4 ડિસેમ્બરનું અંક ભવિષ્ય / અંક 1 ના જાતકોને પ્રમોશનના મામલે વિઘ્ન આવી શકે છે, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો

Daily Numerology predictions of 4 December 2019, DR kumar Ganesh

Divyabhaskar.com

Dec 03, 2019, 02:45 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 1-4 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 1 ની અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1
સરકારી પક્ષ સામે પ્રતિકૂળતા રહી શકે છે. પ્રમોશનના મામલાઓ હાલ પક્ષમાં રહે તેવું લાગતું નથી. મસાના શિકાર વ્યક્તિઓએ સાવધાની રાખવી.

શું કરવુંઃ- વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2
તમારા નેતૃત્વમાં પારિવારિક જવાબદારી યોગ્ય રીતે સંપન્ન થઇ શકે છે. મહિલા અધિકારીઓ માટે સમય શુભ રહેશે. આંખ સંબંધી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3
આજે ખાસ લોકો સાથે મળવાનું થઇ શકે છે. ભાગદોડ વધારે રહેશે.

શું કરવુંઃ- શિવ-પરિવારને પીળા ફૂલ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4
કોઇ વશિષ્ઠ વ્યક્તિનો આશીર્વાદ/સહયોગ મળી શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓએ આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવું.

શું કરવુંઃ- કૂતરાને રોટલી ખવડાવો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5
સરકારી સપ્લાયરોએ સંભાળીને રહેવાની જરૂર છે. સર્જિકલ વસ્તુઓના નિર્માતાઓ માટે લાભકારી સ્થિતિ રહી શકે છે.

શું કરવુંઃ- હળવા રંગની રસદાર મીઠાઈ ખાવી.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6
ધનની લેણ-દેણમાં વૈધ-અવૈધનું સંપૂર્ણ ધ્યાન રાખવું. કોઇ છેલ્લું લેણ-દેણ હવે દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7
કોઇ ખાસ તપાસમાં જોડાયેલાં અધિરારીઓ માટે સમય અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. તમારા અધિકારીઓ સાથે ચર્ચામાં ઉતરવું નહીં.

શું કરવુંઃ- શનિ ભગવાનને તલના તેલનો દીવો કરવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8
સરકારી પક્ષ ઝટકો આપી શકે છે. પ્રમોશનનો મામલો અટકી શકે છે.

શું કરવુંઃ- આદિત્ય હ્રદયસ્તોત્રનો પાઠ કરો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9
દરેક વાતની ઉગ્ર પ્રતિક્રિયા આપશો તો બનતાં કાર્યો બગડવા લાગશે. તમારાથી વડીલ વ્યક્તિ સામે જિદ્દ કરશો નહીં.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

X
Daily Numerology predictions of 4 December 2019, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી