ફાયદા / તાંબાની વીંટી પહેરવાથી બ્લડ પ્રેશર અને પેટની બીમારીમાં રાહત મળે છે, શરીરની ગરમી ઓછી થાય છે

ddivyabhaskar.com

May 15, 2019, 01:24 PM IST
Wearing a copper ring provides relief in blood pressure and abdominal disorders, decreases the body's heat

ધર્મ ડેસ્ક- તાંબાની વીંટી અને ઘરેણાં પહેરવાની પરંપરા પ્રાચીનકાળથી ચાલતી આવે છે. આ સસ્તી ધાતુ છે અને તેના અનેકગણાં ફાયદા છે. જ્યોતિષમાં નવ ગ્રહો વિશે જણાવાયું છે અને બધા ગ્રહોની અલગ-અલગ ધાતુ છે. ગ્રહોના રાજા સૂર્ય છે અને મંગળને સેનાપતિ માનવામાં આવે છે. સૂર્ય અને મંગળની ધાતુ તાંબુ છે. હિન્દુ ધર્મમાં સોનું, ચાંદી અને તાંબુ આ ત્રણ ધાતુઓ પવિત્ર માનવામાં આવી છે. એટલા માટે પૂજા-પાઠમાં આ ધાતુઓનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. તે સિવાય ઘણા લોકો તેની વીંટી બનાવીને પણ પહેરે છે.

માનસિક તણાવ ઓછો થાય છે અને મન શાંત રહે છે-

1-આયુર્વેદ પ્રમાણે ભોજન કરવા માટે તાંબાના વાસણોનો ઉપયોગ કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. એવા જ લાભ તાંબાની વીંટી પહેરવાથી પણ પ્રાપ્ત થાય છે. તાંબાની વીંટી પેટને લગતી બધી પરેશાનીઓમાં ઘણો ફાયદો પહોંચાડે છે. પેટનો દુખાવો, ગેસ, એસિડિટી,ની પરેશાનીમાં પણ ફાયદો પહોંચાડે છે.

2-તાંબાની વીંટી લગાતાર આપણા શરીરના સંપર્કમાં રહે છે, જેનાથી તાંબાના ઔષધીય ગુણો શરીરને મળે છે. તેને પહેરવાથી લોહી સાફ થાય છે.

3-સતત ચામડીના સંપર્કમાં તાંબુ રહેવાથી ત્વચાની ચમક વધે છે.

4-તાંબાની વીંટી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તે હાઈ પ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે ફાયદાકારક છે.

5-તે સિવાય આ વીંટીને પહેરીને તમે શરીરનો સોજો પણ ઓછો કરી શકો છો.

6-તાંબાની વીંટી શરીરમાં ગરમીને ઓછી કરવામાં મદદ કરે છે. તે પહેરવાથી શારીરિક અને માનસિક તણાવ ઓછો થાય છે. તેની સાથે જ ગુસ્સા પર કંટ્રોલ થાય છે. આ વીંટી તન અને મન બંનેને શાંત રાખવામાં મદદ કરે છે.

તાંબાની વીંટી પહેરવાના ફાયદા-

જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઈએ તો તાંબાની વીંટીમાં માણેક અને મૂંગા રત્ન પહેરી શકાય છે. જો કે આ રત્ન કોઈ જ્યોતિષ નિષ્ણાતની સલાહ લીધા વગર ન પહેરવા જોઈએ. રત્નોની સાથે કે રત્નો વગર તાંબાની વીંટીને અનામિકા(રિંગ ફિંગર)માં પહેરવામાં આવે છે, કારણ કે આ આંગળી પર સૂર્ય અને મંગળનો પ્રભાવ વધુ હોય છે. રત્ન વગરની તાંબાની વીંટી ડાબા કે જમણા કોઈપણ હાથમાં પહેરી શકાય છે. રત્ન વગર પણ વીંટી પહેરવાથી સૂર્ય અને મંગળના અશુભ પ્રભાવો ઓછા કરી શકાય છે.

X
Wearing a copper ring provides relief in blood pressure and abdominal disorders, decreases the body's heat
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી