• Gujarati News
  • Dharm darshan
  • Take A Bath With A Pinch Of Salt In The Water, Keep The Trash In A South westerly Direction, Find Out How To Get Rid Of Negativity

કાળીચૌદશ:પાણીમાં ચપટી મીઠું નાખી સ્નાન કરો, ઈશાન ખુણામાં રાખો મંત્રની તસવીર, જાણો નકારાત્મકતા દૂર કરવાના વાસ્તુ ઉપાય

24 દિવસ પહેલા

કાળીચૌદશ. દિવાળી મહાપર્વનો એક વિશેષ દિવસ. આજના દિવસે મોટે ભાગે માતા મહાકાળી અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. જો કે કેટલાક લોકો ભગવાન વામન, યમરાજ, શ્રીકૃષ્ણ અને સદાશિવની પૂજાનું પણ મહત્ત્વ છે. આ ઉપરાંત તાંત્રિકો, અઘોરીઓ પણ આજના દિવસે તંત્ર-મંત્રના પ્રયોગ કરતાં હોય છે.

નેગેટિવિટી દૂર કરવા શું કરવું?
આ દિવસે ઘરની નેગેટિવીટી દૂર કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આવા જ સરળ ઉપાયો વર્ણવ્યા છે. વાસ્તુ એક્સપર્ટ ડો. હેતલ પ્રજાપતિના મતે પરિવારમાં રહેલી ખરાબ ઊર્જાથી મુક્તિ માટે ઈશ્વરનું નામ જપવાથી ઘણો લાભ મળે છે. આ માટે તમે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરી શકો, સાથે ઘરના ઊંબરાની પૂજા કરવાથી પણ કરી શકો. ઉંબરામાં સ્વસ્તિક દોરવાથી પરિવારની રક્ષા થાય છે. વાસ્તુ મુજબ ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં કચરાપેટી રાખવી જોઈએ. ઘરમાં સૌથી વધુ ખરાબ ઊર્જા બાથરુમમાં રહેલી હોય છે. તેથી બાથરુમ હંમેશા સ્વચ્છ રાખવા અને ત્યાં સુંદર સુગંધિત પદાર્થ રાખવા જોઈએ.

મનની નેગેટિવિટી કેવી રીતે દૂર કરવી?
ડૉ. હેતલ પ્રજાપતિ કહે છે કે, જ્યારે પણ વ્યક્તિનું મન દુખી હોય ત્યારે સ્નાન કરતી વખતે પાણીમાં ચપટી મીઠુ ઉમેરીને સ્નાન કરવું. મીઠુ નેગેટિવ ઊર્જાને દૂર કરે છે. ઘરમાં વારંવાર ઝઘડા થતાં હોય, કંકાસ રહેતો હોય, પરિવારમાં મનમેળ ન રહેતો હોય અને સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય તો તેનો ઉપાય પણ વાસ્તુશાસ્ત્રમાં આપ્યો છે. આ માટે ક્રિસ્ટલ દ્વારા નેગેટિવિટી દૂર કરી શકાય છે. ઘરના મુખ્ય રૂમમાં તુર્મૂલિન ક્રિસ્ટલ રાખવાથી ખરાબ ઊર્જા દૂર થાય છે. ઘરના ઈશાન ખૂણામાં મંત્રની તસવીર પણ રાખી શકાય. આવા સરળ વાસ્તુ ઉપાયો દ્વારા આપના પરિવારમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ શકે છે.