20 જુલાઈનું રાશિફળ / મિથુન રાશિના લોકો માટે પ્રગતિના નવા રસ્તા ખૂલશે, સિંહ રાશિના જાતકોને ધનલાભ થવાનો યોગ છે

Daily astrology predictions 20 July

Divyabhaskar.com

Jul 19, 2019, 05:09 PM IST

ધર્મ ડેસ્ક : 20 જુલાઈ, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

મેષ રાશિ -

પોઝિટિવ - આજે ઘરમાં સંપત્તિને લઈને કોઈ વિવાદમાં પડવું નહીં. તમારા હકનું સરળતાથી મળી જશે. તમારી જવાબદારીને નજર અંદાજ કરવી નહીં. વધુ પડતી ભાવૂકતાને કારણે મૂડ બદલાય શકે છે.

નેગેટિવ - તમારી ભાવનાઓ પર કાબુ રાખો નહીં તો એવી મનઃ સ્થિતિમાં લીધેલા નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. મિત્રો સાથે વધુ પડતો સમય ગાળશો તો પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે.

પરિવાર - લગ્નજીવન સારું રહેશે.

લવ - કોઈના પ્રત્યે અહોભાવ હોય તો તેને પ્રગટ કરી શકો છો પરંતું તેને અભિવ્યક્ત કરવામાં આત્મસન્માન સાથે કોઈ સમજૂતિ કરવી નહીં.

કરિયર - તમારા કૌશલ્યમાં કોઈ ખોટ નથી. પરંતુ કામ પર ફોકસ કરવાની જરૂર છે. ટૂંક સમયમાં પ્રગતિ થવાના એંધાણ છે.

હેલ્થ - ભીડ વાળા વિસ્તારોમાં જવાનું ટાળો. સ્વચ્છ પાણી પીવું. પોતાના માટે સમય કાઢો.

ઉપાય - બદામનું તેલ વાપરવું.

........................

વૃષભ રાશિ -

પોઝિટિવ - મનમાં અસંતોષ અને નકારાત્મક વિચારોના પગલે પરેશાની વધી શકે છે. તેમાંથી મુક્ત થવાનો સૌથી સારો ઉપાય કામમાં વ્યસ્ત રહેવું. જે બાબતમાં તમને રસ પડતો હોય તે કામથી દિવસની શરૂઆત કરો. રચનાત્મક વિચારોને વાસ્તવિકતામાં ઢાળવાનો પ્રયાસ કરવો. આજે કોઈપણ કામની શરૂઆત કરવા માટે સારો દિવસ છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. પ્રવાસનો યોગ છે. કોઈપણ કામની શરૂઆત કરવા માટે આજે સારો દિવસ છે.

નેગેટિવ - તણાવની સ્થિતિ બનશે. આવી સ્થિતિમાં સાવધાની રાખવી. કામમાં મન લાગશે નહીં. ખોટું બોલવું નહીં.

પરિવાર - અંગત જીવનમાં પણ આનંદ અનુભવશો.

લવ - સંબંધોમાં કોઈ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. પરિસ્થિતિ તમારા પક્ષે રહેશે.

કરિયર - નવા વિચારોથી કામ કાજમાં લાભ થશે. પ્રગતિ થવાનો યોગ છે.

હેલ્થ - તબિયત સારી રહેશે. જૂની બિમારીમાંથી મુક્તિ મળશે. મનોબળ મબજૂત હોવાથી તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો.

ઉપાય - ભોજનમાંથી એક રોટલી ગાય માટે કાઢવી.

................................

મિથુન રાશિ -

પોઝિટિવ - આજનો દિવસ તમારા માટે સારો છે. જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખૂલશે. તેને સ્વીકારવામાં મોડૂં કરશો નહીં. તમારી યોગ્યતા પર શંકા કરશો નહીં. પોતાનામાં વિશ્વાસ રાખો જરૂર સફળતા મળશે. વડીલોની સલાહને અવગણશો નહીં પરંતુ તમારા નિર્ણય ઉપર પણ અડગ રહેવું.

નેગેટિવ - તમારી આસપાસ રહેલી નકારાત્મક ઊર્જાથી પ્રભાવિત થશો નહીં. કપૂરનો ધૂપ કરવાથી ઘર અને મનમાં નકારાત્મક ઊર્જા નહીં આવે.

પરિવાર - પ્રિયજન સાથે આજે વધૂ સમય વિતાવશો.

લવ - વ્યક્તિત્વ ખીલી ઉઠશે જેનાથી સંબંધો વધુ ગાઢ બનશે. પોતાના માટે થોડો સમય કાઢી લેવો.

કરિયર - વડીલોની સલાહ પછી જ નવું કામ શરૂ કરો. નવા ધંધા માટે પ્રસ્તાવ આવી શકે છે.

હેલ્થ - જો કોઈ રોગથી પરેશાન છો તો તેના ઉપાય માટે તણાવથી દૂર રહો. કોઈ સારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

ઉપાય - ઘરમાં કપૂરનો ધૂપ કરો

...........................

કર્ક રાશિ -

પોઝિટિવ - આજે મનમાં થોડો તણાવ રહેશે. પરિસ્થિતિ અનુકૂળ નહીં રહે જેના કારણે નુકશાન થાય તેની સ્થિતિ નિર્માણ પામશે. કોઈ મહત્વનો નિર્ણય લેવો નહીં. યોગ્ય સમયની રાહ જોવી. બીજાની વાતોથી પ્રભાવિત થવું નહીં. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પૂજાપાઠ અને મેડિટેશન, ધ્યાન ધરવાનું નિયમિત ચાલુ રાખો.

નેગેટિવ - છેલ્લા કેટલાક સમયથી ચાલતી સમસ્યાને લઈને માનસિક તણાવ વધી શકે છે. જોકે ટૂંકમાં તેનું નિવારણ આવી જશે.

પરિવાર - પતિ-પત્નીના સંબંધો સારા રહેશે.

લવ - સંબંધોમાં તમારા નજીકના લોકોનું મહત્વ સમજો. તેમની જરૂરીયાત પણ પૂરી કરવી. કોઈના પ્રત્યે મનમાં અહોભાવ હોય તો તેને અભિવ્યક્ત કરવાની જરૂર નથી.

કરિયર - કાર્યક્ષેત્રમાં તમારા વિચારો ખુલીને વ્યક્ત કરો. આઝે નવો કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા તેને સ્વીકારવાનો યોગ્ય સમય છે. તમારા વિચાર પર અડગ રહેશો તો નુકશાન થવાની શક્યતા છે.

હેલ્થ - તબિયત સાધારણ રહેશે. કોઈ રોગથી પીડાતા હો તો તેના ઉપાયમાં કચાસ રાખવી નહીં. થોડો વધુ સમય તેની પાછળ કાઢવો.

ઉપાય - બહેનને મીઠાઈ ખવડાવવી.

..........................

સિંહ રાશિ -

પોઝિટિવ - તમારા જીવનમાં પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી જેટલી તમે વિચારો છો. તમારા કોઈ અંગત વ્યક્તિના દ્રષ્ટિકોણથી તમારી જાતને જોવાનો પ્રયત્ન કરશો તો કંઈક નવું દેખાશે. તમારી જરૂરિયાતો પુરી કરવા માટે પરેશાન થવાની જરૂર નથી. સરળતાથી જરૂર પૂરી થઈ શખે છે. જીવનમાં ખુશી લાવવા માટે નવા રસ્તા વિચારી શકો છો. બીજા વિશે પણ વિચારી શકો. દરેક વખતે લેવડ - દેવડની દ્રષ્ટિએ જોવું નહીં.

નેગેટિવ - પરીવાર અને પૈસા સાથે જોડાયેલી બાબતને ગુપ્ત રાખવી. તમારી મુશ્કેલી વધી શકે છે. કામમાં મન લાગશે નહીં. જરૂર પડે તો કોઈ બદલાવ માટે સંકોચ કરવો નહીં. વાહનથી સંભાળવું. તમારા શોખ ઉપર કાબૂ રાખવો. તમારો વ્યવાહર કડક રહેશે. નજીકના લોકો તમારાથી નારાજ થશે.

પરિવાર - જીવનસાથી સાથે ખુલીને વાત કરી શકશો.

લવ - પ્રિય પાત્રને સમજાવવાનો પ્રયાસ કરશો તો જૂની સમસ્યાઓનો હલ પણ આવશે. કુંવારા લોકોએ આજે મહત્વનો નિર્ણય લેવો નહીં. યોગ્ય સમયની રાહ જૂઓ.

કરિયર - કામકાજમાં આજે કોઈ બાબતે સમાધાન કરશો નહીં. તમને જે યોગ્ય લાગે તે કરવું. ધનલાભ થવાનો યોગ છે.

હેલ્થ - તબિયત સંભાળવી. નિયમિત ચેકઅપ માટે ડૉક્ટર પાસે જઈ શકો છો. કોઈની વાતને મન પર લેવી નહીં. કારણ કે તેનાથી સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે.

ઉપાય - ભગવાન સૂર્યની ઉપાસના કરવી.

............................

કન્યા રાશિ -

પોઝિટિવ - આજનો દિવસ તમારા માટે સારો છે. કોઈ નવું કામ પણ શરૂ કરી શકો. પરિસ્થિતિ અનુકૂળ છે પરંતુ તેમાં બેદરકારી દાખવશો તો નુકશાન થઈ શકે છે. દાન કરવું પણ એવી વ્યક્તિને કરવું જેને ખરેખર જરૂર હોય. તમારી સલાહ ઘણા લોકોને કામ આવી શકે છે એટલે કોઈ સારી વાત કરવામાં સંકોચ અનુભવશો નહીં.

નેગેટિવ - ધારેલું કામ પૂરું કરવામાં સમય લાગી શકે છે. કોઈ કામ માટે પહેલ કરવામાં સંકોચ ન કરો. વિચાર્યા વગર કોઈના ઉપર વિશ્વાસ ન કરવો. આજે નુકસાન પણ થઈ શકે છે. આત્મવિશ્વાસ ઓછો થશે. થાક પણ લાગશે.

પરિવાર - પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

લવ - તમારા જીવનમાં કોઈ નવયુવાન સ્વાવલંબી બની રહ્યું છે અને જવાબદારી ઉઠાવવા માટે તૈયાર થશે. તેને સાથ આપવો.

કરિયર - તમારા કામથી બોસ ખુશ થશે અને તમારી સલાહની પ્રસંશા પણ કરશે. સહકર્મીઓ પાસેથી પણ સહયોગ મળશે.

હેલ્થ - સ્વાસ્થ્ય સારું રહેશે. સારી દિનચર્યા સાથે ખાવા-પીવામાં પણ પુરતું ધ્યાન રાખવું. ચૂક થશે તો રોગનો ભોગ બની શકો છો.

ઉપાય - માતાજીને મહેંદી ચઢાવવી.

........................

તુલા રાશિ -

પોઝિટિવ - આજે તમે એવા કામ માટે પ્રયાસ કરશો જેનાથી તમારા જીવનમાં અનેક જૂના patterns બંધ થશે. તમારું જીવ ધોરણ યોગ્ય દિશામાં પ્રગતિ કરશે. દોડધામને પગલે ઘણી વખત લોકો પોતાના લક્ષ્યને ભૂલી જતા હોય છે. આજે તે લક્ષ્યને જાણવાનો પ્રયાસ કરશો અતે તે દિશામાં આગળ વધશો. જો આર્થિક પાસું નબળું હોય તો તે પણ સુધારા પર આવશે. પોતાનામાં વિશ્વાસ રાખવો.

નેગેટિવ - જવાબદારીઓના કારણે કામમાં અવરોધ આવી શકે છે. કોઈને ઉધાર પૈસા આપવા નહીં. અમુક બાબતમાં તમને મૂંઝવણ રહેશે. ચિંતા વધશે. વિવાદમાં પડવું નહીં. જૂના દુશ્મનો મુશ્કેલી વધારશે. ધારેલા કામ પૂરા ન થવાના કારણે મૂડ ખરાબ થઈ શકે છે.

પરિવાર - પતિ-પત્નીના સંબંધો મધુર બનશે.

લવ - પરિવાર સાથે સંય વિતાવશો. સંબંધોમાં વધુ મીઠાસ આવશે. તમારા વિચારોને અડગ રાખજો.

કરિયર - નવો ધંધો શરૂ કરવાનું વિચારતા હોય તો આ યોગ્ય સમય છે. ધન લાભ થવાનો યોગ છે.

હેલ્થ - વિચારો ડગમગશે તો શરીરમાં બિમારી હાવી થઈ શકે છે.

ઉપાય - પાર્ટનરને પાન ખવડાવવું.


.......................

વૃશ્ચિક રાશિ -

પોઝિટિવ - આજે મનમાં તણાવભરી સ્થિતિ રહી શકે છે. મનમાં ઘણા વિચારો આવશે પરંતુ તેના ઉપર કામ નહીં કરી શકો જેથી મૂંઝવણ અનુભવાશે. બીજા પર વિશ્વાસ કરતાં શીખો. કોઈ વાત પર એટલા અડગ ન રહેશો જેનાથી તમારા સ્વાસ્થ્ય અને મનની શાંતિ તથા સંબંધોમાં કોઈ નકારાત્મક અસર વર્તાય. સકારાત્મક વિચારો ઉપ વધુ ધ્યાન આપો.

નેગેટિવ - તમારા માટે ચંદ્રમાની સ્થિતિ સારી નથી. રોમાન્સની બાબતમાં અવરોધ આવશે. દરેક કામ સાવધાનીપૂર્વક કરવા. તમારા પૈસા અટવાઈ શકે છે. સંબંધોમાં સ્થિતિ પડકારજનક બનશે.

પરિવાર - સંબંધોમાં સાચવવું. પાર્ટનરની ભાવનાનું સન્માન કરવું.

લવ - નકારાત્મકતાને કારણે સંબંધોમાં તણાવ વધી શકે છે. કારણ વગર કોઈના ઉપર શક કરવો નહીં.

કરિયર - કામના સ્થળે સહ કર્મીઓ સાથે કોઈ વાતને લઈને તણાવ વધી શકે છે. તમારા વિચારો પોઝિટિવ રાખો નહીંતો તેનાથી નુકશાન થઈ શકે છે.

હેલ્થ - સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. કોઈ જૂની બિમારીમાંથી બહાર આવવા માટે શરીર અને મન બંનેને જરૂર છે.

ઉપાય - સાથે કામ કરનાર વ્યક્તિને ચટપટી વસ્તુઓ ખવડાવવી.

..........................

ધન રાશિ -

પોઝિટિવ - આજે તમારા કામમાં આચાનક અવરોધ આવી શકે છે. જેના પગલે કામ પુરૂં થવામાં વિલંબ થઈ શકે છે. ઉતાવળ કરશો નહીં અને કોઈ વાત ઉપર અડગ પણ રહેવું નહીં. આવું કરવાથી નુકશાન થઈ શકે છે. સમય પ્રમાણે કામ આપોઆપ થશે. કામમાં ધ્યાન આપી નકામી ચિંતાથી દૂર રહો. કોઈ વડીલની સલાહ લેવાની જરૂર જણાશે.

નેગેટિવ - સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું. થાક લાગશે. કંઈક નવું કરવાથી લાભ થશે. સંભાળીને રહેવું નહીંતર નુકસાન થઈ શકે છે. આળસના કારણે પરેશાની વધશે. કામમાં મન લાગશે નહીં. માતાનું ધ્યાન રાખવું. વાહન સંભાળીને ચલાવવું.

પરિવાર - ઘરમાં લાગણી દૂભાઈ શકે છે. જોકે પછી સંબંધ સામાન્ય થઈ જશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.

લવ - સંબંધોમાં કોઈ બાબતે ઉતાવળ કરવી નહીં. ખાસ કરીને લગ્ન સંબંધિત નિર્ણયો લેવામાં મુશ્કેલી આવી શકે છે.

કરિયર - વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. કંઈક નવું શીખવા મળશે. શીખવાની ધગસ રાખવી પડશે.

હેલ્થ - આજે થોડો વ્યાયામ કરી લો. રોગમાંથી મુક્તિ મળશે. કોઈ સારવારમાં ઊતાવળ કરશો નહીં.

ઉપાય - કોઈ કાંટાવાળા છોડને તાંબાના લોટાથી પાણી પાવું.

.........................

મકર રાશિ -

પોઝિટિવ - જૂની મુશ્કેલી દૂર થશે. મૂડ સારો થશે. કાર્યમાં પ્રગિત થશે. જૂના રોકાણથી ફાયદો થશે. મન પ્રસન્ન રહેશે. ઉદાર રહેશો. પરીવારના સભ્યની મદદથી ધનલાભ થશે. પરીવારમાં કોઈને પૈસા આપી શકો છો. પસંદગીના કામમાં મિત્રો સાથે વ્યસ્ત રહેશો.

નેગેટિવ - આજે મનમાં ખચકાટ અનુભવાશે. જેવું તમે વિચારતા હતા તેવી પરિસ્થિતિ નહીં હોય. તેના કારણે મુશ્કેલી અનુભવાશે. તેની અસર તબિયત ઉપર પડી શકે છે. તેથી તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરવો. ભગવાન પર વિશ્વાસ રાખવો અને જે થાય તે સારા માટે જ થાય છે તેવું વિચારી આગળ વધો. તમને તમારી મહેનત અને ઈમાનદારીનું ફળ મળશે.

પરિવાર - તમારો દિવસ સારો રહેશે. પાર્ટનરનો પ્રેમ અને સહકાર મળશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.

લવ - આજે તમારા સ્વભાવને આઈડિયલ રાખશો નહીં. તમારા પ્રિયજનના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો. કુંવારા લોકોએ આજે કોઈ મહત્વનો નિર્ણય લેવો નહીં.

કરિયર - તમારી કામ કરવાની પદ્ધતિને સમય મુજબ બદલતા રહો. પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ શકે છે. સંયમ જાળવી રાખો.

હેલ્થ - સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઈ રોગ પરેશાન કરી શકે છે. અલ્ટરનેટીવ સારવાર જેવી કે, રેકી, પ્રાણિક હિલિંગ, ક્રિસ્ટલ વગેરેનો લાભ લઈ શકાય.

ઉપાય - મની પ્લાન્ટને પાણી પાવું.

.....................

કુંભ રાશિ -

પોઝિટિવ - આજનો દિવસ સાધારણ રહેશે. કોઈ વાતને લઈને પરેશાની વધી શકે છે પરંતુ તેમાં ટૂંકમાં હલ આવી શકે છે. તમારી ખામીના બદલે ખૂબી ઉપર ધ્યાન આપો. વાતાવરણની નકારાત્મકતાથી બચો. માત્ર સારી બાબતો ઉપર ધ્યાન આપો. કોઈ તમને નીચા દર્શાવવાનો પ્રયાસ કરે તો તેનાથી પ્રભાવિત થયા વગર તમારા ઉપર ભરોસો રાખો.

નેગેટિવ - વિચારીને વાતચીત કરવી. બોલવામાં ધ્યાન રાખવું. ચંદ્રમાની સ્થિતિના કારણે તમે પરેશાન રહેશો. તમારો સ્વભાવ ઉગ્ર રહેશે. મનમાં ચાલી રહેલી ચિંતાઓ ઉપર ધ્યાન આપવું. ઈજા થવાનો યોગ બની રહ્યો છે. મોટો નિર્ણય કરવાથી બેચવું.

પરિવાર - જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

લવ - તમારા આત્મસન્માનને ક્યારેય દુઃખ ના પહોંચાડો. જો કોઈ એવું કરે તો તેનાથી દૂર થઈ શકો છે.

કરિયર - તમારા કામમાં નવા વિચારો આવશે. જેનાથી તમારા કામની દિશા બદલાઈ શકે છે.

હેલ્થ - પોતાના ઉપર ધ્યાન આપો. પોતાના માટે પણ થોડો સમય કાઢવો

ઉપાય - કિડિયારું પૂરવું.

..................................

મીન રાશિ -

પોઝિટિવ - પોતાના વ્યવસાયમાં અને જીવનમાં તાલે મેળ લાવવા માટે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. તબિયતની પણ પુરતી કાળજી રાખવી. નહીંતો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતાં રોગનો ભોગ બની શકો છો. આ પરિવર્તનમાં મૂંઝવણ અનુભવી શકો છો. જોકે તેનાથી પરેશાન થવાની જરૂર નથી.

નેગેટિવ - સાવધાનીથી કામ કરવું. વધારે પડતા ઉત્સાહના કારણે કામ બગડી શકે છે. ધાર્યા પ્રમાણે સફળતા મળશે નહીં. મૂડ ખરાબ થઈ શકે છે. મનમાં અશાંત રહેશે. ગુસ્સાના કારણે કામ બગડી શકે છે.

પરિવાર - પરિવાર સાથે બહાર ફરવાનો યોગ બની શકે છે.

લવ - કોઈ સંબંધોમાં અડચણ આવી હોય તો તેમાં આગળ વધવાનો પ્રયાસ કરવો તમારા માટે યોગ્ય રહેશે.

કરિયર - આત્મવિશ્વાસ સાથે નવા કામ માટે પગલાં ભરી શકો છો. સફળતા જરૂર મળશે. નાની નાની વાતોને નજર અંદાજ કરી શકો છો. માત્ર તમારા લક્ષ્ય ઉપર નજર રાખો.

હેલ્થ - સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પ્રયત્નશીલ રહેશો તો જૂની બિમારીમાંથી બહાર નીકળી શકો છો.

ઉપાય - કિસમિસનું પાણી પીવું.

X
Daily astrology predictions 20 July
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી