19 જુલાઈનું રાશિફળ / સિંહ રાશિના જાતકો નવા કામનું આયોજન કરી શકે, કન્યા રાશિના લોકો માટે જવાબદારી વધી શકે છે

Daily astrology predictions 19 July

Divyabhaskar.com

Jul 18, 2019, 09:05 PM IST

ધર્મ ડેસ્ક : 19 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા.

મેષ રાશિ -

ધૈર્ય રાખો. વિચારેલા કામ પૂર્ણ થશે. આજે તમારી તબિયત સાથે જવાબદારીનું પણ ખાસ ધ્યાન રાખજો. ભાવનાઓ હાવી થઈ શકે છે. ઉત્સાહમાં વધારો થશે. આત્મવિશ્વાસ પણ વધશે. કાયદાકીય બાબતોને લગતા દસ્તાવેજ પર સહી કરવામાં ધ્યાન રાખવું. બિઝનેશ પાર્ટનર સાથે સમજી વિચારીને આગળ વધવું. આજે નવું વાહન ખરીદવાનો યોગ છે. મોટી સમસ્યાનું પણ આઝે નિરાકરણ આવી શકે. મકાન-જમીન-પ્લોટ ખરીદવાનો પ્રયત્ન સફળ થઈ શકે.

નેગેટિવ - તમારો ગુસ્સો પ્રેમી અથવા જીવનસાથી ઉપર કાઢવાનો પ્રયાસ કરવો નહીં. નકામા વિવાદોથી દૂર રહો. વધુ મહેનતના કારણે થાક અનુભવાશે. કેટલીક ચેલેન્જ તમારી સામે આવી શકે.

પરિવાર - જીવનસાથી સાથે ફરવાની તક છે.

લવ- પ્રેમી સાથે સારો સમય વિતાવશો. આપનો દિવસ સારો રહેશે.

કરિયર - ધંધા માટે સામાન્ય સમય રહેશે. રોકાણ કરવું ફાયદામાં રહેશે. મેડિકલ ક્ષેત્રનાં વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પરીક્ષામાં સફળતા મળશે.

હેલ્થ - થોડો માથાનો દુઃખાવો રહેશે. સ્વાસ્થ્યને લઈને કોઈ મોટી સમસ્યા નથી.

ઉપાય - કોઈપણ ફ્રુટ જ્યુસમાં થોડું મીઠું નાખીને પીવું.

----

વૃષભ રાશિ -

પોઝિટિવ - આજે આત્મવિશ્વાસ વધુ રહેશે. નાણાં બાબતે નવો પ્રયોગ કરવાનો વિચાર મનમાં આવી શકે છે. આજે ઉત્સામાં કોઈ બાબતે નાણા રોકવામાં ઊતાવળ કરવી નહીં. ધંધા અને ભાગીદારીના કિસ્સામાં એક- એક ડગલું આગળ વધશો. આવક થવાની સાથે સારું પદ પણ મળી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા પદમાં લાભ થવાના યોગ છે. શુભચુંતકો સાથે વધુ સમય વિતાવશો. નોકરી-ધંધામાં આગળ વધવાની તક છે. લેખન કાર્ય તરફ મન બની શકે છે.

નેગેટિવ - એક સમાન ભાગીદારી વાળા ધંધામાં તમારી સામે સવાલો ઊઠી શકે છે. કેટલાક લોકો ખુલ્લો વિરોધ પણ કરી શકે છે, તમારી વાતને સાચી સાબિત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. તમારો વિચાર બીજા ઉપર થોપવાનો પ્રયાસ કરવો.

પરિવાર - પાર્ટનરનો સહયોગ અને પ્રેમ મળી રહેશે.

લવ - પ્રેમીઓ માટે શુભ દિવસ છે. કેટલીક સમસ્યાનો હલ આવી શકે છે.

કરિયર - સરકારી કર્મચારીઓ માટે દિવસ સારો છે, અધિકારીઓનો પણ સહયોગ મળશે.

સ્વાસ્થ્ય - પેટ સંબંધિત રોગ થઈ શકે છે. મસાલેદાર ખાવાનું ટાળો.

ઉપાય - ગણેશજીને જનોઈ ચઢાવો.
---

મિથુન રાશિ-


પોઝિટિવ - આજે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. નાણા સાથે જોડાયેલી બાબતોમાં ફાયદો થવાની શક્યતા. મન પર નિયંત્રણ રાખવુ. આક્રમક થતાં પહેલાં ધ્યાન રાખવું. મનની બેચેનીને શાંત રાખવી. કામમાં કોઈ નજીકની વ્યક્તિની મદદ મળી શકે.

નેગેટિવ - નોકરી અને ધંધા સંદર્ભે કોઈ નવો વિચાર આવશે જે કોઈ સાથે શેર કરવો નહીં. આપની કોઈ અંગત વાત સાર્વજનિક થઈ શકે છે. નાની -મોટી ઈજા થવાનો પણ સંભવ છે. કોઈ કામમાં ઉતાવળ કરશો નહીં. તમારાજ નજીકના લોકો હાવી થવાનો પ્રયાસ કરશે.

પરિવાર - ઘર પરિવારની સ્થિતિ નકારાત્મક થઈ શકે છે. કોઈના પ્રત્યે આકર્ષણ વધે તો ભાવનાઓ પર કાબુ રાખવો. શાબ્દિક રીતે જાહેર કરવો નહીં.

લવ - જીવનસાથીને સમય આપવો. નજીકમાં ફરવા જઈ શકો છો. કેટલાંક લોકો પ્રેમનો એકરાર કરી શકે છે.

કરિયર - સમજદારીના પગલે ધંધામાં ફાયદો થવાનો યોગ છે. ફાર્મસીના વિદ્યાર્થીઓને મહેનત કરતાં સારા ફળ મળવાની આશા.

હેલ્થ - સ્વાસ્થ્ય બાબતે મિથુન રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

ઉપાય - એક ટીપું ગંગાજળ માથામાં લગાવવું.

----

કર્ક રાશિ -

પોઝિટિવ - નાણા બાબતે સુધારો આવે તેવો યોગ છે. નોકરિયાતો અને ધંધા વાળા લોકોએ ધૈર્યથી કામ લેવું. આપ - લે અને રોકાણનો હિસાબ કરી લેવો. નવી જગ્યાએ નાણા રોકવાનો યોગ છે. ચન્દ્રમા ગોચર કુંડળીના સાતમા ભાવ પર રહેશે. જેનાથી તમને ફાયદો થઈ શકે છે. ધંધો આગળ ધપાવવા માટે મનમાં સારા વિચારો આવશે. ધંધામાં સહયોગી તરફથી સાથ સહકાર મળશે. રૂટિન કામોથી ફાયદો થઈ શકે છે.

નેગેટિવ - કામ કરતા વધુ બોલવાનું ટાળો. કોઈ વાતને લઈને મન ભટકી શકે છે. રોજિંદા કામો અને તમારી જવાબદારીમાં ધ્યા આપવામાં પરેશાની આવી શકે છે. લોકો તમારાથી ખોટી રીતે પરેશાન થઈ શકે છે. જરૂરી કામ અધુરા રહી શકે છે.

પરિવાર - પરિવારમાં કંકાસની સ્થિતિ આવી શકે છે.

લવ - પાર્ટનર સાથે અણબનાવ બની શકે છે. ગુસ્સા પર કાબુ રાખવો.

કરિયર - વેપારમાં નવી યોજનાઓ બની શકે છે. લેણ-દેણ કરવામાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને ધાર્યુ પરિણામ ન પણ મળે.

ઉપાય - સૂર્યને કરેણના ફૂલ ચઢાવવા

----

સિંહ રાશિ -

પોઝિટિવ - વાતચીત કરવાની તમારી છટાથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. સીધી વાત કરવી તમારા માટે લાભદાયક બનશે. નવા કામકાજનું આયોજન થઈ શકે છે. પ્રેમ-પ્રસંગ શરૂ થઈ શકે છે. ભાગીદારીના કામમાં સહી કરતા પહેલાં એક વખત કામ સારી રીતે જોઈ લેવું.

નેગેટિવ - પરિવાર અને નાણાં સાથે જોડાયેલી સમસ્યા સામે આવશે. આજે કેટલાંક કામને લઈને મૂંઝવણ અનુભવાશે. ગભરામણ અનુભવાશે. પાડોશીએ અને સંબંધીઓ સાથે મનદુઃખ થવાની સંભાવના છે. કેટલાંક લોકો તમારી વાત સાંભળશે નહીં. મન પર કાબુ રાખજો નહીં તો કામ બગડી શકે છે. ખર્ચ પણ વધશે. વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો.

પરિવાર - જીવન સાથી સાથે સંબંધ સુધરશે.

લવ - પાર્ટનર સાથે દિવસ પસાર કરશો. પાર્ટનર પાસેથી માન અને પ્રેમ બંને મળશે.

કરિયર - કાર્યક્ષેત્રમાં વિવાદ થવાની શક્યતા છે. નોકરી અને ધંધામાં સંભાળીને નિર્ણય લેવો. બિઝનેસને લગતો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે.

હેલ્થ - માનસિગ અશાંતિ અનુભવાશે. તણાવ પણ રહેશે. થાક અને આળસના કારણે પરેશાની વધશે.

ઉપાય - લાલ કપડામાં કેવડાનું અત્તર લગાવીને હનુમાનજીને ચઢાવવું.

---
કન્યા રાશિ -

પોઝિટિવ - આજે ચન્દ્રમા ગોચર કુંડળીના પાંચમા ભાવમાં રહેશે. જેનાથી આજે તમારી જવાબદારી વધી શકે છે. જવાબદારી ગંભીરતાથી લેવી. આસપાસના લોકો તમારી પ્રસંશા કરશે. મકાન અથવા તો કામના સ્થળમાં ફેરફાર કરવાનો પણ વિચાર આવશે. નાણાંને લગતી બાબતો ઉપર વિચાર કરવો જરૂરી રહેશે. કેટલાંક મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. મનોરંજન માટે વધુ સમય ફાળવશો.

નેગેટિવ - રોજબરોજના કામમાં થોડો સંઘર્ષ કરવો પડશે. મોટું જોખમ ખેડવા માટે આ સમય યોગ્ય નથી. કોઈ નવું વિચારવાની જરૂર નથી. નાણાં રોકવામાં સાવધાની રાખવી.

પરિવાર - પરિવારના સભ્યો અને બાળકો આપની પાસેથી મોટી અપેક્ષા રાખશે. જીવનસાથી તરફથી મદદ મળશે.

લવ- કન્યા રાશિના અપરિણિત લોકોને લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. દિવસ પણ સારો રહેશે.

કરિયર - ધંધો કરતા લોકો માટે ફાયદો અપાવે તેવો સમય છે. રોકાણનો પણ ફાયદો થશે. ઈજનેરો માટે મહેનત કરવાનો સમય છે.

હેલ્થ - રૂટિન ચેકઅપ કરાવી લેવું. શ્વાસને લગતી અથવા સિઝનલ બિમારી થવાનો સંભાવ. સાવધાન રહેવું.

ઉપાય - વિરોધી પાત્રને મીઠાઈ ખવડાવવી.
----

તુલા રાશિ -

પોઝિટિવ - ઘણા લોકો તમારી પાસેથી કામની આશા રાખશે. જેટલી વિનમ્રતાથી બીજા સમક્ષ વાત મૂકશો તેટલો વધુ ફાયદો થશે. સાથે કામ કરતા લોકોમાંથી કોઈ એક ઉપર આજે નિર્ભરતા વધી શકે છે. મનોરંજનનો કાર્યક્રમ બની શકે છે. પોતાના માટે સમય કાઢવાનો પ્રયત્ન કરવો. તમામ કામો સારી પેઠે ચાલશે. સમય આવતાં મદદ પણ મળી શકે છે.

નેગેટિવ - આજે તમારી ગેરસમજ વિવાદ ઊભો કરી શકે છે. તમારી પીઠ પાછળ કોઈક લોકો યોજના બનાવી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોએ સંભાળીને રહેવું. તમારા તરફથી સંભાળીને વ્યવહાર કરવો. નોકરી અને ધંધા સાથે જોડાયેલી વાતો પરેશાન કરી શકે છે. વધુ નાણા અથવા ક્રેડિટ કાર્ડ સાથે લઈને નીકળવું નહીં. આજે થોડા આક્રમક બની શકો છો. ખર્ચ વધવાનો યોગ છે.

લવ - પાર્ટનર સાથે સમય વિતાવશો. નજીકમાં ફરવાનો પણ યોગ છે.

કરિયર - આવક વધવાનો યોગ છે. ખર્ચ પણ વધુ થઈ શકે છે. ઓફિસ અથવા ફિલ્ડમાં સાથે રહેતા લોકો પાસેથી મદદ મળવાનો યોગ છે. કેટલાંક વિદ્યાર્થીઓ થાક અનુભવશે.

હેલ્થ - તબિયત ઉપર ધ્યાન આપવું. પેટ સંબંધિત બિમારીઓ થઈ શકે છે.

ઉપાય - છાસમાં મસુરની દાળ લગાવીને તેને પાણીમાં વહેવડાવી દેવા

-------

વૃશ્ચિક રાશિ -

પોઝિટિવ- આવક વધી શકે છે. આજે તમારા વિચારોને સમજવાનો પ્રયત્ન કરવો. ધીમે ધીમે આગળ વધવું,જેથી તમને સફળતા પ્રાપ્ત થશે. મનની વાત કોઈની સાથે શેર ન કરવી.આવક વધારા માટે નવા ઉપાય કે આઈડિયા મળી શકે છે. સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહેશે.

નેગેટિવ- ધ્યાન રાખવું. તમારા કાર્ય પર કોઈ વ્યક્તિ ધ્યાન રાખશે. ખોટો દેખાવ કરવાથી દૂર રહેવું. કોઈની સાથે વાદ-વિવાદમાં ન પડવું. પોતાના વિચારો મનમાં જ રાખવાં. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. વ્યસનોથી દૂર રહેવું.

લવ- લવ લાઈફ માટે દિવસ સામાન્ય રહેશે. જીવનસાથી સાથે વિવાદ થવાનો યોગ છે. સાવધાન રહેવું.

કરિયર- નોકરી કરતા લોકો માટે દિવસ સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. શારીરિક સમસ્યા સર્જાય શકે છે.

હેલ્થ- તમારા સ્વાસ્થ્ય માટે દિવસ સારો નથી. પેટ ખરાબ થઈ શકે છે અને માનસિક તનાવ વધી શકે છે.

ઉપાય- મંદિરમાં પૂજારીને પીળી મીઠાઈ, હળદર અને જનોઈનું દાન કરવું.

-----
ધન રાશિ -

પોઝિટિવ- કરિયર બદલવાનાં વિચારો આવશે. આજે બનાવેલી યોજનાથી તમને સારું પરિણામ મળશે. લોકોનો સાથ-સહકાર મળી રહેશે. મકાન ખરીદવાની ઈચ્છા હશે તો તે પૂરી થશે. મકાન-ભૂમિ, પ્લોટ સંબંધી કામ પૂરા થશે. નવા લોકો સાથે મિલન-મુલાકાત થશે. કરિયરમાં આગળ વધવા માટે નવી તકો ઉભી થશે.

નેગેટિવ- ખર્ચા વધશે. પોતાની આદતો સુધારવી. મિત્રો, પ્રિયજન અને સંબંધીઓની સાથે પૈસાને લઈને વિવાદ થઈ શકે છે. પોતાની વાણી પર નિયત્રંણ રાખવાનો પ્રયત્ન કરવો. આજે થોડી બેચેની અનુભવાશે. તેમજ ખોટી જગ્યાએ ખોટી વાત કરી શકો છો.

લવ- દિવસની શરૂઆત સામાન્ય રહેશે. કોઈ પણ વાતને લઈને જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. જો કે સમાધાન થઈ જશે.

કરિયર- રોકાણ કરતી વખતે સાવધાની રાખવી. અમુક કામમાં તમારે વધારે મહેનત કરવી પડશે.

હેલ્થ- માતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પોતાની તબિયતનું ધ્યાન રાખવું.

ઉપાય- પોતાના કરતા મોટી ઉંમરની વ્યક્તિને દહીં અથવા ક્રીમ ખવડાવવી.

------
મકર રાશિ -

પોઝિટિવ- અધિકારીઓનો સહકાર મળી શકે છે. બિઝનેસમાં કંઈક નવું કરવાની ઈચ્છા થાય. કોઈ પણ વ્યક્તિની સાથે લાંબી અને કામની વાતચીત થઈ શકે છે.
મીઠી વાણીથી તમારા મોટાભાગના કાર્ય પૂરા થશે. ગ્રહો પણ સલાહ આપી રહ્યા છે કે તમારે શાંત રહેવું. આવક સામાન્ય રહેશે. તમારું પરાક્રમ વધી શકે છે. ભાઈનો સાથ-સહકાર મળશે.

નેગેટિવ- પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો. કોઈ ઝઘડો કે વિવાદ સર્જાય શકે છે. ઉતાવળમાં નુકસાન થઈ શકે છે.

લવ- પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થઈ શકે છે. દાંપ્તય જીવન સુખમય રહેશએ. લાઈફ પાર્ટનર પર ખર્ચ વધશે.

કરિયર- આર્થિક રીતે દિવસ શુભ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય ખરાબ રહેશે.

હેલ્થ- પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

ઉપાય- વડના પાન પર કાજલ લગાવીને પાણીમાં વહેવડાવી દેવાં
-----

કુંભ રાશિ -

પોઝિટિવ- કાર્યમાં કંઈક નવુ કરવાનો વિચાર આવી શકે છે. કોઈ એવી વાત અથવા પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારા વિચારોમાં બદલાવ
આવશે. તમારું મન અને મસ્તિષ્ત બંને સક્રિય રહેશે. કોઈ મોટી સફળતા પ્રાપ્ત થવાનો યોગ છે. મિત્રો મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. પ્રવાસ જવાનો યોગ બની શકે છે.

નેગેટિવ- ઉત્સાહમાં આવીને કોઈ વાતને નજરઅંદાજ ન કરવી. દિવસની શરૂઆતમાં તમે વ્યસ્ત રહેશો. ગુસ્સો આવે તો તેના પર કાબૂ રાખવો. પ્રેમ સંબંધમાં વિખવાદ થઈ શકે છે. દલાલીનું કામ કરનારને નુકસાન થઈ શકે છે. પૈસાનું નુકસાન અને વધારાનો ખર્ચ વધશે.

લવ- પાર્ટનરના વ્યવહારથી સાવધાન રહેવું. એકદમ પ્રતિક્રિયા આપવાથી દૂર રહેવું. તમારો સંબંધ તૂટી શકે છે.

કરિયર- કોઈપણ પ્રકારની ડિલ કરવી નહીં. ઉધાર પૈસા તમને પાછા મળી શકશે. વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે ત્યારે પરિણામ મળશે.
હેલ્થ- બિમારીમાંથી મુક્તિ મળશે. સ્વાસ્થ્ય પહેલાં કરતા સારું રહેશે.

ઉપાય- એક કપ પાણીમાં થોડી હળદર નાખીને પીપળાના ઝાડ પર ચઢાવવું.

-----------

મીન-

પોઝિટિવ- આત્મવિશ્વાસ વધશે. ઓફિસમાં કેટલાંક મહત્વના કામ કરી શકશો. યોજનાઓની સાથે સાથે તમારે મહેનત કરવી પડશે તો સફળતા મળશે.ધીરજ રાખવી. પ્રેમ પ્રસંગની શરૂઆત થઈ શકે છે. હસી ખુશીમાં દિવસ પસાર કરી શકાશે. અધૂરા કામ પૂરા કરી શકાશે. કોઈ ખાસ વ્યક્તિની વાત સાંભળવી અને તે પ્રમાણે કાર્ય કરવું. નોકરી અને ધંધામાં સફળતા મળશે.

નેગેટિવ- જુની વાતો અથવા વિચારોથી દુઃખી થઈ શકે છે. તમારો મૂડ ખરાબ રહેશે. ચિંતા વધી શકે છે. આ રાશિના લોકો ડિપ્રેશનમાં આવી શકે છે. પોતાની જાતને સંભાળવી. સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરવો.

કરિયર - ઓફિસ અથવા ફિલ્ડમાં વિવાદ થઈ શકે છે. ઉગ્ર થવાથી બચવું. નવી યોજનાઓ ઘડવાથી ફાયદો થઈ શકે છે. મહેનત મુજબ ફળ મળશે. મેડિકલ ક્ષેત્રનાં વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

ફેમિલિ - જીવનસાથી ભાવુક થઈ શકે છે.

લવ - પાર્ટનરની ભાવનાઓનું માન જાળવો કરો.

હેલ્થ - સ્વાસ્થ્ય બાબતે આપનો દિવસ શુભ રહેશે.

ઉપાય - ચોખામાં સિંદુર ભેળવીને હનુમાનજીને ચઢાવો.

X
Daily astrology predictions 19 July
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી