ટેરો રાશિફળ / કાર્ડ્સ પ્રમાણે બુધવારનો દિવસ મિથુન અને મીન જાતકો માટે અતિશુભ સાબિત થશે

daily Tarot predictions of 4 December 2019, Shila M Bajaj

Divyabhaskar.com

Dec 03, 2019, 02:45 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 4 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The World
તમે પોઝિટિવ અને રચનાત્મક ઊર્જાથી પૂર્ણ રહેશો અને સરળતાથી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો, જેના વિશે અન્ય લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહી હોય. તમારા વિચાર અને તમારી પ્રાથમિકતા નક્કી કરવાની ક્ષમતાના કારણે તે સંભવ થઇ શકશે.

કરિયરઃ- તમારા લીડરશિપના ગુણોના વખાણ થશે.
લવઃ- સંબંધોમાં આજે તમે ખૂબ જ મેચ્યોરિટી સાથે પરિસ્થિતિને હેન્ડલ કરી શકશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પોઝિટિવ રહેશે.

વૃષભઃ- Nine of Wands
આજે તમારા દિવસનો મુખ્ય ઉદેશ્ય આત્મનિર્ભરતા રહેશે. તમે પોતાના ઉપર ધ્યાન આપશો અને પોતાના માટે સમય પણ કાઢશો. દિવસ તમને તમારી જૂની વાતો યાદ કરાવી શકે છે.

કરિયરઃ- આજે તમે તમારી નિર્ણય ક્ષમતા ઉપર વધારે ધ્યાન આપો.
લવઃ- આજે મિત્ર અને પરિવાર નહીં, તમે તમારી ઉપર વધારે ધ્યાન આપો.
સ્વાસ્થ્યઃ- થાક અને તણાવ તમને પરેશાન કરી શકે છે.

મિથુનઃ- Five of Cups
મિત્રો સાથે મોજ-મસતી કરવા માટે ખૂબ જ સારો દિવસ છે. આજે આરામ પણ કરવો. તમે ફરી ઉર્જાવાન બનશો અને તમારા વિચારોને વ્યક્ત કરવા તથા જોખમ લેવા માટે એક સારો દિવસ છે.

કરિયરઃ- કરિયર અને બિઝનેસમાં દિવસ સામાન્ય રહેશે.
લવઃ- સંબંધોમાં થોડી તાજગીનો અનુભવ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે.

કર્કઃ- Strength
આજે તમને જીવનમાં થોડી બેચેની અનુભવ થઇ શકે છે પરંતુ તમને વિશ્વાસ નહીં થાય કે આવું શા માટે થઇ રહ્યું છે. આજે તમે ચિંતાથી પીડિત હોઇ શકો છો, પરંતુ નિશ્ચિંત રહો, આ સમય પણ વિતી જશે.

કરિયરઃ- તમે કરિયરની અસુરક્ષાની અસ્થાયી અવધિમાં છો.
લવઃ- સંબંધોમાં થોડો તણાવનો સમય છે.
સ્વાસ્થ્યઃ- આજે તમે થોડો આરામ કરી લો.

સિંહઃ- The Tower
આજે તમે તમારી વાતને સ્પષ્ટતા સાથે બીજા સાથે રાખો. મોટાભાગે તમે બીજાની વાતોમાં વહી જાવ છો. તમારા મત ઉપર સ્થિર રહો. આસપાસના લોકોથી થોડું સંભાળીને રહેવું.

કરિયરઃ- આજે તમે તમારી લિડરશિપથી પરેશાન રહી શકો છો.
લવઃ- સંબંધોના મામલે ગેરસમજ અને પરેશાનીથી બચી જશો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે.

કન્યાઃ- Six of Pentacles
આજનો દિવસ તમારી પરીક્ષાનો છે. ભૂતકાળમાં કરેલાં કાર્યોના પરિણામને લઇને ચિંતા રહી શકે છે. સ્વભાવમાં થોડું ચિડીયાપણું પણ રહી શકે છે. પોતાને નિયંત્રણમાં રાખવાનો સમય છે.

કરિયરઃ- આજે તમે ચતુરતાથી કામ કરશો.
લવઃ- પ્રેમ સંબંધ માટે દિવસ સામાન્ય છે.
સ્વાસ્થ્યઃ- આજે વધારે મહેનત અને તણાવના કારણે થોડો થાક અનુભવ થશે.

તુલાઃ- The Chariot
આજે તમે મિત્રોની સંગતિનો આનંદ લેશો. આજે તમે પોતાને રિચાર્જ કરવાનું, આરામ કરવાનું અને ફરીથી જીવંત થવાનો એક શાનદાર દિવસ છે. આજનો દિવસ લાંબા સમયગાળા માટે યાદગાર રહેશે.

કરિયરઃ- જોબમાં તમે ઘણી ઊંચાઈએ પહોંચી શકો છો.
લવઃ- આજે પ્રેમ સંબંધ વધારે મજબૂત બનશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ રાહત મળશે.

વૃશ્ચિકઃ- The Emperor
આજે તમે તમારા રસ્તામાં આવતી નાની-મોટી બાધાઓના કારણે નિરાશ રહી શકો છો. આ વસ્તુઓથી તમે થોડાં પરેશાન રહી શકો છો. હિંમતથી આગળ વધશો તો સફળતા મળશે.

કરિયરઃ- કરિયર સ્થિર થઇ ગયું હોય એવું આજે તમને લાગશે.
લવઃ- પ્રેમ સંબંધ માટે મિશ્રિત દિવસ રહેશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાનમાં વિશેષ સાવધાની રાખવી.

ધનઃ- Three of Swords
દિવસ તમારી માટે નવી ઊર્જા આપનાર રહેશે. યાત્રા અને ખરીદીના યોગ તરફ કાર્ડ સંકેત કરી રહ્યું છે. આ તે દિવસ છે જ્યારે તમારી માટે બધી વસ્તુઓમાં સંબંધ અને મિત્રોનું મહત્ત્વ વધારે રહેશે.

કરિયરઃ- જોબ અને બિઝનેસ માટે દિવસ સામાન્ય રહેશે.
લવઃ- પરિવાર સાથે તમારો સંબંધ મૈત્રીપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે દિવસ તમારા પક્ષમાં રહેશે.

મકરઃ- Queen of Cups
દૂર સ્થાનથી તમને મળતી બધી જ જાણકારી અનુકૂળ રહેશે નહીં. તમે શાંત, સમય, ઉદેશ્ય અને આત્મવિશ્વાસને ફરી જીવિત કરવાનો પ્રયાસ કરશો.

કરિયરઃ- આજે ભૂતકાળમાં કરેલી વ્યાપારિક યાત્રાઓના પરિણામનો દિવસ છે.
લવઃ- સંબંધો માટે ગંભીરતા બતાવવાનો સમય છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિ દિવસ મિશ્રિત રહેશે.

કુંભઃ- The Devil
મિત્રો અને પરિવાર સાથે આજે તમે ખૂબ જ ખુશ રહેશો. તમે શહેરમાં ફરવા જશો અથવા કોઇ અવસર પર સાથે જશો. નજીકના મિત્રો સાથે નાની યાત્રા માટે જઇ શકો છો.

કરિયરઃ- કરિયરમાં આજે તમે કામનો તણાવ અનુભવાશે.
લવઃ- આજે પરિવાર માટે સમય કાઢવો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને દિવસ સામાન્ય રહેશે.

મીનઃ- The Star
આજનો દિવસ ઘરેલૂ ઉથલ-પુથલનો રહેશે. વિદેશથી મહેમાનો આવે તેવી સંભાવના છે અને સતત પાર્ટીનો મૂડ તમારા ઘરમાં આનંદનું વાતાવરણ જાળવી રાખશે.

કરિયરઃ- ટીમવર્કથી સફળતા પ્રાપ્ત થવાનો યોગ છે.
લવઃ- તમારા લોકો સાથે સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- આજે કામના તણાવથી પોતાને મુક્ત રાખવાની કોશિશ કરો.

X
daily Tarot predictions of 4 December 2019, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી