17 ઓક્ટોબરનું અંક ભવિષ્ય / ગુરુવારે અંક 1 વાળા કન્ફ્યૂઝનમાં ખોટો નિર્ણય લઈ શકે અને અંક 8 વાળાને ઊછીના આપેલાં રૂપિયા પાછા મળે

Daily Numerology 0f 17 October 2019

Divyabhaskar.com

Oct 16, 2019, 02:12 PM IST

ધર્મ ડેસ્ક- ગુરુવારના અંક પ્રમાણે મૂળાંક-8, ભાગ્યાંક-3, દિનાંક-3, માસાંક-1, ચલિત અંક-6 રહેશે. આજની વિશિષ્ટ યુતિ પ્રમાણે અંક 8ની અંક 3 ની સાતે પરસ્પર મિત્ર યુતિ અને અંક 1 ની સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 6 ની અંક 1 ની સાથે વિરોધી યુતિ અને અંક 3 ની સાથે પ્રબળ વિરોધી-મિત્ર યુતિ રહેશે.

----------

અંક-1


કન્ફ્યૂઝનમાં ખોટો નિર્ણય લઈ શકો છો, ધન સંબંધી કોઈ દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરતી વખતે સતર્કતા રાખજો. મગજમાં દુઃખાવો પરેશાન કરી શકે છે.
શું કરવું- દેવીને સફેદ મિઠાઈનો ભોગ લગાવો.
શુભ અંક-2
શુભ રંગ- સફેદ

અંક-2


કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળતા મળી શકે છે, મન બેચેન રહી શકે છે, સામાદિક આયોજનમાં ભાગીદારી કરી શકો છો.
શું કરવું- કીડીઓને દાણા નાખો.
શુભ અંક-7
શુભ રંગ- જાંબુડીયો

અંક-3

ધનને લગતી કોઈ મોટી લેનદેન કરી શકો છો, ઈષ્ટ મિત્રનો જરૂરી સહયોગ મળી શકે છે, ભારે ભોજન ન કરવું.
શું કરવું- હનુમાનજીને સરસિયાના તેલમાં મેળવેલ સિંદૂર ચઢાવો.
શુભ અંક-9
શુભ રંગ-લાલ

અંક-4


ફર્નિચરના વેપારીઓને પ્રતિકૂળતા રહી શકે છે, નાના ભાઈ કે શાળાની સાથે કામ કરી રહ્યા હોવ તો ઝટકો લાગી શકે છે, નસકોરી ફૂટવાની સમસ્યા હોય તો ખાસ ધ્યાન રાખવું પડશે.
શું કરવું- પોતાના કુળદેવતાને પારસ્પરિક ભોગ લગાવો.
શુભ અંક-1
શુભ રંગ-સોનેરી

અંક-5

બીજાને પોતાની વાત સમજાવવામાં સમસ્યા આવી શકે છે, ઊતાવળ કરવાથી બચવું, દાંતને લગતી સમસ્યા રહી શકે છે.
સું કરવું- અનાથોને ભેંટ આપો.
શુભ અંક- 8
શુભ રંગ- કાળો.

અંક-6

ગુંચવણની સ્થિતિમાં કોઈ મિત્ર કે નાના ભાઈ પાસેથી યોગ્ય સલાહ મળી શકે છે. નક્કી કરેલી યાત્રામાં ફેરફાર કરવો પડી શકે છે, ખાન-પાનમાં જરૂરી ધ્યાન રાખો.
શું કરવું- વડીલ કે ગુરુના આશીર્વાદ લો.
શુભ અંક-3
શુભ રંગ- પીળો

અંક-7

પુરુષોને સાસરીપક્ષ અને મહિલાઓને પીયર પક્ષથી અનુકૂળતા રહી શકે છે, કોઈ નજીકનો સંબંધ રૂપ બદલી શકે છે. નસોમાં ખેંચાણ રહી શકે છે.
શું કરવું- ભૈરવબાબાને જલેબીનો ભોગ લગાવો.
શુભ અંક-4
શુભ રંગ- વાદળી

અંક-8

ઉછીના લેવાના રૂપિયા પાછા મળી શકે છે, નવા ટેન્ડર માટે અરજી કરવા માટે અત્યારે રોકાઈ જાઓ. ચિડિયાપણુ વધુ રહેશે.
શું કરવું- રસદાર મિઠાઈનું સેવન કરો.
શુભ અંક-6
શુભ રંગ-ક્રીમી

અંક-9

બસ ઓપરેટરોને વધુ અનુકૂળતા રહી શકે છે, આઉટડોર રમતના ખેલાડીઓને મહત્વપૂર્ણ સફળતા મળી શકે છે, પાછલા ઘાવમાં રાહત મળી શકે છે.
શું કરવું- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડુ ચઢાવો.
શુભ અંક-5
શુભ રંગ-લીલો

ફોન નંબર- :-+91-9929842668
ઈ-મેલ:[email protected]

X
Daily Numerology 0f 17 October 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી