પ્રતિકોની પરંપરા:દિવાળીમાં તોરણ, શુભલાભ, સ્વસ્તિકનું રહસ્ય, જાણો વાસ્તુ અને જ્યોતિષની દ્રષ્ટિએ મહિમા

એક મહિનો પહેલા

દિવાળી અને નવા વર્ષના પર્વોમાં ન માત્ર ઉજવણીનો ઉત્સાહ હોય છે પણ સાથે સાથે વિવિધ પવિત્ર પ્રતિકો દ્વારા ઈશ્વરના આશીર્વાદ મેળવવાની પણ પરંપરા જોડાયેલી છે.. તહેવારના આ દિવસોમાં ઘરની બહાર તોરણ લગાવવુ, ઘરના પ્રવેશ દ્વાર પર શુભ લાભ અને સાથિયો દોરવો... એ તો તમામ પરિવારો કરતા જ હોય છે.. પણ તેની પાછળ શુ કારણ છે એ આજે તમને જણાવીશુ.. તોરણ શુભ લાભ અને સ્વસ્તિક સાથે જોડાયેલા પૌરાણિક, જ્યોતિષ અને વાસ્તુ સાથે જોડાયેલા રહસ્યો આવો સાથે મળીને જાણીએ

સુંદર તોરણથી સજેલું ઘરનું પ્રવેશ દ્વાર અને ઊંબરા પર દોરેલો સાથિયો.. આ પવિત્ર પ્રતિકો થકી ઈશ્વરની કૃપા મેળવવાનો ઉપાય યુગોથી થતો આવ્યો છે. દિવાળીના દિવસોમાં ઘરની સાફસફાઈ બાદ ઉજવણીમાં ઘરની સજાવટ પણ એટલી જ મહત્વની છે. જો કે તેની પાછળ માત્ર સજાવટ જ નહિ પણ વાસ્તુ અને જ્યોતિષની દ્રષ્ટિએ પણ કારણો સમજવા જોઈએ.. તોરણને બંદનવાર પણ કહેવાય છે. કહે છે વાસ્તુશાસ્ત્રમાં કુદરતી પરિબળોને ઘણુ મહત્વ અપાયુ છે તેથી જ આસોપાલવ અને આંબાના પાનનું તોરણ લગાવવાની પરંપરા છે.. તોરણમાં ગલગોટાની સુંદર ફૂલો પણ ઉમેરી શકાય. પીળો રંગ એ ગુરુ ગ્રહનો રંગ છે તો ગુરુની કૃપા પ્રાપ્ત કરવા તોરણ લગાવવું જોઈએ.. ઘરમાં લક્ષ્મીજીના આગમનને વધાવવા માટે પણ તોરણ લગાવવાનું કહેવાયુ છે.. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયુ છે કે તોરણના પાન આવનાર વ્યક્તિના માથાને સ્પર્શે તે રીતે રાખવાથી ઘરમાં સુખશાંતિ જળવાય છે.

અન્ય સમાચારો પણ છે...