શ્રીકૃષ્ણની અર્જુનને શીખ:જ્યારે પણ નિર્ણયો લો, ભવિષ્યમાં પ્રાપ્ત થનારા પરિણામ વિશે એકવાર જરૂર વિચાર કરી લો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામ પૂરું થશે કે નહીં, જીવનમાં સુખ મળશે કે નહીં, એ બધુ આપણા દ્વારા કરવામાં આવેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. આપણે નિર્ણય લેતી વખતે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા પરિણામ ઉપર પણ વિચાર કરીએ તો ભૂલો થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. મહાભારતમાં શ્રીકૃ્ણએ અર્જુનને આ વાત સમજાવી હતી.

મહાભારતના સમયે એક ખાંડવ વન હતું. આ વનમાં અર્જુનને લીધે આગ લાગી ગઈ હતી. વનમાં મયાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો. આગને લીધે મયાસુરના પ્રાણ સંકટમાં પડી ગયા, ત્યારે અર્જુને તેનો જીવ બચાવ્યો હતો.

અર્જુનના ઉપકારને માનીને મયાસુરે કહ્યું તમે આ આગથી મને બચાવ્યો છે, આ ઉપકારના બદલામાં હું તમારી માટે કંઈક કરવા ઈચ્છું છું. તમે જ કહો, હું તમારી માટે શું કરી શકું?

મયાસુરે આગળ કહ્યું કે હું દાનવોનો શિલ્પી છું. હું પણ વિશ્વકર્માની જેમાં જ નિર્માણકામ કરું છું. શિલ્પવિદ્યામાં પારંગત છું. તમે મને કોઈ કામ બતાવો.

અર્જુને કહ્યું કે આ સમયે મને તમારી કોઈ જરૂરિયાત નથી, પરંતુ શ્રીકૃષ્ણ ઈચ્છે તો તેઓ તમને સેવાની તક આપી શકે છે. એકવાર તમે તેમને વાત કરો.

મયાસુર શ્રીકૃષ્ણની પાસે પહોંચ્યો. એ વખતે અર્જુને વિચાર્યું કે શ્રીકૃષ્ણ પણ મયાસુરને કોઈ કામ નહીં બતાવે, પરંતુ શ્રીકૃષ્ણએ થોડીવાર વિચારીને કહ્યું કે તું પાંડવો માટે સુંદર અને વિશાળ મહેલ બનાવ. મહેલ એવો હોવો જોઈએ એને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત રહી જાય.

આ વાત સાંભળીને અર્જુને આશ્ચર્ય થયું, પરંતુ મયાસુરે યુધિષ્ઠિર સાથે વાત કરીને એક વિશાળ અને સુંદર મહેલ બનાવ્યો. ત્યારે અર્જુનને સમજાયું કે શ્રીકૃષ્ણ જે પણ નિર્ણય લે છે, તે ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ લે છે.

શ્રીકૃષ્ણની શીખ

આ પ્રસંગમાં શ્રીકૃષ્ણએ અર્જુનને શીખ આપી છે કે આપણે જે પણ નિર્ણયો લઈએ છીએ, તેની માટે ભવિષ્યનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. જો આપણે ભવિષ્યમાં થનારા ફાયદા-નુકસાનનું આંકલન કરીને કોઈ નિર્ણય લઈએ તો ભૂલો થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. આવા નિર્ણયો જીવનમાં સુખ-શાંતિ લાવે છે.