આજનો જીવનમંત્ર:જે વ્યક્તિ પોતાના મૃત્યુને લઈને હકારાત્મક રહે છે, તે જીવનનો દરેક ક્ષણ આનંદમાં વીતાવે છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંત તુકારામ પોતાના ભક્તોની વાતો હંમેશાં ધ્યાનથી સાંભળતા હતા અને ખૂબ જ સમજી વિચારીને તેમની સમસ્યાઓનું સમાધાન પણ જણાવતાં હતા. એક દિવસ એક ભક્ત તેમની પાસે આવ્યો અને કહ્યું, 'હું જોઉં છું કે, ગમે તેવો કપરો સમય હોય, તમારાં મુખ પર ફક્ત સ્મિત જ હોય છે, તમે હંમેશાં નિશ્ચિંત અવસ્થામાં જ હો છો, પરિસ્થિતિ સારી હોય કે ખરાબ તમારાં મુખ પર સ્મિત હંમેશાં એવું ને એવું જ રહે છે. અમે ઘણાં સમયથી તમારી સાથે છીએ અને તમારી સેવામાં છીએ તો કમ સે કમ અમને આ પાછળનું રહસ્ય તો જણાવો?'

તુકારામે એ માણસની વાત સાંભળી અને કહ્યું, 'તને ખબર છે કે સાત દિવસ પછી તું મરવાનો છે?' એ માણસે સાંભળ્યું કે, મારા ગુરુ કહી રહ્યા છે કે હું સાત દિવસ પછી મરી જવાનો છું એટલે મારી પાસે એ વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેણે કહ્યું, "હું તમને વંદન કરું છું, મારા માથા પર ફક્ત તમારો હાથ મુકો.' તુકારામજી પાસેથી વિદાય લીધા બાદ તે વ્યક્તિ ત્યાંથી પોતાના ઘરે પરત ફર્યો હતો. તેણે વિચાર્યું કે, મારા જીવનમાં મરવા માટે માત્ર સાત દિવસ જ બાકી છે, તો શા માટે આ સાત દિવસ પછી ખુશીથી ના રહું?

આ વ્યક્તિએ જીવનમાં કરેલાં બધાં જ પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યું. તેમણે જેમને દુઃખ પહોંચાડ્યું હતું તેમની પાસે જઈને માફી માંગી. બધા લોકો સાથે પ્રેમભર્યું વર્તન રાખ્યું. ગુરુએ કહ્યું હતું કે, મૃત્યુ આવી રહ્યું છે, તેથી મૃત્યુનો ભય પણ સમાપ્ત થઈ ગયો. છ દિવસ વીતી ગયા અને સાતમો દિવસ આવ્યો. તે વ્યક્તિએ વિચાર્યું કે, આજે તેના જીવનના છેલ્લાં દિવસે ગુરુના આશ્રમમાં જઈને તેમની શરણમાં જ દેહત્યાગ કરું. તે વ્યક્તિ તુકારામજી પાસે પહોંચ્યો અને કહ્યું, 'તમારી આજ્ઞા અનુસાર, મેં આ સાત દિવસમાં એક અદભૂત જીવન જીવ્યું છે અને હવે હું તમારી સામે દેહત્યાગ કરવા માટે આવ્યો છું.' તુકારામજીએ કહ્યું, 'ઘણું જીવો.'

આ વાત સાંભળીને પેલા માણસે કહ્યું, 'ગુરુજી, હું થોડા સમય પહેલાં જ તમારી સામે દેહત્યાગ કરવા માટે આવ્યો છું. તમારા આદેશ મુજબ મારું જીવન પણ ચાલ્યું જશે, પણ હવે તમે કહો છો કે, ઘણું જીવો.' તુકારામજીએ હસતાં-હસતાં કહ્યું, "મેં તમને કહ્યું હતું કે, ખુશ કેવી રીતે રહેવું? તું હજી મરવાનો નથી. મેં તમને સંદેશો આપેલો કે, એક દિવસ મૃત્યુ આવવાનું જ છે. તમે મારાં પર વિશ્વાસ કર્યો અને સાત દિવસ સુધી તેનો સ્વીકાર કર્યો. મૃત્યુ તો 70 વર્ષ પછી પણ આવવાનું જ છે, તો પછી સાત દિવસ સુધી જેમ જીવ્યું તેમ 70 વર્ષ કેમ ના જીવવું?

બોધ
જે વ્યક્તિ પોતાના મૃત્યુ વિશે સકારાત્મક બની જાય છે, તે આનંદથી જીવવાનું શરૂ કરે છે. મૃત્યુ નિશ્ચિત છે તે વાતને જાણીને અને સમજીને આપણે દરેક વ્યક્તિ સાથે પ્રેમથી રહેવું જોઈએ અને ખોટાં કામ કરવાનું ટાળવું જોઈએ.