ધન-સંપત્તિ અને સુખ-સુવિધાઓ હોવા છતાં પણ શાંતિ નથી મળતી. તેનું કારણ અશાંત મન છે. પરંતુ મન નકામા વિચારોમાં ગુંચવાયેલું રહે તો આપણે ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત નથી કરી શકતાં. શાંતિ કેવી રીતે મળી શકે? આ વિશે ચીની દાર્શનિક કન્ફ્યૂશિયસનો એક કિસ્સો ખૂબ જ પ્રચલિત છે.
જ્યારે ચીનમાં અલગ-અલગ રાજ્યો બની ગયા હતા. એ વખતે લોકો એક-બીજા ઉપર આક્રમણ કરતાં રહેતાં હતાં. એ સમયગાળામાં કન્ફ્યૂશિયસનો જન્મ થયો હતો. તેઓ ખૂબ જ વિદવાન હતાં. એને લીધે લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને જતાં હતાં.
એક દિવસ ચીનના દાર્શનિક કન્ફ્યૂશિયસની પાસે એક વ્યક્તિ આવી અને બોલી કે મારી પાસે સુખ-સુવિધાઓની દરેક વસ્તુ છે, હું પોતાનું કામ ખૂબ જ સાવધાનીથી કરું છું, સ્વાસ્થ્ય પણ સારું રહે છે, પરંતુ મારું મન શાંત નથી. મહેરબાની કરીને તમે મને જણાવો કે મને શાંતિ કેવી રીતે મળી શકે.
કન્ફ્યૂશિયસે એ વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો કે એક વાત કહો કે તમે જુઓ અને સાંભળો કેવી રીતે છો, કંઈ વસ્તુનો સ્વાદ કેવી રીતે પારખો છો?
એ વ્યક્તિએ જવાબ આપ્યો કે હું આંખોથી જોઉં છું, કાનોથી સાંભળું છું અને જીભથી સ્વાદ લઉં છું.
આ વાત સાંભળીને કન્ફ્યૂશિયસ બોલ્યા કે આપણે આંખોથી જોઈએ છીએ, એના કરતાં અનેકગણા વધુ મનથી જોઈએ છીએ. મન કાનોથી વધુ સાંભળે છે અને જીભ કરતાં મન વધુ સ્વાદ લે છે.
જ્યાં સુધી આપણું મન આ ત્રણ કામ કરતું રહેશે, આપણે શાંત નહીં રહી શકીએ. સૌથી પહેલાં મનને કાબૂ કરવું જોઈએ. આપણે માત્ર આંખોથી જોવાની ટેવ પાડવી જોઈએ, જીભને જ સ્વાદ લેવા દો, કાનથી માત્ર સાંભળો. આપણે મનને આ ત્રણ કામથી અલગ રાખવું જોઈએ. ત્યારે આપણું મન શાંત રહી શકે છે.
કન્ફ્યૂશિયસની શીખ
જ્યાં સુધી આપણું મન આમ-તેમ નકામી વાતોમાં ભટકતું રહે છે, આપણે શાંત નથી રહી શકતાં. એટલા માટે મનને નકામી વાતોથી દૂર રાખો અને મનને એકાગ્ર કરો, ત્યારે જ આપણને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.