વાર્તા :
મુંબઈમાં એક વૃદ્ધ મહિલા રોડ પર પોટલું લઈને ઊભા હતા. તે સમયે મુંબઈને બોમ્બે કહેવામાં આવતું હતું. આ વૃદ્ધ મહિલા રસ્તા પરથી આવતા-જતા લોકો પાસેથી મદદ માંગી રહ્યા હતા કે કોઈ પોટલું માથા પર રાખી દે.
કોઈ પણ વ્યક્તિ આ વૃદ્ધ મહિલાની મદદ માટે તૈયાર ના હતું. થોડા સમય બાદ એક પૈસાદાર સજ્જન વ્યક્તિ પસાર થઇ રહ્યો હતો. ત્યારે આ વૃદ્ધ મહિલા તેમની પાસે પણ મદદ માંગવા જતા હતા પરંતુ તે બોલી શકયા ન હતા.
પરંતુ તે સજ્જન વ્યક્તિ સમજી ગયા કે, આ મહિલા કંઈક કહેવા માંગે છે પરંતુ કહી શકતા નથી. આ સજ્જન વ્યક્તિએ વૃદ્ધ મહિલાને પૂછ્યું તો કહ્યું કે, કોઈ પોટલું મારા માથા પર રાખી દે, હું ઘણા લોકોને કહી ચુકી છું, પરંતુ કોઈએ મારી મદદ કરી નહીં. તમને કહેવામાં પણ ડર લાગી રહ્યો હતો.
ત્યાં સુધીમાં આ સજ્જને નીચે નમીને પોટલું ઊંચક્યું અને વૃદ્ધ સ્ત્રીના માથા પર મૂકી દીધું. ઘણા લોકો ઉભા રહીને અને બંનેને જોતા રહ્યા. લોકોએ આ સજ્જનને ઓળખી લીધા હતા કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે છે.
રાનડેજીએ લોકોને કહ્યું કે, 'પહેલાં તો તે એક મહિલા છે અને બીજું તે વૃદ્ધ પણ છે. સ્ત્રીઓ પુરુષો કરતાં ચડિયાતી છે, કારણ કે તેમની પાસે સર્જન કરવાની ક્ષમતા હોય છે. તેમની પાસે ગર્ભાશય છે, જ્યાં તેઓ સુંદર બોજો સહન કરે છે અને સંતાન પેદા કરે છે. આપણે તેમને મદદ કરવી જોઈએ.'
આ વાતો સાંભળીને ત્યાં ઉભેલા લોકોનું માથું શરમથી ઝૂકી ગયું હતું. આ એ જ ગોવિંદ રાનડેજી હતા, જેમણે વિધવા પુનર્વિવાહ અને મહિલા શિક્ષણ પર ઘણું કામ કર્યું હતું. આ ઘટના લગભગ 130 વર્ષ જૂની છે. રાનડેની પત્ની રમાબાઈની ઉંમર નાની હતી અને ઓછું ભણેલા હતા. તેમણે રમાબાઈને વાંચવા માટે ખૂબ પ્રેરણા આપી હતી. રાનડેના અવસાન પછી તેમની પત્ની રમાબાઈએ જ તેમનું કાર્ય આગળ ધપાવ્યું હતું.
બોધ
રાનડેજીએ આપણને શીખવ્યું છે કે સમાજમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ ન હોવો જોઈએ. સ્ત્રીઓને આદર આપવો જોઈએ અને આદરથી જોવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.