24 નવેમ્બરથી માગશર મહિનાની શરૂઆત થઈ રહી છે. કારતક મહિના પછી આ સૌથી પવિત્ર મહિનો છે. શ્રીમદભાગવતમાં જણાવ્યા પ્રમાણે આ શ્રીકૃષ્ણનો સૌથી પ્રિય મહિનો છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે. સાથે જ આ મહિનામાં તીર્થસ્નાન કરવાથી પુણ્ય મળે છે અને આ પ્રકારે રોગ, શોક અને અન્ય દોષ પણ દૂર થાય છે. આ મહિનો હિન્દુ પંચાંગ પ્રમાણે 23 ડિસેમ્બરે સમાપ્ત થશે.
એટલા માટે માગશર મહિનાને કહે છે માર્ગશીર્ષ માસ
અગહન માસ અર્થાત્ માર્ગશીર્ષ કહેવા પાછળના અનેક કારણો છે. તેમાં પ્રથમ કારણ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું છે. શ્રીકૃષ્ણની પૂજા અનેક નામથી કરવામાં આવે છે. જેમાંથી શ્રીકૃષ્ણનું એક નામ માર્ગશીર્ષ પણ છે. એવી જ રીતે માગશર, અગહન, અગ્રહાયણ જેવા બીજા પણ નામ છે. શ્રીમદભાગવત પ્રમાણે શ્રીકૃષ્ણએ કહ્યું છે - मासानां मार्गशीर्षोऽहम् અર્થાત્ બધા મહિનામાં માર્ગશીર્ષ શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે. માર્ગશીર્ષ મહિનામાં શ્રદ્ધા અને ભક્તિથી પ્રાપ્ત પુણ્યફળના બળે આપણને બધા સુખ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષીય દ્રષ્ટિકોણ
આ મહિનાનો સંબંધ મૃગશિરા નક્ષત્ર સાથે છે. જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્ર બતાવ્યા છે. આ 27 નક્ષત્રોમાંથી જ એક છે મૃગશિરા નક્ષત્ર. આ મહિનાની પૂર્ણિમા મૃગશિરા નક્ષત્રખી યુક્ત હોય છે. જેને લીધે આ મહિનાને માર્ગશીર્ષ મહિનો કહેવામાં આવે છે.
સતયુગમાં દેવોએ માર્ગશીર્ષથી નવું વર્ષ શરૂ કરેલું
સતયુગમાં દેવોએ માર્ગશીર્ષ મહિનાની પ્રથમ તિથિથી જ વર્ષ પ્રારંભ કર્યું હતું. ત્યારે ખગોળીય સ્થિતિ અનુકૂળ હતી. માર્ગશીર્ષ મહિનામાં જ કશ્યપ ઋષિએ સુંદર કાશ્મીર પ્રદેશની રચના કરી હતી. એટલા માટે આજે પણ આખો મહિનો ભજન-કિર્તન ચાલતા રહે છે. જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.
મહત્વઃ- તીર્થસ્થાનથી મળે છે સુખ
પુરાણોમાં જણાવ્યા પ્રમાણે આ મહિનામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સ્નાન પછી ઈષ્ટ દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ. પછી વિધિપૂર્વક ગાયત્રી મંત્રનો જાપ કરવો. સ્ત્રીઓ માટે આ સ્નાન તેમના પતિની લાંબી ઉંમર અને સારું સ્વાસ્થ્ય આપનારી છે. આ મહિનામાં શંખ પૂજાનું વિશેષ મહત્વ છે. સાધારણ શંખને પાંચજન્ય શંખ સમાન સમજીને તેની પૂજા કરવાથી બધા મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. માગશર મહિનામાં ભગવાન ગણેશની પૂજાનું પણ મહત્વ બતાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.