વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 19 નવેમ્બરે:580 વર્ષ પછી સૌથી લાંબુ આંશિક ચંદ્ર ગ્રહણ, ગુજરાત સહિતના મોટા ભાગના રાજ્યમાં સૂતક નહિ લાગે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ગ્રહણની કોઈ ધાર્મિક માન્યતા નહિ રહે. જે વિસ્તારમાં ચંદ્ર ગ્રણ જોવા મળશે ત્યાં જ ધાર્મિક માન્યતા માન્ય ગણાશે
  • ગુરુ અને શનિ મકર રાશિમાં હોય અને ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું હોય તેવો યોગ 59 વર્ષ પહેલાં 19 ફેબ્રુઆરીએ થયો હતો

શુક્રવારે 19 નવેમ્બરે કારતક પૂનમે આંશિક ચંદ્ર ગ્રહણ થવાનું છે. ભારતીય સમયાનુસાર આ ગ્રહણ દિવસે થશે. તેને કારણે ભારતમાં તે જોવા નહિ મળે. માત્ર અરુણાચલ પ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં 60 સેકન્ડથી પણ ઓછા સમય માટે તે જોવા મળશે. NASAની વેબસાઈટ પ્રમાણે આંશિક ચંદ્ર ગ્રહણ 3 કલાક 28 મિનિટનું રહેશે. 580 વર્ષમાં આ સૌથી લાંબું આંશિક ચંદ્ર ગ્રહણ છે. ભારતીય સમયાનુસાર બપોરે 12:48 વાગ્યાથી ગ્રહણ શરૂ થશે અને સાંજે 4:17 મિનિટે પૂરું થશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અરુણાચલ પ્રદેશ સિવાય ભારતમાં તેનું સૂતક ક્યાંય નહિ લાગે. આ ગ્રહણની કોઈ ધાર્મિક માન્યતા નહિ રહે. જે વિસ્તારમાં ચંદ્ર ગ્રણ જોવા મળશે ત્યાં જ ધાર્મિક માન્યતા માન્ય ગણાશે.

ભોપાલના ખગોળશાસ્ત્રી સારિકા ઘારુના જણાવ્યા પ્રમાણે અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં શુક્રવારે સાંજે 4:17 વાગ્યે કેટલીક સેકન્ડ માટે ગ્રહણ દેખાશે. ત્યારબાદ પેનુમ્બ્રલ ચંદ્ર ગ્રહણ શરૂ થશે. તે 5:33 મિનિટ સુધી રહેશે. પેનુમ્બ્રલ ચંદ્ર ગ્રહણમાં ચંદ્રની આગળ ધૂળ જેવું લેયર દેખાય છે. તેનું ન કોઈ જ્યોતિષીય મહત્ત્વ છે ન તો તેની કોઈ અસર થાય છે.

580 વર્ષ પછી સૌથી લાંબું આંશિક ચંદ્ર ગ્રહણ

પંડિત શર્માના જણાવ્યા પ્રમાણે 2021 પહેલાં આટલું લાંબું ચંદ્ર ગ્રહણ 27 ફેબ્રુઆરી 1440માં થયું હતું. 19 નવેમ્બરનું આંશિક ચંદ્ર ગ્રહણ પશ્ચિમ આફ્રિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એટલાન્ટિક મહાસાગરમાં દેખાશે. ગ્રહણનો મોક્ષ ચંદ્રોદયના સમયે ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ભારતના પૂર્વોત્તર વિસ્તાર, ચીન અને રશિયામાં મળશે. ભારતીય સમયાનુસાર ગ્રહણ બપોરે 12:48 વાગ્યે શરૂ થશે, મધ્ય કાળ બપોરે 2:22 વાગ્યે અને મોક્ષ સાંજે 4:17 વાગ્યે થશે.

59 વર્ષ પછી ચંદ્ર ગ્રહણ પર ગુરુ-શનિ મકર રાશિમાં

હાલ ગુરુ અને શનિ મકર રાશિમાં છે. આ સ્થિતમાં ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. ગુરુ અને શનિ મકર રાશિમાં હોય અને ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું હોય તેવો યોગ 59 વર્ષ પહેલાં 19 ફેબ્રુઆરીએ થયો હતો. 19 નવેમ્બરનું ગ્રહણ વૃષભ રાશિમાં થઈ રહ્યું છે.

શા માટે થાય છે ચંદ્ર ગ્રહણ
સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી એક સીધી લાઈનમાં આવે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. આ સ્થિતિમાં સૂર્ય પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી અને ચંદ્ર દેખાતો નથી.