13 સપ્ટેમ્બરનું રાશિફળ / મિથુન રાશિના જાતકો નજીકના લોકો સાથે આર્થિક વ્યવહાર કરવાનું ટાળે, કર્ક રાશિના લોકોનો સામાજિક દરજ્જો વધશે

daily astrology predictions of 13 September 2019, Bejan daruwalla

Divyabhaskar.com

Sep 13, 2019, 10:12 AM IST

ધર્મ ડેસ્કઃ 13 સપ્ટેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશિ

પોઝિટિવઃ તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોથી સારી સફળતા મળે તેવી સંભાવના છે. જો તમે સ્થાવર મિલકત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને થોડો ફાયદો મળી શકે. તમારા સગા-સબંધીઓ સાથેના સંબંધો પણ સારા રહેશે.

નેગેટિવઃ આ સમયમાં પારિવારિક પરિસ્થિતિ થોડી તણાવપૂર્ણ બની શકે છે. માતાપિતા સાથેના સંબંધો સારા હોઈ શકે છે, પરંતુ માતાપિતાના સ્વાસ્થ્યની ચિંતામાં સતાવી શકે છે. જેના કારણે માનસિક અશાંતિ અને તણાવપૂર્ણ પરિસ્થિતિ રહેશે.

લવઃ પ્રેમ સંબંધને લઈને પરેશાની આવી શકે. મિસ કમ્યુનિકેશનના કારણે એકબીજા સાથે તણાવ પેદા થાય. તેથી, પ્રેમીઓએ એક બીજા પર વિશ્વાસ કરવો જોઈએ અને પરસ્પર સુમેળ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ.

કરિયરઃ જો તમે કોઈપણ કાર્ય વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમારે કોઈ પણ કાર્ય આત્મવિશ્વાસથી જ કરવું જોઈએ તો જ તમને સારા લાભ મળી શકે છે. પૈસા અને સ્થાવર સંપત્તિમાં વધારો થશે.

સ્વાસ્થ્યઃ આજે સ્વાસ્થ્યમાં કોઈ પરિવર્તન આવશે નહીં. જે પરિસ્થિતિ ગઈ કાલે હતી તે જ આજે પણ રહેશે. કારણ કે તમે તમારી જીવનશૈલીમાં કોઈ ફેરફાર કર્યો નથી.

લકી કલર: લીલો
લકી નંબર: 1

---------------

વૃષભ રાશિ

પોઝિટિવઃ જો તમે નોકરી કરો છો અને કોઈ પ્રકારનું રોકાણ કર્યું છે, તો તમને તેનાથી ફાયદો થશે. તમે કોઈની સાથે વ્યવસાય શરૂ કરો એવું પણ શક્ય છે. જેના દ્વારા તમને સારા લાભ મળી શકે અથવા આ મહિનામાં તમને સારો ઓર્ડર મળી શકે છે.

નેગેટિવઃ દુશ્મનોથી સાવચેત રહેવાનો પ્રયત્ન કરો. તમારે તમારા પરિવારના સભ્યોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. તેથી, નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખીને કોઈપણ કાર્ય કરો. પૈસાની આપલે કરવામાં ધ્યાન રાખો.

લવઃ બિનજરૂરી વિવાદ ઊભા થઈ શકે. પરંતુ સાવચેત રહેવું અને એકબીજા પ્રત્યે સારી લાગણી વ્યક્ત કરવાથી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધો સુધરશે.

કરિયરઃ અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. આ સમયે નશીબ પણ તમારો સાથ આપશે. તમારે વિવેક બુદ્ધિ સાથે કોઈ પણ કાર્ય કરવું જોઈએ જેથી તમને તેનાથી સારા ફાયદાઓ મળશે.

સ્વાસ્થ્યઃ તાવ આવી શકે છે, મેલેરિયા થવાની સંભાવના છે. જો ખોરાક સ્વાદહીન અથવા કડવો લાગે તો તરત જ તાબીબ પાસે જાઓ.

લકી કલર: લાલ
લકી નંબર: 7

---------------

મિથુન રાશિ

પોઝિટિવઃ આર્થિક લાભ મેળવવાનો હેતુ પૂરો થઈ શકે. જો તમે પહેલાથી જ કોઈ આર્થિક લાભ મેળવવાનું વિચાર્યું હોય તો તે આ મહિનામાં સફળ થશે. જો તમે વ્યવસાય કરો છો તો તમને વ્યવસાયના દૃષ્ટિકોણથી નફો મળી શકે છે.

નેગેટિવઃ ખાસ કરીને તમારા નજીકના વ્યક્તિઓ અથવા સંબંધીઓ સાથે પૈસાની આપ-લે કરવાનું ટાળો. નહિંતર આ કાર્ય ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલીઓનો પહાડ બની શકે છે. તેથી આ સમયે ક્યાંય પણ રોકાણ કરતા પહેલાં અથવા પૈસા આપતા પહેલા વિચાર કરો.

લવઃ આ સમયમાં જો તમે પ્રિયજનો સાથે તમારા વિચારો શેર કરશો, તો તમને સારો ફાયદો થશે.

કરિયરઃ આ સમયે તમારે જે કરવાનું છે, તેનાથી તમારે ભાગવાની જરૂર નથી. આ સમયે તમારે પોતાના પર વિશ્વાસ કરવો, મહેનતથી ભાગવું નહીં પડે.

સ્વાસ્થ્યઃ આરોગ્યની દ્રષ્ટિએ કફ અને પેશાબ સંબંધિત અથવા હૃદયથી સંબંધિત કોઈ પણ પ્રકારના રોગની સંભાવના છે.

લકી કલર: પીળો
લકી નંબર: 5
---------------

કર્ક રાશિ

પોઝિટિવઃ માતાપિતા સાથેના સંબંધો સારા થશે. કોઈ સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે લાભ મેળવી શકશો. મિત્રોની મદદથી કાર્યક્ષેત્રમાં પદ પ્રાપ્તિ મેળવી શકો છો. સંપત્તિ, સ્થાવર મિલકતના દૃષ્ટિકોણથી સારા નફાની સંભાવના છે.

નેગેટિવઃ કોઈની સાથે બિનજરૂરી રીતે ઝઘડવાનો પ્રયત્ન કરશો નહીં. તમારા માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ બની શકે છે. આ સ્થિતિમાં તમારા માટે સાવચેત રહેવું હિતાવહ છે. નહિંતર કોઈપણ પ્રકારની માનસિક અશાંતિ અને તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

લવઃ આ સમયમાં વિવાહિત જીવનને લગતી પરિસ્થિતિઓ થોડી તણાવપૂર્ણ રહેશે, પરંતુ પરિવાર સાથેના પરસ્પર સુમેળને લીધે જીવનસાથી સાથે પણ સુમેળ વધશે.

કરિયરઃ આર્થિક લાભની સંભાવના છે. તેથી, શક્ય તેટલો પ્રયાસ કરીને સારા ફાયદા લઈ શકો છો. તમે જે કોઈપણ ક્ષેત્રમાં છો તેમાં તમારો મુખ્ય ઉદ્દેશ ધન પ્રાપ્તિનો હોવો જોઈએ. તો વધુ સારી સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ તમને પેટ સંબંધિત કોઈ પ્રકારનો વિકાર આવી શકે. આ સ્થિતિમાં તમારા સ્વાસ્થ્ય વિશે પુરતું ધ્યાન રાખો.

લકી કલર: વાદળી
લકી નંબર: 9

----------

સિંહ રાશિ

પોઝિટિવઃ જો તમે વિદ્યાર્થી છો તો શિક્ષણના દૃષ્ટિકોણથી તમારા માટે સારું રહેશે. જો તમે પરીક્ષા માટે કોઈપણ પ્રકારની તૈયારી અથવા કોઈ કોર્સ કરી રહ્યા છો તો તમને લાભ મળી શકે. સંતાનો અને બાળકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ ગભરાટ અને સમસ્યાઓ સાથે સમય પસાર થશે. તેથી દરેક બાજુથી સાવચેત રહેવાનો પ્રયાસ કરો. પરિવારના દરેક સભ્ય સાથે પારસ્પરિક સુમેળ જાળવવાનો પ્રયાસ કરો. જેથી તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશો.

લવઃ તમારા પ્રિયજનો સાથે મધુર સંબંધ જાળવવાનો પ્રયાસ કરો, જેથી તમે તમારી કામગીરીની સાથે તમામ પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકશો.

કરિયરઃ કારકિર્દીની સ્થિતિ ઘણી સારી રહેવાની સંભાવના છે. જો તમે નોકરી કરો છો અથવા કોઈ પ્રકારનો ધંધો કરો છો, તો દરેક બાજુથી નફો મળવાના સંકેતો છે.

સ્વાસ્થ્યઃ હૃદયરોગમાં વધારો થશે. આ તમારી જીવનશૈલી અને અસંતોષકારક જીવન, તમારા પોતાના પર તમામ પ્રકારના ભાર સહન કરવાની ટેવને કારણે થશે.

લકી કલર: સફેદ
લકી નંબર: 5
--------------

કન્યા રાશિ

પોઝિટિવઃ તમે મૂંઝવણ અનુભવતા વ્યક્તિની માફક વર્તન કરશો. હિંમત અને બહાદુરીની સાથે તમારે તમારા મનને એકાગ્ર કરવાની અને કોઈપણ કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરવાની હિંમત રાખવી પડશે. હંમેશાં નેતૃત્વની ઇચ્છા રાખવાની સાથે તમે સારી સ્થિતિની તૃષ્ણામાં વધારો કરશો.

નેગેટિવઃ જીવનસાથીના સહાયોગ ઘરેલું કામમાં સફળતા મેળવશો. બહારની મુસાફરી અને અન્ય કાર્યોમાં પણ જીવનસાથીનો સહયોગ મળશે. તેથી તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવવા તમારા માટે ફાયદાકારક રહેશે.

લવઃ વધુમાં વધુ સમય પ્રેમ સંબંધમાં રહેવા અને પરિસ્થિતિઓને આગળ વધારવા માટે પ્રયત્ન કરો. હંમેશાં તમારા પ્રિયજનને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. આમ કરીને તમે પણ સારું અનુભવશો.

કરિયરઃ ઉતાવળ અથવા ગુસ્સમાં કરાયેલા કાર્યોના કારણે તમને નુકસાન થઈ શકે. આ સ્થિતિમાં તમારા માટે આ સમયે કાળજીપૂર્વક કામ કરવાનું વધુ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે. ખાંસી નહીં, પેટમાં કોઈ ગરબડ નહીં. આ નવી રીતો અથવા નવી સારવાર પદ્ધતિનાં આશ્ચર્યજનક પરિણામો હોઈ શકે છે.

લકી કલર: બદામી
લકી નંબર: 7
-----------------

તુલા રાશિ

પોઝિટિવઃ ભાઇઓ, સંબંધીઓ અને તમારા પ્રિય મિત્રોનો સહયોગ મળે તેવી સંભાવના છે. કેટલાક શુભ કાર્ય પણ પૂર્ણ થવાની શક્યતા છે. ઘર પરિવારમાં પ્રગતિ જોવા મળે. કોઈપણ કાર્ય હિંમત અને ઉત્સાહથી કરવાનો પ્રયાસ કરો.

નેગેટિવઃ તમે જિદ્દી સ્વભાવના વ્યક્તિ છો તેની સાથે તમે એક જવાબદાર વ્યક્તિ પણ છો, તો પછી કોઈપણ કાર્ય જવાબદારીથી કરવાનો પ્રયાસ કરો. જોકે કામને વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયત્નમાં કેટલાક નુકસાન અથવા પરેશાનીઓ ભોગવવી પડી શકે છે.

લવઃ પરસ્પર પ્રેમ વધશે. યાદ રાખો કે ટોચ પરથી ક્યાંય પડી ન જાઓ. પ્રેમની ઊંચાઈને હેન્ડલ કરવા માટે તમારે ખૂબ કાળજીપૂર્વક પ્રયત્ન કરવા પડશે.

કરિયરઃ તમારા પોતાના પર વિશ્વાસ રાખી નિર્ણય કરો, તમારા પોતાના નિર્ણયથી કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા ધરાવતા હોવાથી, તમને સમય જતાં તેનો લાભ પણ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ખાસ કરીને માતાપિતા અને બાળકોનું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે.

લકી કલર: લાલ
લકી નંબર: 8
----------------

વૃશ્ચિક રાશિ

પોઝિટિવઃ તમે સામાજિક સ્તરે માન-સન્માન મેળવવાની સાથે સમાજ સેવાના કાર્યમાં અગ્રેસર રહેશો. તમારી સ્થિરતા જાળવીને આગળ વધવાનો પ્રયાસ કરો. આ ગુણના કારણે આ સમયે તમને સામાજિત સ્તરે લાભની પ્રાપ્તિ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે.

નેગેટિવઃ સંતાન પક્ષ તરફથી સ્થિતિ થોડી તણાવપૂર્ણ રહી શકે છે. પરંતુ એકબીજાના સામાંજસ્યથી દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન થઈ જશે. તેથી પોતાના ઉપર ભરોસો રાખો અને પરિવારના સભ્યો ઉપર પણ વિશ્વાસ કરો.

લવઃ જીવનસાથી સાથે મધુર સંબંધો રાખવાથી તમામ પ્રકારની સમસ્યાઓ હલ કરવામાં મદદ મળશે. ખાસ કરીને તમારી પોતાની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. એકબીજાનો સારો સપોર્ટ રહેશે.

કરિયરઃ સ્થાવર મિલકતના કિસ્સામાં ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિઓ આવી શકે છે, અથવા એવી સંભાવના છે કે તમે કેટલીક સ્થાવર મિલકત મેળવવાનો પ્રયાસમાં મુશ્કેલી અનુભવાય.

સ્વાસ્થ્યઃ શારીરિક સ્વાસ્થ્ય બરાબર રહેશે, માનસિક સ્વાસ્થ્ય થોડું સંભાળવું પડશે. બધી બાબતોને તમારા મગજ લેશો નહીં. સકારાત્મક ઉર્જા વાળા વાતાવરણમાં રહેવાનું પસંદ કરો.

લકી કલર: કિમરીજ
લકી નંબર: 3
------------------

ધન રાશિ

પોઝિટિવઃ તમે જે ક્ષેત્રમાં કાર્ય કરો છો તેમાં તમને સફળતા મળશે. કામકાજને લઈને પરિસ્થિતિ વણસી શકે છે, પરંતુ કામકાજ સંબંધિત લાભ પ્રાપ્ત થવાના અવસર પણ દેખાઈ રહ્યા છે.

નેગેટિવઃ આર્થિક સ્થિતિને કારણે કોઈ મોટી સમસ્યાઓ ઊભી થવાની કોઈ સંભાવના નથી. નાની સમસ્યાઓ આવી શકે છે. તેથી, આ સમસ્યાઓનો સામનો કરવા માટે સજાગ રહેવું એ તમારા માટે સારો ઉપાય છે.

લવઃ પ્રેમીઓએ એકબીજા સાથે સંપર્કમાં રહેવું અને એક બીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો વધુ સારું રહેશે. આ મહિનામાં લગ્ન જીવનને લગતી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. બહારની મુસાફરી પણ થઈ શકે છે.

કરિયરઃ સ્થાવર મિલકત તેમજ સબંધીઓ સાથે સારા સંબંધ રાખવાનો પ્રયત્ન કરો તો અને સારા પૈસા મળશે. એવું થઈ શકે છે કે કેટલીકવાર અમુક પ્રકારના પૈસાથી વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ ક્રોધ અને ઉતાવળ એ ખૂબ જ ખરાબ બાબત છે. તેથી તમારા ભલા માટે તમામ પ્રકારની સમસ્યાઓ સાથે સમાધાન કરવું સારું રહેશે.

લકી કલર: સિલ્વર
લકી નંબર: 7
------------------

મકર રાશિ

પોઝિટિવઃ જો તમે ધંધો કરો છો તો તમે વ્યવસાયિક દ્રષ્ટિએ વૃદ્ધિ કરશો. પોતાના પર વિશ્વાસ રાખીને કોઈપણ કાર્યને સફળ બનાવવાનો પ્રયત્ન કરો. આ સમયમાં તમારું નસીબ પણ તમને ટેકો આપશે.

નેગેટિવઃ શત્રુઓ પર પ્રભુત્વ મેળવી શકશો, પરંતુ આ સમયે તમારે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું સારું રહેશે. અમુક પ્રકારની પૂર્વજોની સંપત્તિ પ્રાપ્ત થાય તેવું પણ શક્ય છે. જો કે, તમારે તે પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ પ્રેમ સંબંધને લઈને તમે ખુશ મિજાજમાં રહેશો. તમને તમારા પ્રિયજનોનું સંપૂર્ણ સમર્થન મળી શકે છે, પછી ભલે તે પ્રેમ પ્રણયની બાબતમાં હોય કે અન્ય કોઈ બાબતમાં, સંપૂર્ણ સમર્થન મળવાની સંભાવના છે.

કરિયરઃ હિંમત અને પરાક્રમને કારણે પદ-પ્રાપ્તિનો સંયોગ સરસ બની રહ્યો છે. આ સમયમાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે.

સ્વાસ્થ્યઃ શારીરિક નુકસાન સહન કરવું પડી શકે છે. આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણ સભાનતા કેળવવી પડશે.

લકી કલર: નારંગી
લકી નંબર: 6
---------------

કુંભ રાશિ

પોઝિટિવઃ જો તમે નોકરી કરો છો, તો પદ પ્રાપ્ત કરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. બહારની મુસાફરી અને બહારના કામ સંબંધિત ક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે. આર્થિક લાભ માટે સારી તકો રહેલી જો તમે કોઈ કામ પ્રત્યે ગંભીર છો, તો સફળતા પણ સારી રહેશે.

નેગેટિવઃ આર્થિક મામલે તમારા માટે સારું રહેશે. આ સમય દરમ્યાન, કામકાજના કારણે તમારા જીવનમાં વધુ તણાવ આવી શકે છે અને ભાગદડની સ્થિતિ વધુ હોઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં તમને સારા ફાયદા મળી શકે છે.

લવઃ પ્રેમ સંબંધો અનુકૂળ રહેશે. તમે તમારા પ્રિયજનો સાથે ક્યાંક બહાર જવાના હેતુઓ પૂરા કરી શકશો અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ સફળ થઈ શકે છે.

કરિયરઃ તમે તમારા કાર્યક્ષેત્રમાંથી સારા પૈસા કમાવામાં સફળ થઈ શકો છો. જો તમે ક્યાંક કામ કરો છો, તો પછી તમે અમુક પ્રકારના રોકાણનો અભિગમ પણ અપનાવી શકો છો, તેનાથી તમને સારા ફાયદા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સામાન્ય સ્થિતિમાં રહેશે. શક્ય છે કે, તમારે પેટ સંબંધિત અથવા હૃદય સંબંધિત શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનો.

લકી કલર: કાળો
લકી નંબર: 9
----------------

મીન રાશિ

પોઝિટિવઃ હિંમત અને ઉત્સાહથી કરવામાં આવેલ કાર્યો આ સમયે સારા લાભ મેળવવાના સંકેતો દર્શાવે છે. તેથી કોઈ પણ કાર્ય પોતાના પર વિશ્વાસ રાખીને કરવાનો પ્રયાસ કરો. શક્ય તેટલી સખત મહેનતથી ભાગશો નહીં. કાર્ય અંગે સક્રિય બનવાનો પ્રયત્ન કરો.

નેગેટિવઃ કોઈ મહત્વપૂર્ણ અથવા મંગળ કાર્યો કરવામાં તમારા માટે પ્રતિબંધ રહેશે. તમારા સાથીદારો પર પણ વિશ્વાસ કરવાનો પ્રયાસ કરો, તમારામાં વિશ્વાસ રાખો અને સાથે મળીને કોઈપણ કાર્યને વધુ સારી દિશા આપવાનો પ્રયાસ કરો.

લવઃ જો પ્રેમી તરફથી કોઈ પણ પ્રકારની પરસ્પર મૂંઝવણ કે તણાવ હોય તો તે સાથે મળીને દૂર કરી શકો છો. બિનજરૂરી મતભેદને કારણે તમારા સંબંધોને બગાડવાનો પ્રયાસ ન કરો.

કરિયરઃ જો તમે વ્યવસાયના દૃષ્ટિકોણથી થોડું વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છો, અને તમે કાર્યને વધુ સારી દિશા આપવાનો પ્રયાસ કરશો રહ્યાં છો તો તે તમારા માટે સારું રહેશે. કારણ કે આ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે. તમે લાભ મેળવવામાં પણ સફળ થઈ શકો છો.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સંદર્ભે કોઈ પ્રકારની ઇજા થવાની સંભાવના છે. લોહીથી સંબંધિત કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા થઈ શકે. તમારા નજીકના લોકોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ ન કરો.

લકી કલર: લીલો
લકી નંબર: 5

X
daily astrology predictions of 13 September 2019, Bejan daruwalla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી