પરંપરાનો પ્રારંભ:શા માટે પ્રગટાવાય છે દીવા, જાણો દીવાનું પૌરાણીક, ઐતિહાસીક, જ્યોતિષીય મહત્વ

એક મહિનો પહેલા

દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દિપ જ્યોતિ જનાર્દન

દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે

દિવાળી એવુ પ્રકાશમય પર્વ છે તે આપણા જીવનનો અંધકાર દૂર કરે છે.. એટલ જ તો દિવાળી દીવા વિના અધૂરી મનાય છે.. પણ શું તમને ખબર છે કે દીવા કરવા પાછળ કારણ શું છે... તો આજે તમને જણાવીશું દીવા સાથે જોડાયેલી પૌરાણિક, ઐતિહાસીક અને વાસ્તુ સંબંધિત બાબતો.

દીપ અથવા દીવો માનવ સંસ્કૃતિ સાથે હજારો વર્ષોથી વણાયેલ છે. પુરાતત્વશાસ્ત્રીઓને ભારતવર્ષના સૌથી પ્રાચીન દીવાનાં કોડીયા મોહેંજો ડેરોના અવશેષોમાંથી મળી આવેલા છે. તો રામાયણ અનુસાર રાવણનો વધ કરી રામ જ્યારે સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત આવ્યા તો સૌ અયોધ્યાવાસીઓએ તેમના સ્વાગતમાં પોતાના ઘરોને દીવડાથી સજાવ્યા હતા.. આમ ત્રેતાયુગથી માંડીને આજના કળિયુગ સુધી દીવા એટલે કે દીપક પ્રગટાવવાની પરંપરા એટલી જ શ્રદ્ધાથી અનુસરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં અગ્નિને પવિત્ર માનવામાં આવે છે.

એક માન્યતા અનુસાર દિવાળી પર્વમાં એક માન્યતા પ્રમાણે આકાશમાં વિહરતા દેવી લક્ષ્મી દિવડાના પ્રકાશથી પ્રસન્ન થઈ જે તે પરિવાર પર આશીર્વાદ વરસાવે છે. જ્યાં મા લક્ષ્મીની કૃપા થાય ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થાયી થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ યમની દિશા કહેવાતી દક્ષિણ દિશામાં પણ લક્ષ્મીનો વાસ હોય છે. ધનસંબંધિત સમસ્યાથી મુક્તિ માટે દક્ષિણ દિશામાં તલના તેલનો દીવો કરવો જોઈએ. પરિવાર વારંવાર ઝઘડા, કંકાશથી મુક્તિ માટે સવારે-સાંજે મુખ્ય દ્વાર પર તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...