત જેવો લાગી શકે છે, પરંતુ તે તમારી માટે સુખદ અને પડકારજનર રહેશે. સફળતા આજે મળતી દેખાશે.
કરિયર- તમને તમારા કામ અને યાત્રાથી લાભ મળશે. પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને તમે ઘણી સફળતા મેળવી શકો છો. જે તમારી માટે સંતોષજનક રહેશે.
લવ- સપ્તાહની અંતે યાત્રા માટે યોજના બનાવશો. આ યોજનાથી પરિવાર અને પ્રિયજનો આશ્ચર્યચકિત થઈ જશે.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે. તમને કેટલીક પરેજી કરવાની જરૂર રહેશે.


-------------

કુંભ- Ace of Cups

આગળ વધવા અને હાલ જે થઈ રહ્યું છે તેને પૂરું કરવા માટે પરસ્પર વિરોધી ઈચ્છાઓને લગતો તણાવ રહેશે. દિલચસ્પ વાતચીત આજે તમને એક નવી દિશા તરફ લઈ જશે.
કરિયર- આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને લેવામાં દુવિધા મહેસૂસ કરશો. તમને જોબ કે બિઝનેસમાં પરિસ્થિતિઓમાં થોડી વિપરિત લાગી રહી શકે.
લવ- જીવનસાથી કે પ્રેમીની સાથે આજે તમારો વ્યવહાર અને વાતચીત ઘણી સારી રહેશે. દિવસ સુખદ રહેશે.
હેલ્થ- તમારે સ્વાસ્થ્યને લઈને ધ્યાન આપવાની જરૂર છે.

-------------

મીન- Knight of Wands

આજે થાક અને આળસથી ભરેલો દિવસ લાગશે. તમે એક જ કામને કરતા રહેવાથી પરેશાન થઈ રહ્યા છો. શક્ય છે કે તમે આજે કોઈ રજાનો પ્લાન બનાવી લો. પોતાની જાતને થોડો સમય આપો.
કરિયર- તમે લાંબા સમયથી કઠોર મહેનત કરી રહ્યા છો, એટલે જો શક્ય હોય તો આજે રજાનો આનંદ લો.
લવ- આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે દિવસ પસાર થવાથી તમને ખુશી અને શાંતિ મળી શકે છે. ઘરના વડીલો અને બાળકો સમય માંગી રહ્યા છે.
હેલ્થ- થાક અને તણાવ તમને નબળા બનાવી શકે છે.

X
Tarot Rashifal of 17 October 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી