જીવનમાં ઉતાર-ચડાવ તો આવ્યા રાખે છે અને ઘણીવાર એવી સ્થિતિ પણ બની જાય છે કે, ન ઈચ્છતા હોવા છતાં પણ આપણે મદદ માટે કોઈ ને કોઈની સામે હાથ ફેલાવવો પડે છે. આ મદદ મળતાં આપણી મુશ્કેલીનો સમય તો ચાલ્યો જાય છે પણ તે મદદ કરનાર વ્યક્તિનો ભાર આપણા જીવન પર ચડી જાય છે. એટલા માટે કોઈની મદદ લો ત્યારે સમજી-વિચારીને લેવી. પરિસ્થિતિ ભલે ગમે તેવી કપરી હોય પણ ક્યારેય દુષ્ટ વ્યક્તિ સામે મદદ માટે હાથ ફેલાવવો નહી નહિતર ભવિષ્યમાં તમારે અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે. આ અમુક સુવિચારો તમને કોની મદદ લેવી અને કોની ન લેવી અથવા તો કપરા સમયે શું કરવું? તે વિશે માર્ગદર્શન પૂરું પાડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.