વિવેકાનંદ જયંતિ:સ્વામીજીએ 30 વર્ષની ઉંમરમાં શિકાગોમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, તેમનો બોધપાઠ આપણું જીવન બદલી શકે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જયંતિ છે. તેમનો જન્મ 1863માં 12 જાન્યુઆરીએ કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામીજીના બાળપણનું નામ નરેન્દ્ર નાથ દત્ત હતું. તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતાં. સ્વામીજીએ લગભગ 30 વર્ષની ઉંમરમાં શિકાગોમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, તે પછી દુનિયાભરમાં સ્વામીજીનું નામ પ્રસિદ્ધ થઈ ગયું હતું. તે પછી સ્વામીજીએ અનેક દેશની યાત્રાઓ કરી, રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમનું મૃત્યુ 4 જુલાઈ 1902ના રોજ થયું હતું.

સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલાં અનેક એવા કિસ્સા છે, જેના દ્વારા આપણને સુખી, શાંત અને સફળતાનો બોધપાઠ મળે છે. અહીં જાણો એવા જ થોડા કિસ્સા...