શનિ જયંતી સોમવારે / શનિને ક્રૂર ગ્રહ કેમ માનવામાં આવે છે? અમુક ટેવો શનિના ડરને દૂર કરી શકે છે

Why is everyone scared of Shani

divyabhaskar.com

May 30, 2019, 10:59 AM IST

ધર્મ ડેસ્ક : 3 જૂનને સોમવારના રોજ શનિ જયંતિ છે. જ્યોતિષમાં શનિને ક્રુર ગ્રહ માનવમાં આવે છે. શનિની ઢૈયા, સાડાસાતી અને શનીની મહાદશાથી લોકો ડરે છે. જોકે જ્યોતિષ માને છે કે શનિ કારણ વગર કોઈને પરેશાન કરતો નથી. શનિના પ્રકોપમાંથી બચવા માટે પૂજા-પાઠનો સહારો લેવો જરૂરી નથી. વ્યક્તિ પોતાની આદતોમાં પણ બદલાવ લાવીને શનિના ખરાબ પ્રભાવને દૂર કરી શકાય છે.


શા માટે શનિને ક્રુર ગ્રહ માનવામાં આવે છે


જ્યોતિષ શાસ્ત્રમાં શનિને શ્રમ, ન્યાય, ગરીબ, મજૂરવર્ગનો ગ્રહ માનવામાં આવે છે. તેને સેવકનું પદ મળેલું ચે. આ કારણે શનિને આળસ, અન્યાય અને ગરીબ મજૂરવર્ગના શોષણનો વિરોધી માનવમાં આવે છે. શનિ શ્રમનો પ્રધાન છે એટલા માટે તે પોતાના પ્રભાવમાં આવનાર વ્યક્તિને વધારે મહેનત કરાવે છે. શનિને ક્રુર એટલા માટે માનવામાં આવે છે કારણ કે તે આળસ અને અન્યાય વિરુદ્ધ પોતાનું ખરાબ પરિણામ આપે છે. ખરાબ કામ કરનારને તેનું પરિણામ આપવું તે શનિનું કામ છે. એટલા માટે શનિને ક્રુર ગ્રહ માનવમાં આવે છે.

શું બદલાવ કરવાથી શનિ સારું ફળ આપે છે?


જો તમે શનિની ઢૈયા, સાડાસાતી કે મહાદશાથી પરેશાન છો, પૂજા-પાઠ અને ઉપાયોથી રાહત મળી નથી તો તમારે તમારી અમુક આદતોમાં બદલાવ કરવાની જરૂર છે.


1. શરીરમાં પગ અને પરસેવામાં શનિનો વાસ હોવાનું માનવામાં આવે છે. પગ ચાલે એટલે કે શ્રમ કરતા રહો. શરીરમાં પરસેવો નિકળતો રહેશે. રાત્રે ઊંઘતા પહેલા સ્નાન કરવાની ટેવ રાખો.


2. તમારાથી નાના કર્મચારી કે મજૂર સાથે ખરાબ વ્યવહાર કરવાનું બંધ કરવું જોઈએ. તેને સહકાર આપો અને સન્માન કરો.


3. ગરીબોની સહાયતા કરવી. ગરીબ બાળકોને ભણવામાં મદર કરવી.


4. કામને ટાળવાની ટેવ છોડી દેવી. જે પણ કામ હોય તેને પ્રાથમિકતાના આધારે પૂરું કરો.


5. પરિસ્થિતિથી ડરવાનું છોડી દેવું. કોઈ પણ સંકટ સામે લડવાની તૈયારી રાખો. કોઈ પણ પરિસ્થિતિમાંથી ભાગશો તો તે વધારે પરેશાન કરશે.


6. પૈસાના વ્યવહારમાં અને રોકાણ કરવામાં સાવધાન રહેવું.

X
Why is everyone scared of Shani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી