17 ઓક્ટોબરનું રાશિફળ / ગુરૂવારે કુંભ રાશિના જાતકોને લાભ થશે, મકાન કે વાહન ખરીદી માટે શુભ યોગ બનશે

daily astrology predictions of 17th October 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Oct 17, 2019, 08:50 AM IST

ધર્મ ડેસ્કઃ 17 ઓક્ટોબર, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.


મેષઃ-

પોઝિટિવઃ- બહારગામની યાત્રા તમારી માટે સારી રહેશે. બહારગામની યાત્રા કરવાની કોશિશ કરી રહ્યા છો તો તેમાં સફળ થવાની સંભાવના બની રહી છે. લગ્નજીવનને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે સંબંધ સારા થઇ શકે છે.

નેગેટિવઃ- તમે અન્ય લોકો ઉપર ઓછો વિશ્વાસ કરશો. હંમેશાં કન્ફ્યૂઝનમાં રહેવાના કારણે તમારા કામકાજના ક્ષેત્રો પર ખરાબ અસર પડી શકે છે.

લવઃ- સાસરિયા પક્ષને વિશ્વાસમાં લઇને બધી જ સમસ્યાઓનું સમાધાન શોધી શકાય છે.
વ્યવસાયઃ- આર્થિક લાભના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- જીવનસાથી સાથે તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઇ શકે છે, જેથી માનસિક અશાંતિ રહેશે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અર્થલાભ પ્રાપ્તિની દ્રષ્ટિથી સારી સ્થિતિ ઉત્પન્ન થશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો નોકરીથી પણ તમને સારો લાભ પ્રાપ્ત થશે. રોકાણ કરી શકો છો. થોડી એવી પણ યાત્રા થઇ શકે છે જેનાથી તમને લાભ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- વિવાદ કરવાની જગ્યાએ એવી દિશામાં કામ કરવું જેનાથી પરિવારની સ્થિતિ સારી દિશામાં વિકાસ કરી શકે અને ઘર-પરિવારમાં બધા સાથે સારું સામંજસ્ય તથા તાલમેલ સારું બને.

લવઃ- પ્રેમ સંબંધોમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.
વ્યવસાયઃ- શુભ કાર્ય શરૂ કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની કોશિશ કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થવાની સાથે-સાથે દરેક પ્રકારના ક્ષેત્રોમાં વિકાસ થવાની સંભાવના બની રહી છે. પારિવારિક સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના પણ સારી છે તથા એકબીજા પ્રત્યે સહાનુભૂતિ રાખવી તથા એકબીજાનો સહયોગ કરવો આ બધી જ વિચારધારા તમારા પરિવારમાં આ સમયે જોવા મળશે.

નેગેટિવઃ- પારિવારિક સંતુલન સારૂ થાય તેના માટે ઘર પરિવારમાં બધા સાથે સામંજસ્ય સારું જાળવી રાખવાનો પ્રયત્ન કરતાં રહો. માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરીને માતા-પિતા પાસેથી સલાહ લઇને કોઇપણ કાર્યને કરવાનો પ્રયત્ન કરો.

લવઃ- તમારા સાથી સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- અચલ સંપત્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં સફળ થઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમે એક બુદ્ધિજીવી વ્યક્તિની જેમ કામ કરશો અને નિર્ણય લેશો. ઘર-પરિવારમાં બધા સાથે મળીને કોઇપણ કાર્યને કરી શકો છો. જેનાથી તમારા કામકાજના ક્ષેત્રોમાં તથા પારિવારિક સ્થિતિઓમાં ઉન્નતિ જોવા મળી શકે છે.

નેગેટિવઃ- પરિવારનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે. પરંતુ સગા-સંબંધીઓના હસ્તક્ષેપથી તમારા પરિવારમાં તણાવનું વાતાવરણ ઉત્પન્ન થઇ શકે છે. એવામાં તમે તમારા સગા સંબંધીઓ સાથે સામાન્ય સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.

લવઃ- તમે તમારા પ્રેમીને હંમેશાં પ્રસન્ન રાખવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- વેપારમાં આજે તમને સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- લોહી સંબંધી બીમારી થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવારમાં બધા સાથે સારું સામંજસ્ય જાળવી રાખવાનો પ્રયાસ કરો. જેથી સ્થિતિઓ અનુકૂળ રહે અને જે કોઇ કાર્યને કરશો તે કાર્યમાં બધાની ભાગીદારી થઇ શકે. સંતાન પક્ષથી ચિંતા મુક્ત થઇ શકો છો.

નેગેટિવઃ- સમજી-વિચારીને કોઇ નિર્ણય લેશો તો સારું રહેશે. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે. કોઇપણ નવું કામ શરૂ કરશો નહીં. કાર્યક્ષેત્રમાં થોડું સરળ રહેવાનો પ્રયાસ કરો.

લવઃ- પ્રેમમાં વધારો થવાની સાથે-સાથે અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે.
વ્યવસાયઃ- રોકાણ કરવા માટે સમય શુભ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમે એક કર્મશીલ વ્યક્તિ છો. તમને આર્થિક લાભ પ્રાપ્ત થવાના સંયોગ બની રહ્યા છે. તમે જેટલો વધારે પ્રયાસ કરશો તેટલી જ તમને સારી સફળતા પ્રાપ્ત થશે. ભાગ્ય તમને સારું સાથ આપી રહ્યું છે.

નેગેટિવઃ-તમને આર્થિક અથવા ધનલાભ પ્રાપ્તિ માટે થોડો તણાવ અનુભવ કરવો પડે તથા લગન અને મહેનત સાથે તમને આ સમયે કાર્ય કરવા પડી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ- આ સમયે તમે પ્રોપર્ટીના ક્ષેત્રમાં રોકાણ કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને તમારી ચિંતા વધી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પારિવારિક મેલજોલથી દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરી શકાય છે. આ તમારી જવાબદારી છે અને તમારું કર્તવ્ય તમને સફળતા તરફ લઇ જઇ શકે છે. સંતાન પક્ષને લઇને પરેશાન ઓછી થઇ શકે છે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ મહત્ત્વપૂર્ણ બેઠક કરશો નહીં. માનસિક અશાંતિ તથા તણાવપૂર્ણ સ્થિતિથી દૂર રહેવાનો પ્રયાસ કરો, જેથી તમને સારો લાભ પ્રાપ્ત થઇ શકે.

લવઃ- આ સમયે દાંપત્ય જીવનને લઇને તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- ભાગ્ય તમને સારું સાથ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સામાજિક માન-સન્માન પ્રાપ્ત થવાની સંભાવના સારી છે. રાજનૈતિક લાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. જો તમે રાજનૈતિક લાભ લેવાનો પ્રયતન્ન કરો છો તો તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- સગા-સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. તમે તમારી જવાબદારીઓને પૂર્ણ રૂપથી પાલન કરવાની કોશિશ કરો. આવેશમાં કોઇપણ કાર્ય કરશો નહીં.

લવઃ- પ્રેમ સંબંધોમાં તમારો પ્રયાસ સફળ રહેશે.
વ્યવસાયઃ- અર્થલાભ પ્રાપ્તિના સારા અવસર પ્રાપ્ત થશે
સ્વાસ્થ્યઃ- કોઇ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહેશે નહીં.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ધન અચલ સંપત્તિના મામલે તમે સારું પ્રદર્શન કરી શકો છો. આ સમયે ધન પ્રાપ્ત થવાની સંભાવના બની રહી છે. જો તમે નોકરી કરી રહ્યા છો અને કોઇ પોઝિશન પ્રાપ્તિનો પ્રયાસ કરી રહ્યા છો તો તે સફળ થઇ શકે છે.

નેગેટિવઃ- આ સમયે દાંપત્ય જીવન પ્રભાવિત રહેશે. ખાસ કરીને પારિવારિક સમસ્યા વધારે થવાની સંભાવના છે.

લવઃ- પ્રેમ સંબંધમાં સારી સ્થિતિ બનશે.
વ્યવસાયઃ- આર્થિક લેણદેણમાં સાવધાની રાખવી જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- માનસિક પરેશાનીઓ વધશે તો તમારી શારીરિક પરેશાનીઓ પણ વધી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- જો તમે વ્યવસાય કરો છો તો વ્યાવસાયિક દ્રષ્ટિથી સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. બહારગામની યાત્રાથી લાભ પ્રાપ્ત થઇ શકે છે. દુશ્મન પક્ષ અનુકૂળ રહેશે. કોઇપણ પ્રકારની વિવાદિત સમસ્યા છે તો તેને ઉકેલવાનો પ્રયાસ આ સમયે કરી શકાય છે.

નેગેટિવઃ- આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે. કામકાજને લઇને વધારે બહારગામ જવાનું થાય અથવા મહેનત વધારે કરવી પડે.

લવઃ- સાથીને ખુશ કરવા માટે થોડી સારી ગિફ્ટ સાથે તેમનો મળવાનો પ્રયત્ન કરો.
વ્યવસાયઃ- ધન અચલ સંપત્તિના મામલે સાવધાની રાખવી.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત આરોગ્યની પરેશાની રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમને સારો અનુભવ પ્રાપ્ત થવાની સાથે-સાથે સારો લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે. સારી સંગતિમાં રહેવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે. જેથી તમને થોડો સારો અનુભવ પ્રાપ્ત થશે. કાર્ય વ્યવસાયની દ્રષ્ટિથી સ્થિતિ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- તમે પોતાને જ કોઇ મોટું નુકસાન પહોંચાડી શકો છો. આજે તમારે ગુસ્સો ઓછો કરવો જોઇએ. કોઇ એવું કાર્ય કરવું નહીં, જેનાથી આગળ જઇને તમને પરેશાની થાય.

લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે.
વ્યવસાયઃ- મકાન કે વાહન ખરીદીના યોગ સારા બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય એકદમ ઠીક રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ધન અચલ સંપત્તિ પ્રાપ્તિના યોગ સારો બની રહ્યો છે. ધન સંચય કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં સફળ થઇ શકો છો. જો તમે નોકરી કરી રહ્યા છો તો નોકરી પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ- તમારી જવાબદારીને પૂર્ણ કરવા માટે તમે તમારા પ્રયત્નો શરૂ રાખો. તમે જિદ્દી સ્વભાવના વ્યક્તિ છો, જેથી તમે જલ્દી જ ગુસ્સામાં આવી જાવ છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ મધુર કરવાનો પ્રયત્ન કરવો.
વ્યવસાયઃ- આર્થિક લાભના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક નુકસાન પણ થઇ શકે છે.

X
daily astrology predictions of 17th October 2019, Bejan daruwalla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી