આજનું પંચાંગ / 16 મે ગુરુવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

divyabhaskar.com

May 16, 2019, 08:13 AM IST
Today's Panchang, 16 May 2019, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

તિથિ: વૈશાખ સુદ- 12
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપ: ઓમ રીમ વેદાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિનાં ચોઘડિયાં: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
શુભ ચોઘડિયાં: શુભ- 05:59થી 07:39, ચલ- 10:57થી 12:36, લાભ- 12:36થી 14:15, અમૃત- 14:15થી 15:54, શુભ- 17:33થી 19:12, અમૃત- 19:12થી 20:33, ચલ- 20:33થી 21:54
યોગ: સિદ્ધિ
કરણ: કૌલવ
રાહુકાળ: 13:30થી 15:00
દિશાશૂળ: અગ્નિ
આજનો વિશેષ યોગઃ વ્યતિપાત પ્રારંભ 20:21, પ્રદોષ, સ્થિર યોગ- 28:17થી સૂર્યોદય, રવિયોગ પ્રારંભ- 28:17
આજનો પ્રયોગઃ આજે જગતપિતા બ્રહ્માજી તેમજ આપના ગુરુની આરાધના કરવી તેમજ કેસરયુક્ત તિલક કરવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: દ્વાદશી તિથિના સ્વામી શ્રી વિષ્ણુજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી સુખ તેમજ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે તુલસી તોડવી નિષેધ છે.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકને આરોગ્ય ક્ષેત્રે સાનુકૂળતા જણાય. તેઓને મુખ્યત્વે માનસિક બીમારી, દાંતના રોગ, અપચન રોગનું પ્રમાણ વધારે હોય.
વિદ્યાર્થી: મૌલિકતા અને કલ્પનાશક્તિનું પ્રમાણ વિશેષ હોય. મનોવિજ્ઞાન, એન્જિનિયરિંગ, વિજ્ઞાન, સંશોધન વિષયમાં વિશેષ રુચિ જણાય.
સ્ત્રી વર્ગઃ શિસ્ત, સર્જન સાથે મોજશોખનું પ્રમાણ વિશેષ જણાય. વર્ષ દરમિયાન ગૃહ તેમજન કાર્યક્ષેત્રમાં નવા પડાવ સર કરે.
કૌટુંબિક: પ્રતિકુળ વાતાવરણમાં જલદીથી અનુકૂળ થઈ શકતા નથી. સ્વભાવમાં વિરોધાભાસના કારણે કૌટુંબિક અણગમાનું કારણ બને.

X
Today's Panchang, 16 May 2019, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી