7 વર્ષ બાદ એકસાથે 4 ગ્રહોની યુતિ:આ વર્ષે વાઘબારસનો ક્ષય, ધનતેરસ અને કાળી ચૌદસ પણ એક જ દિવસે ઊજવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગાયને ચણાની દાળ ખવડાવવાથી દોષમુક્તિ મળશે

આ વર્ષે દિવાળીના તહેવારોની શરૂઆત 2 નવેમ્બરે ધનતેરસના દિવસથી થાય છે. દિવાળીના દિવસે એક સાથે 4 ગ્રહોનો વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે, જેમાં 2 નવેમ્બર, 2021 મંગળવારે આસો વદ તેરસ, ધનતેરસ સવારે 11.32થી ધન્વંતરિ જયંતી, ધનપૂજા, શ્રીયંત્ર પૂજા, ચોપડા ખરીદી કે ગાદી બિછાવવાનું શુભ મુહૂર્ત છે. આ વર્ષે દિવાળીના દિવસે તુલા રાશિમાં એક સાથે 4 ગ્રહોની યુતિ સર્જાઈ રહી છે. દિવાળી પર્વમાં ક્ષય તિથિ હોવાના લીધે ધનતેરસ અને કાળી ચૌદસની એક જ દિવસે ઉજવણી કરવામાં આવશે.

ચોપડા પૂજન - ફાઇલ તસવીર
ચોપડા પૂજન - ફાઇલ તસવીર

જ્યોતિષ વિજય ભટ્ટના જણાવ્યા અનુસાર, તારીખ 3 નવેમ્બરને બુધવારે સવારે 9.02 સુધી જ તેરસની તિથિ છે અને તેરસના દિવસે જ ચૌદશની તિથિ બેસી જાય છે. ચૌદશની તિથિનો ક્ષય હોવાથી બુધવારે તેરસના દિવસે જ કાળીચૌદશ મનાવાશે. જ્યારે દિવાળી તારીખ 4 નવેમ્બરને ગુરુવારે અમાસના દિવસે જ મનાવાશે. આ દિવસે દિપ પૂજા, ચોપડા ખરીદી, શારદા પૂજન રાત્રિના 2.44 સુધી કરી શકાશે.

28મીએ પુષ્ય નક્ષત્રઃ ખરીદી માટે શ્રેષ્ઠ
આસો વદ-7ને તા.28ને ગુરુવારે પુષ્યામૃત યોગ છે. સવારે 9.42થી પ્રારંભ થતા આ શુભ યોગમાં સોના-ચાંદી, વાહન ખરીદી, પૂજનના ચોપડાની ખરીદી માટે શ્રેષ્ઠ મનાય છે. હાલમાં બજારમાં રોનક અને રોશનીનો ઝગમગાટ છવાયો છે ત્યારે દિવાળી પહેલાં આવતા આ યોગમાં લોકોને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવાનો શ્રેષ્ઠ અવસર મળશે.

ધનતેરસના શુભ ચોઘડિયાં

  • ચલ સવારે 9.31 થી 11.03
  • લાભ સવારે 11.03 થી 12.35
  • અમૃત બપોરે 12.35 થી 14.07
  • શુભ બપોરે 15.39 થી 17.11
  • લાભ રાત્રે 20.11 થી 21.39

ચૌદસના દિવસે પૂજનનો સમય

  • સવારે મુહૂર્ત (શુભ) - 6:46થી 8:10
  • સવારે મુહૂર્ત (ચલ,લાભ,અમૃત) - 10:59થી 3:11
  • બપોરે મુહૂર્ત (શુભ) - 4:36થી 6:00
  • સાંજે મુહૂર્ત (અમૃત,ચલ) - 6:00થી રાતે 9:12
  • રાત્રિ મુહૂર્ત (લાભ) - 12:23થી 1:59 (4,નવેમ્બર)

દિવાળીના ચોપડા પૂજનના શુભ મુહૂર્ત ચોઘડિયાં

  • શુભ સવારે 6.26થી 7.59
  • ચલ સવારે 11.04 થી 12.37
  • લાભ બપોરે 12.37થી 14.09
  • અમૃત બપોરે 14.09થી 15.43
  • શુભ સાજે 17.15થી 18.48
  • અમૃત સાજે 18.48થી 20.16
  • ચલ સાંજે 20.16 થી 21.43

બેસતાં વર્ષના શુભ મુહૂર્ત ચોઘડિયા

  • સવારે 6.28થી 7.59 (ચલ-લાભ-અમૃત)
  • સવારે 7.59 થી 9.31(લાભ)
  • સવારે 9.31થી 11.03(ચલ)
  • સવારે 12.34થી 14.06(શુભ)
  • સાજે 17.09થી 18.40(ચલ)
  • રાત્રે 21.37થી 23.06

લાભપાંચમ ચોઘડિયા મુહૂર્ત

  • સવારે (ચલ, લાભ,અમૃત) - 9:36થી 1:47
  • બપોરે (શુભ) - 3:10થી 4:34
  • સાંજે (લાભ) - 7:34થી 9:11
  • રાત્રિ (શુભ,અમૃત,ચલ) - 10:47થી 3:37(10,નવેમ્બર)

4થી વધુ ગ્રહોની યુતિઃ 7 વર્ષ બાદ આ યુતિ સર્જાઈ
4થી વધુ ગ્રહોની યુતિને કારણે સમાજમાં ઊથલ-પાથલ સર્જાતી હોય છે. જ્યોતિષી આશિષ રાવલ અનુસાર, તુલા રાશિમાં ચતુર્થ ગ્રહો સૂર્ય, ચંદ્ર, બુધ, મંગળ પર શનિ જેવા ગ્રહોની દ્રષ્ટિ પડવાથી અર્થતંત્રમાં આર્થિક સંકળામણ વધી શકે છે. રાજકીય ક્ષેત્રે પણ મોટી ઊથલ-પાથલના અશુભ એંધાણ છે. 7 વર્ષ બાદ આ પ્રકારની યુતિ સર્જાઇ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ યુતિને અશુભ માનવામાં આવે છે. આ યુતિના દિવસે ગાયને ચણાની દાળ ખવડાવવાથી દોષમુક્ત થવાય છે.

અન્ય સમાચારો પણ છે...