ટેરો રાશિફળ / કાર્ડ્સ પ્રમાણે મિથુન જાતકોએ તેમના ભાગ્ય ઉપર વિશ્વાસ રાખવો જોઇએ, કિસ્મતનો સાથ જરૂર મળશે

daily Tarot predictions of 10 October 2019, Shila M Bajaj

Divyabhaskar.com

Oct 09, 2019, 03:00 PM IST

ધર્મ ડેસ્કઃ વૃષભ રાશિના જાતકોને આજે એક મોટાં પરિવર્તનનો સંકેત મળી શકે છે. બીજી રાશિઓ માટે કેવું રહેશે ભવિષ્ય જાણો.

મેષઃ- The Tower
આજે ચીડિયાપણું ઓછું થઇ શકે છે, પરંતુ પરિસ્થિતિઓ, મનની ચંચળતા પર જીતની જરૂરિયાત રહેશે. શાંત રહેવું અને પ્રતીક્ષા કરીને જોવું કે સંસારમાં તમારી માટે શું છે. પરેશાનીના તોફાન બાદ તમે ઠંડી હવા અનુભવશો.

કરિયરઃ- કરિયરમાં કોઇ સમસ્યા અને ઉથલ-પુથલ રહેશે.
લવઃ- વિપરિત પરિસ્થિતિઓમાં તમારા સાથીની મદદ મળશે.
સ્વાસ્થ્યઃ- આજે તમે થાક અને તણાવ અનુભવશો.

વૃષભઃ- Three of Swords
આજે એક મોટાં પરિવર્તનનો સંકેત મળી રહ્યો છે. કરિયરમાં શાનદાર ઘટનાક્રમ જોવા મળશે અને તમે પોઝિટિવ, સાહસિક અને યોગ્ય નિર્ણય લેશો. જેનો તમને લાભ મળશે.

કરિયરઃ- આવનાર દિવસોમાં નવી વસ્તુઓની શોધ કરવામાં આવશે.
લવઃ- પ્રેમ અને પરિવારમાં પોઝિટિવ વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે તમારો દિવસ સારો રહી શકે છે.

મિથુનઃ- King of Wands
આજે તમે તમારા ભાગ્ય ઉપર વિશ્વાસ રાખો. કોઇપણ કામ તેટલું જ કરો, જેટલામાં તમે પોતાને તણાવમુક્ત રાખી શકો. સંબંધોમાં તમને કિસ્મતની મદદ મળશે. પ્રકૃત્તિ અને તમારા મનના અવાજ ઉપર વિશ્વાસ કરો, તમારા સ્વભાવમાં રહો.

કરિયરઃ- આજે તમે તણાવ અને થાક અનુભવ કરશો.
લવઃ- પ્રેમ અને સંબંધોમાં બદલાવમાં સંકોચ ન કરો.
સ્વાસ્થ્યઃ- વધારે જવાબદારીઓને સમજ્યા વિના લીધી છે, જેથી સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ પેદા થઇ શકે છે.

કર્કઃ- The Emperor
આજે થોડાં ફાલતૂ કાર્યોમાં તમારી ઊર્જા ખર્ચ થઇ શકે છે. જવાબદારીઓ ઉપર ફોકસ ઓછું રહેશે અથવા થોડાં એવા કામ તમારા ભાગમાં આવી શકે છે, જેનું કોઇ ખાસ પરિણામ તમને જોવા મળશે નહીં.

કરિયરઃ- રોકાણનો યોગ્ય સમય છે.
લવઃ- તમારો સંબંધ વધારે પ્રેમાળ અને પરિપક્વ થશે.
સ્વાસ્થ્યઃ- થોડી જટિલ સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે.

સિંહઃ- The Chariot
નવા વિચારો સાથે આગળ વધવાનો સારો સમય છે. ભાવનાત્મક રૂપથી તમે દબાયેલાં રહેશો. તમારી ભાવનાઓને ખુલીને વ્યક્ત કરવાનો સમય છે. તમે આજે અનેક મામલે પરિસ્થિતિઓમાં અટકાયેલાં અનુભવશો.

કરિયરઃ- કાર્યોમાં કૂટનીતિ તમને ઉન્નતિ અપાવી શકે છે.
લવઃ- સંબંધોમાં આનંદદાયક સમય રહેશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને પીઠમાં દુખાવાની ફરિયાદ રહેશે.

કન્યાઃ- Temperance
આજે થોડી વસ્તુઓમાં તમે બેચેનીનો અનુભવ કરી શકો છો. તમારા મનને શાંત કરો અને જ્યા સુધી તે ટળી જાય નહીં, તમે તે જ સ્થિતિમાં રહો. ક્યારેક-ક્યારેક તમે કોઇ સ્થિતિનો વિરોધ કરો છો, તે તમારી માટે તેટલી જ પરેશાનીનું કારણ બને છે.

કરિયરઃ- કોઇ ખૂબ જ જરૂરી કામ ટળી જશે.
લવઃ- કોઇ નિશ્ચિત વ્યક્તિની અનુપસ્થિતિ તમને અનેકવાર ભાવુક કરશે.
સ્વાસ્થ્યઃ- ઊંડો શ્વાસ લેવો, તે તમારા તણાવને દૂર કરવામાં મદદ કરશે.

તુલાઃ- The Hierophant
આજનો દિવસ તમારી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારી જવાબદારી પ્રત્યે સાવધાન રહો, તેમને સમર્પણથી નિભાવો, જેનાથી તમારા જીવનમાં અનેક અટકાયેલાં કાર્યો પૂર્ણ થઇ જશે. કોઇ પરેશાની ચાલી રહી છે તો તે જલ્દી જ ઉકેલાઇ જશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં અટકાયેલાં કાર્યો જલ્દી જ સંપન્ન થશે.
લવઃ- કુંવારા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ- The Sun
તમે જેવા છો, તેવા જ રહો. કોઇની વાતોમાં આવશો નહીં. તમે તમારી તુલના કોઇ અન્ય સાથે કરશો તો દુઃખી થશો. આજે તમારું ફોકસ ખરાબ થઇ શકે છે અને તેની અસર તમારા કામ અને અંગત જીવન પર પડશે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમારી તુલના કોઇ અન્ય સાથે કરો નહીં.
લવઃ- પરિવારમાં કોઇ સંબંધી સાથે મનમુટાવ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધી કોઇની સલાહ માનતાં પહેલાં તેને ચકાસો કે તે સલાહ તમારી માટે ફાયદાકારક છે કે નહીં.

ધનઃ- The World
આજે યોગ્ય દિનચર્યા અને ખાન-પાનથી લાભ થશે. અટકાયેલાં કાર્યો આજે પૂર્ણ થવાના યોગ છે. તમારા કામ ઉપર ફોકસ કરતાં રહો. આજે કોઇ બેદરકારી કરશો નહીં. તમારા મૂડ સ્વિંગ પર નિયંત્રણ રાખો. થોડાં સમયથી ચાલી રહેલાં કામ આજે સંપન્ન થઇ શકે છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે કામમાં મન લાગશે નહીં.
લવઃ- પ્રિયજનો સાથે બહાર ફરવાનો પ્રોગ્રામ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

મકરઃ- Six of Cups
આ સમય તમારા મન, શરીર અને આત્માને ફરી જીવંત કરવાનો સમય છે. તમારી દિનચર્યાથી થોડો બ્રેક લઇને બહાર જઇ શકો છો. આ સમય તમારે રિઝર્વ રહેવાનો છે. પરિવાર સાથે થોડો સારો સમય વ્યતિત કરી શકો છો.

કરિયરઃ- તમારા કાર્યની પ્રશંસા થઇ શકે છે.
લવઃ- તમારા સાથી અને પરિવાર સાથે સમય વિતાવશો.
સ્વાસ્થ્યઃ- તમને માનસિક સુકૂનની પ્રાપ્તિ થશે.

કુંભઃ- Strength
જ્યારે તમે એક દિશામાં આગળ વધતાં રહેશો તો સ્થિતિઓ જાતે પ્રકટ થશે. નિયતિ તેની કાર્યવાહી નક્કી કરશે. આરામ કરવો અને તમારા સંબંધોનું આત્મનિરીક્ષણ કરો. એક ઇચ્છા પૂરી થશે.

કરિયરઃ- તમારા કાર્યક્ષેત્રમાં બદલાવથી ગભરાશો નહીં.
લવઃ- સંબંધોમાં તમારે આત્મ અવલોકન કરવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સમય ઠીક રહેશે.

મીનઃ- The High Priestess
દમન ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિ જવાબદારીઓ અને પરેશાનીઓથી ઘેરાઇ જાય છે. કહેવાય છે કે, દરેક વસ્તુઓમાં ઉતાવળ ખરાબ બાબત છે. તમારા ઉત્સાહ અને ઓળખાણ પર કરિયરના મામલાને ખરાબ થવા દેશો નહીં.

કરિયરઃ- આજે થોડી નવી સંભાવનાઓ જોવા મળશે.
લવઃ- કુંવારા લોકોને આજે તેમનો પ્રેમ મળે તેવા સંકેત છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

X
daily Tarot predictions of 10 October 2019, Shila M Bajaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી