તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • The Puranas Also Mention The Female Incarnation Of Lord Ganesha, The Worship Of Vighnaharta Vinayaki Takes Place In These Temples.

શ્રીજીનું સ્ત્રી સ્વરૂપ:પુરાણોમાં પણ ભગવાન ગણેશના સ્ત્રી અવતારનો છે ઉલ્લેખ, આ મંદિરોમાં થાય છે વિઘ્નહર્તા વિનાયકીની પૂજા

4 દિવસ પહેલા

દરેક શુભ કામમાં પ્રથમ પુજનીય એવા ગણપતિના ડાબી કે જમણી સુંઢવાળા રૂપના તો તમે દર્શન કર્યા જ હશે. પરંતુ શું તમે જાણો છો પુરાણોમાં ગણપતિના સ્ત્રી રૂપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણપતિના સ્ત્રી રૂપને વિનાયકી કહેવામાં આવે છે. દેશના ઘણા મંદિરોમાં સ્ત્રી ગણપતિ એટલે કે વિનાયકીની મૂર્તિઓ મળી આવી છે. અને કેટલાક મંદિરોમાં આજે પણ તેમની પૂજા કરવામાં આવે છે. વિનાયકીનો વિઘ્નેશ્વરી, ગણેશની, ગજાનની, ગજ રૂપા, રૂદ્રસી,પિતામ્બરી, ગણેશી, સ્ત્રી ગણેશ અને ગજાનના જેવા અલગ અલગ નામોથી ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. આ મૂર્તિઓનું સ્વરૂપ એકદમ ગણપતિ જેવો જ છે. એટલેકે માથું ગજરાજનું અને ધડ સ્ત્રી જેવું દેખાય છે. વિનાયકીને કેટલીક જગ્યાએ 64 યોગિનીઓમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે જૈન અને બુદ્ધ ધર્મમાં વિનાયકીને એક અલગ રૂપમાં દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. બુદ્ધ ધર્મના લોકો તેમને સિદ્ધી કહે છે, તો કેટલાક ગ્રંથોમાં વિનાયકી કહેવામાં આવ્યું છે, જેને ઈશાનની પુત્રી માનવામાં આવે છે. જે શિવના અવતાર છે. વિનાયકીની સૌથી જુની ટેરાકોટા મૂર્તિ પ્રથમ સદીમાં રાજસ્થાનના રાયગઢમાં મળી આવી હતી. તો મગધ સામ્રાજ્યમાં પણ 10મી સદીની મૂર્તિ મળી આવી હતી. મધ્યપ્રદેશના વિખ્યાત બેડાઘાટના ચૌસંઢ યોગિની મંદિરમાં 47મા નંબરની મૂર્તિ પણ વિનાયકીની છે. ચૌંસઠ યોગિનીમાં સામેલ થવાનું મતલબ છે કે તંત્ર વિદ્યાના પૂજક પણ વિનાયકીની પૂજા કરતા આવ્યા છે. દિલ્હીથી 45 કિમી દૂર પહાડ પર બનેલા મંદિર પર પણ વિનાયકીની મૂર્તિ જોઈ શકાય છે. જે 13મી સદીની છે. તો કેરળના ચિરયાના મંદિરમાં પણ વિનાયકીની મૂર્તિ છે જે લાકડામાંથી બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...