તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જગદંબા કથા:મહિષાસુરના હાથે પરાજિત દેવો બ્રહ્માને લઈને વિષ્ણુ પાસે ગયા

અમદાવાદ7 દિવસ પહેલાલેખક: ભાણદેવ
  • કૉપી લિંક

ભાગ - 2 (કાલથી આગળ)
રાજા સુરથની આ પ્રાર્થના ના ઉત્તરમાં મેઘા ઋષિ તેમને જગદંબાની કથા કહે છે. મહા કલ્પને અંતે ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર યોગ નિદ્રામાં હતા. ભગવાનના કાનના મેલમાંથી બે મહા ભયંકર અસુરો પ્રગટ થયા હતા. આ બંને અસુરો - મધુ અને કૈટભ બ્રહ્માજી ને હણવા માટે તત્પર થયા. બ્રહ્માજી ભગવાનના નાભિકમલમાં બિરાજેલા હતા. ભગવાન વિષ્ણુ તો પોઢેલા હતા. ભગવાનને જગાડવા માટે બ્રહ્માજી જગદંબાની પ્રાર્થના અને સ્તુતિ કરે છે. ત્યારે દેવી વિષ્ણુના શરીરમાંથી બહાર નીકળી બ્રહ્માજી સમક્ષ ઊભાં રહ્યાં. ભગવાન વિષ્ણુ યોગનિદ્રા માંથી જાગ્રત થયા. ભગવાને બંને દૈત્યોને જોયા. ભગવાન તે બંને દૈત્યો સાથે યુદ્ધ કરવા લાગ્યા. દીર્ઘકાલ પર્યંત યુદ્ધ ચાલ્યું. જગદંબા એ બંને અસુરોને મોહમાં નાખ્યાં હતા. તેઓ ભગવાનને વરદાન માગવા કહે છે. ભગવાન વરદાન માગે છે.
“ તમે બંને મારા હાથે વધ પામો”

અસુરો ભગવાન ને કહે છે- “જયાં પૃથ્વી પાણીથી ઢંકાયેલી ન હોય, તે સ્થાને તમે મારો વધ કરજો” તે સમયે સમગ્ર પૃથ્વી પાણીથી ઢંકાયેલી હતી. ભગવાન વિષ્ણુએ બંનેને પોતાની જાંઘ પર લઈને ચક્રથી તેમના મસ્તક કાપી નાખ્યા. મેઘાઋષિ કથાનો તંતુ આગળ ચલાવે છે.

પૂર્વે દેવો અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ સોવર્ષ સુધી ચાલ્યું. અસુરોનો અધિપતિ મહિષાસુર હતો અને દેવોના નાયક ઇન્દ્રદેવ હતા. આ યુદ્ધમાં અસુરોનો વિજય થયો અને સર્વ દેવોને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની ગયો. પરાજય પામેલા દેવો બ્રહ્માજીને સાથે લઈને ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુને શરણે ગયા. દેવો તેમને મહિષાસુરના વિજયની અને પોતાની વિટંબણાની વાત કહે છે. તે વખતે બ્રહ્મા, વિષ્ણુ, શિવજી અને ઈન્દ્રદી સર્વ દેવોના શરિરોમાં મહાન તેજ બહાર આવે છે. અને સઘળાં તેજ એકરૂપ બની જાય છે. આ પ્રચંડ તેજનો એક મોટો કૂટ બની ગયો. એકઠું થયેલું તે તેજ નારીરૂપ ધારણ કરે છે. પોતાના પ્રકાશથી તે ત્રણેય લોકમાં વ્યાયા રહ્યું. સર્વ દેવોના તેજથી આ મહાશક્તિ, દેવી બને છે. સર્વ દેવો દેવીને પોતાના વિવિધ શસ્ત્રો અર્પણ કરે છે. વળી તેઓ વસ્ત્રો અને આભૂષણો પણ આપ્યા.

તદનંતર દેવીએ વારંવાર અટ્ટહાસ્ય અને ઉચ્ચ સ્વરે ગર્જના કરી. આ ઘોર નાદથી આકાશ ભરાઈ ગયું. આ ઘોરનાદ નો મહાન પડઘો પડ્યો. અકળ લોકો ખળભળી ઊઠ્યા. અને સમુદ્રો કંપી ઊઠ્યા. પૃથ્વી ડોલવા લાગી અને પર્વતો હાલવા લાગ્યા. આ સર્વ જોઈને દેવો આનંદમાં આવી ગયા. અને સિંહવાહિની ભવાનીનો જયજયકાર કરવા લાગ્યા. ઋષિઓ ભાવપૂર્વક દેવીનું ભાવ પૂર્વક સ્તવન કરવા લાગ્યા. આમ સમસ્ત ત્રિલોકને ખળભળેલા જોઈને અસુરો પોતાની સર્વસેનાઓ સજ્જ રાખીને આયુધો ઊંચાં કરીને ઉભા રહ્યા.

આ બધું જોઈને મહિષાસુર ગર્જના કરીને યુદ્ધ માટે દોડ્યો. આમ દેવી અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ મંડયું. અનેક અને અનેકવિધ શસ્ત્રો છુટયા અને દિશાઓ ગાજી ઊઠી. ચીક્ષુર, ચામર, ઉદગ્, મહાહનુ, અસિલોમાં, બાષકલ, બિડાલ આદિ અનેક સેનાપતિઓ અને અગણિત સેના પણ હતી. તોમર, ભીંદીપાલ, શક્તિ, મુસલ, ખડગ, પરશુ, પટ્ટીશ આદિ શસ્ત્રોના વિવિધ પ્રયોગો થઈ રહ્યા હતા. મહિષાસુર પણ દેવીની સાથે યુદ્ધ કરી રહ્યો હતો. (ક્રમશ:)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો