આ મહિને શુક્ર 5 અને બુધ 12 દિવસ સુધી અસ્ત રહેશે. સાથે શનિ પણ અસ્ત રહેશે. આ સ્થિતિને કારણે વાતાવરણ ખરાબ થવાની, કુદરતી આફત અને બીમારી વધવાની આશંકા છે. આ ગ્રહોની અસર તમામ રાશિ પર થશે. તેથી કેટલાક લોકોના કામમાં બાધા પહોંચશે અને ધન હાનિના પણ યોગ છે.
ઠંડી વધવાના અને વરસાદના યોગ
જ્યોતિષમાં શુક્રને વૈભવ, ભૌતિક સુખ, સંપન્નતા, ભોગ વિલાસ, પ્રેમ અને ધન-સંપત્તિનો કારક મનાય છે. વક્રી અવસ્થામાં ચાલી રહેલો શુક્ર 6 જાન્યુઆરીએ ધન રાશિમાં અસ્ત થશે અને 11 તારીખે ઉદય થઈ જશે. શુક્રના અસ્ત થવાથી અર્થવ્યવસ્થા પર અસર થાય છે. આ દરમિયાન અર્થવ્યવસ્થા સંબંધિત યોજનામાં અવરોધ આવી શકે છે. શેર માર્કેટમાં પણ આ દરમિયાન ઘણી હલચલ જોવા મળી શકે છે. રોકાણ સાવધાની સાથે કરવું પડશે. કપડાંના બિઝનેસમાં મંદી આવશે. સાથે દેશના કેટલાક ભાગમાં હિમવર્ષા અને વરસાદ આવવાની આશંકા છે. કુદરતી આફત પણ આવી શકે છે.
મિથુન, કન્યા, મકર અને કુંભ માટે અશુભ
ધન રાશિમાં શુક્ર ગ્રહના અસ્ત થવાથી તેનો પ્રભાવ ઓછો થશે. શુક્ર વિલાસિતાનો કારક છે. તેથી તેના પ્રભાવથી સુખમાં બાધા પહોંચી શકે છે. શુક્રને કારણે ઘણા લોકોના લગ્ન જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે.
શુક્રના અસ્ત થવાથી મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય યોગ્ય નથી. આ 4 રાશિના જાતકોના કામમા અવરોધ આવશે. ધન હાનિ અને ખર્ચા વધવાના યોગ છે. આ સિવાય મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકો પર શુક્ર અસત થવાથી કોઈ અશુભ અસર નહિ થાય.
સૂર્યના નજીક જવા પર અસ્ત થશે શુક્ર
વૈદિક જ્યોતિષ પ્રમાણે, ગ્રહ અસ્ત થવો એ મહત્ત્વપૂર્ણ ઘટના છે. પૂરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે કે દર વર્ષે કેટલાક દિવસ માટે આકાશમાં ગ્રહો દેખાતા નથી. કારણ કે તે સૂર્યની નજીક આવી જાય છે. આ સ્થિતિને ગ્રહ અસ્ત થવો અથવા લોપ થવો કહેવાય છે. શુક્ર અસ્ત થાય ત્યારે શુભ કામ કરાતા નથી. બૃહત્સંહિતા ગ્રંથ પ્રમાણે શુક્ર અસ્ત થવાથી વાતાવરણમાં અચાનક મોટ ફેરફાર આવે છે. તીવ્ર ઠંડી સાથે વરસાદની સંભાવના વધી જાય છે.
શુક્ર અસ્ત અને ઉદયનો સમય
6થી 11 જાન્યુઆરી સુધી સૂર્યથી શુક્રનું અંતર 10 ડિગ્રીથી પણ ઓછું થઈ જાય છે. આ સ્થિતિને શુક્ર અસ્ત કહેવાય છે. અસ્ત થવા પર શુક્રનો પ્રભાવ ઓછો થઈ જાય છે. આ વખતે શુક્ર ગ્રહ 5 દિવસ સુધી અસ્ત થશે. અર્થાત 11 જાન્યુઆરીએ સવારે શુક્ર ગ્રહ ઉદય થઈ જશે. શુક્ર ગ્રહ 6 જાન્યુઆરી, ગુરુવારે સાંજે 6:05 વાગ્યે અસ્ત થશે અને 11 જાન્યુઆરી, મંગળવારે સવારે 6:45 વાગ્યે ઉદય થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.