હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષનો પહેલો મહિનો ચૈત્ર છે અને છેલ્લો મહિનો ફાગણ છે. ત્યારબાદ હિન્દુ પંચાંગ અનુસાર નવું વર્ષ શરૂ થાય છે. ફાગણ માસ પર્વોનો મહિનો છે. આ મહિનામાં વસંતઋતુની શરૂઆત થાય છે. ફાગણ માસમાં વિજયા એકાદશી, રંગભરી એકાદશી, સોમવતી અમાસ, હોલિકા દહન, ફૂલેરા દુજ, આમલકી એકાદશી, શનિ પ્રદોષ, ફાગણ પૂર્ણિમા જેવા વ્રત અને તહેવાર આવશે.
આ વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ 5 ફેબ્રુઆરી, રવિવારના રોજ રાત્રે 11.58 વાગ્યે શરૂ થઈ છે, આ સ્થિતિમાં, ઉદયતિથિના આધારે, સોમવાર, 06 ફેબ્રુઆરીથી ફાગણ માસનો પ્રારંભ થયો છે. ફાગણ માસના દિવસે સૌભાગ્ય યોગ, શોભન યોગ અને આશ્લેષા નક્ષત્ર હોય છે. સૌભાગ્ય યોગ 06 ફેબ્રુઆરીના બપોરે 03.26 વાગ્યા સુધી છે, ત્યાર બાદ શોભન યોગ છે.
ફાગણ માસમાં મહાશિવરાત્રી અને હોળી
ફાગણ મહિનાના પ્રથમ 13 દિવસ પછી શિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. પુરાણો અનુસાર આ તિથિએ જ ભગવાન શિવ લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ વખતે આ પર્વ 18 ફેબ્રુઆરીએ આવે છે. હોલિકા દહન ફાગણ મહિનાના અંતમાં એટલે કે 7મી માર્ચે થાય છે. આ પછી, રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે. જેની ઉજવણી 8મી માર્ચે કરવામાં આવશે.
ફાગણ મહિનાના અંત પછી વસંતઋતુની શરૂઆત થશે.જે 14 માર્ચથી 15 મે સુધી રહેશે.શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર ફાગણ માસની પૂર્ણિમાના દિવસે મહર્ષિ અત્રિ અને દેવી અનુસૂયાથી ચંદ્રની ઉત્પત્તિ થઈ હતી. જે કારણથી આ દિવસે ચંદ્રની પૂજા કરવામાં આવે છે,અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ચંદ્ર દેવની પ્રાર્થના કરવામાં આવે છે.
ફાગણ માસના વ્રત અને તહેવારો
વાતાવરણમાં પરિવર્તન
ફાગણ મહિનામાં પાનખર ઋતુ આવે છે. અને પછી વસંત ઋતુ આવે છે. વસંતઋતુના આગમન પહેલા જ ફાગણ મહિનામાં હવામાનમાં સુખદ અને સકારાત્મક ફેરફારો શરૂ થઈ જાય છે. જે મનને પ્રસન્ન કરે છે. આયુર્વેદના નિષ્ણાતો કહે છે કે આ ઋતુમાં જ શરીરમાં શક્તિ વધે છે. આ સાથે શરીરના ત્રણ દોષો એટલે કે વાત, પિત્ત અને કફમાં સંતુલન જળવાઈ રહે છે. તેથી જ ફાગણને શુભ માસ કહેવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની આરાધના કરવાનો મહિનો
આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, અને ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોથીઆરાધના કરવામાં આવે છે, ફાગણ માસમાં શ્રી કૃષ્ણની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.ફાગણ કૃષ્ણ ચતુર્દશીને ભગવાન શિવની ઉપાસનાનો મહાપર્વ શિવરાત્રી પણ મનાવવામાં આવે છે. ફાગણ ચતુર્દશી એટલે શિવરાત્રીનો તહેવાર અને આ દિવસે શિવ ભક્તો શિવજીની આરાધના કરે છે.ફાગણ મહિનામાં શંખમાં સુગંધિત જળ અને દૂધ ભરીને ભગવાનને અભિષેક કરવાથી તમામ પ્રકારના પાપ નષ્ટ થાય છે. અને ભગવાન કૃષ્ણને માખણ-સાકરની મીઠાઈનું નૈવૈદ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.