આપણે જ્યારે પણ નવું અને મોટું કામ કરવું હોય તો ઘરના વડીલોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. વડીલોના અનુભવ, આશીર્વાદ, સલાહ અને માર્ગદર્શનથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. એટલા માટે મહાભારત યુદ્ધ પછી શ્રીકૃષ્ણએ પાંડવોને ભીષ્મ પિતામહ પાસે જ્ઞાન લેવાની સલાહ આપી હતી.
મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું. યુધિષ્ઠિર એ વાતથી ખૂબ જ દુઃખી હતા કે તેમને પોતાના જ પરિવારના લોકોને મારીને યુદ્ધ જીત્યું છે. યુધિષ્ઠિર રાજા બનવાના હતાં, પરંતુ તેમનું મન ખૂબ જ વિચલિત હતું. એ વખતે શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે તમે રાજા બનવાના છો. રાજાએ દરેક ક્ષણે સંઘર્ષ કરવો પડતો હોય છે. જો તમે એવું વિચારી રહ્યાં હોવ કે રાજા બન્યા પછી તમે સુખ જ સુખ મેળવશો, તો આ વાત સાત્ય નથી. રાજા બનવું તે એક મોટી જવાબદારી છે. રાજધર્મનું પાલન કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. તમે બધા ભાઈ અને દ્રોપદી મારી સાથે ચાલો, આપણે ભીષ્મ પિતામહ પાસે જઈએ.
શ્રીકૃષ્ણની સાથે બધા પાંડવો ભીષ્મની પાસે પહોંચી ગયા. શ્રીકૃષ્ણએ ભીષ્મ પિતામહને નિવેદન કર્યું કે તેઓ પાંડવોને રાજધર્મનું જ્ઞાન આપે, જેથી તેઓ પોતાનો રાજપાઠ સારી રીતે ચલાવી શકે.
ત્યારબાદ શ્રીકૃષ્ણની વાત માનીની ભીષ્મ પિતામહે પાંડવોને રાજધર્મનું જ્ઞાન આપ્યું. ભીષ્મ પિતામહના જ્ઞાનની મદદથી જ યુધિષ્ઠિરે રાજપાઠ ચલાવ્યો.
જીવન પ્રબંધન
આ કિસ્સામાં શ્રીકૃષ્ણ આપણને શીખ આપી રહ્યાં છે કે જ્યારે પણ આપણે મોટા કામની શરૂઆત કરીએ, ત્યારે આપણે વડીલોના આશીર્વાદ અને સલાહ જરૂર લેવા જોઈએ. એમ કરવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ અને પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવી શકીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.