ગ્રહ પરિવર્તન / સિંહ રાશિ માટે સૂર્યનું રાશિ પરિવર્તન દસમાં ભાવમાં થતું હોવાથી સંતાનની ચિંતા દૂર થશે, આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરવાથી કષ્ટોમાંથી રાહત મળશે

surya rashi parivartan 15 may 2019

divyabhaskar.com

May 16, 2019, 10:00 AM IST

ધર્મ ડેસ્ક : તારીખ 15મી મેના રોજ સૂર્ય મહારાજે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સંક્રાંતિને વૃષભ સંક્રાંતિ પણ કહેવાય છે. દરેક રાશિ માટે આ પરિવર્તન કયા ભાવમાં થઈ રહ્યું છે, તેની શું અસર થશે અને સારા ફળ માટે દરેક રાશિએ શું ઉપાય કરવા જોઈએ તેના વિશે અમારા જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદ અહીં જણાવી રહ્યા છે.

મેષ રાશિના જાતકો માટે આ પરિવર્તન બીજા ભાવ પર થતું હોવાથી સામાન્ય રીતે કૌટુંબિક અને આર્થિક મતભેદો થઈ શકે છે. કામકાજમાં વધારે મહેનત કરવી પડશે. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે. ખોટી ઉતાવળ કરવી નહીં. વાહન વગેરે ચલાવવામાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. વિદ્યાર્થીઓ માટે આ પરિવર્ત ઉત્તમ છે. વિદેશ ગમન વગેરેના કાર્યોમાં સફળતા મળશે. પરંતુ તમારે કુંડળીમાં રહેલા દોષોનું નિવારણ કરવું જરૂરી છે. પતિ-પત્નીના સંબંધો સુધરશે.

ઉપાય તરીકે ભગવાન સૂર્યને જળ ચઢાવવું. ગાયને રોટલી ગોળ સાથે ખવડાવવી. ગાયત્રી મંત્રનો જાપ કરવો.


................

વૃષભ રાશિના જાતકો માટે આ પરિવર્તન લગ્ન સ્થાન પર થઈ રહ્યું છે. જેનાથી શારીરિક તકલીફ પડી શકે છે. નાની-મોટી દોડમદોડ રહેશે. પતિ-પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે. ભાગીદારીના ધંધામાં થોડી અડચણો આવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સામાન્ય રીતે સારો છે. ઘરમાં નવા મહેમાન આવવાનો સંકેત છે. નોકરીમાં પ્રમોશન અને ધંધા-રોજગારમાં નાની-મોટી સફળતા મળશે. વિદેશ ગમન વગેરેના કાર્યોમાં થોડી અડચણો આવશે. કોઈની સાથે ખોટા વાદ-વિવાદમાં પડવું નહીં.


ઉપાય તરીકે ભગવાન સૂર્યને જળ ચઢાવો અને ગરીબોને ભોજન આપો.


...........


મિથુન રાશિના જાતકો માટે પરિવર્તન તમારા દ્વાદશ ભાવ પર થતું હોવાથી ખર્ચનો યોગ બને છે. ધારેલી સફળતા મળવામાં વિલંબ થાય. સંતાન અંગેની ચિંતામાં વધારો થાય. નવા ધંધાની શોધમાં આમતેમ ફરવું પડશે. જૂના મિત્રોની મુલાકાત તમારા ધંધામાં સફળતા અપાવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ દેખાય છે. નાની-મોટી યાત્રાનો યોગ બનશે. ધંધાની હરિફાઇમાં ધ્યાન રાખો. કોઈનો પણ આંધળો વિશ્વાસ કરવો નહીં. જે કામની શોધમાં ફરી રહ્યા છો તેમાં સફળતા મળશે.


ઉપાય તરીકે ગાયને ચણાની દાળ, ગોળ અને રોટલી ખવડાવો. ભગવાન સૂર્યના મંત્રનો જાપ કરો. તરસ્યા લોકો માટે પાણીનું પરબ બંધાવો.


............


કર્ક રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા એકાદસ ભાવ પર થતું હોવાથી આવકમાં વધારો થશે. નોકરીમાં પ્રગતિ થશે. કામકાજમાં સફળતા મળશે. નાણાકીય સંકટ વધતું જણાય. જો તમારા ઉપર દેવું હોય તો તેનાથી છૂટકારો મળવો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. સારી સફળતા મળશે. પ્રેમ સંબંધ માટે આ સમય થોડો પ્રતિકૂળ દેખાય છે. સાચવીને કામ કરવું. દુશ્મનોથી સાવધાન રહેવું. નાણાકીય લેવડદેવડથી દૂર રહેવું. કોઇના પણ આંધળો વિશ્વાસ કરવો નહીં. સંતાનની પ્રગતિ અંગેની ચિંતામાં રાહત થશે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં.


ઉપાય તરીકે મહા મૃત્યુંજય મંત્રના જાપ કરો. ગાયને ઘાસ ખવડાવો.


............


સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા દસમાં ભાવ પર થતું હોવાથી કામકાજમાં સફળતા મળશે. નવી નોકરીની તક ઊભી થશે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સફળતા પ્રાપ્ત થશે. સરકારી કામકાજમાં થોડી અડચણનો સામનો કરવો પડશે. ધારેલા કાર્યોમાં સાવધાની રાખવી. સંતાન અંગેની ચિંતા દૂર થશે. નોકરીમા પ્રમોશનની સંભાવના છે. ઉતાવળે કામ કરવું નહીં. ખોટા માણસોથી દૂર રહેવું. આ પરિવર્તન જીવનસાથી સાથે મતભેદો ઉભા કરી શકે છે. તેથી ધ્યાન રાખવું.


ઉપાય તરીકે માતા-પિતાની સેવા કરવી. પિતાને ગિફ્ટ આપવી. સૂર્ય મંત્રનો જાપ કરવો. આદિત્ય હ્રદય સ્તોત્રનો જાપ કરવો.


..............


કન્યા રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા ભાગ્ય પર થઈ રહ્યું છે. તમારા માટે સમય અનુકૂળ છે. કામકાજમાં સફળતા મળશે. વિદેશયાત્રા વગેરેના કાર્યો પૂરા થશે. સામાન્ય રીતે નોકરી અને વ્યવસાય કરનાર વ્યક્તિઓ માટે સમય અનુકૂળ છે. તમારા વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થાય તેવા સંકેતો છે. ધંધામાં આ સમયે થોડું ધ્યાન રાખવા જેવો છે. શારીરિક સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે ખાનપાનમાં ધ્યાન રાખવું. સાથીદારો સાથે સમય અનુકૂળ રહેશે. નવા પ્રેમ સંબંધથી દૂર રહેવું. સંતાન અંગેની ચિંતામાં પણ રાહત મળશે.


ઉપાય તરીકે ભગવાન સૂર્યને જળ ચઢાવો. ગાયને ઘાસ ખવડાવો.


...............

તુલા રાશિના જાતકો માટે આ પરિવર્તન આઠમા ભાવ પર થતું હોવાથી શારીરિક બીમારીમાં ધ્યાન રાખવું. વાહન ચલાવવામાં પણ ધ્યાન રાખવું. તમારા વિચારો તમારા પરિવારથી અલગ પડતા જણાય છે. તમારા માટે આ સમય સામાન્ય રહેશે.વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. તમને ધારેલી સફળતા મળે તેવા સંકેતો ગ્રહો આપે છે, પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર બનશે. મોટા માણસો સાથે મુલાકાત થશે.


ઉપાય તરીકે સૂર્ય ભગવાનને જળ ચઢાવો. પિતાની સેવા કરો. ગાયને ઘાસ આપો.


.............

વૃશ્ચિક રાશિ માટે આ પરિવર્તન સાતમાં ભાવ પર થતું હોવાથી સાથીદારો અને પતિ-પત્ની વચ્ચે મતભેદ થઈ શકે શે. મનમેળ રાખીને કામ કરવું. સંતાન અંગેની ચિંતામાં રાહત થશે. ધંધા અને વ્યાપારમાં વધારો થાય એવી સંભાવના છે. આ પરિવર્તનથી તમારા જૂના અટવાયેલા નાણાં પરત મળે તેવી સંભાવના છે. ઘરમાં ધાર્મિક પ્રસંગો આવશે. ખોટી ઉતાવળથી દૂર રહેવું. વાણી પર કંટ્રોલ રાખવો અને ખોટા માણસોની સોબતથી દૂર રહેવું.


ઉપાય તરીકે ભગવાન સૂર્યને જળ ચઢાવવું. આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરવો. ગાયત્રી મંત્રના જાપ કરવા.


..................


ધન રાશિના જાતકો માટે આ પરિવર્તન છઠ્ઠા ભાવ પર થતું હોવાથી સામાન્ય રીતે રોગ અને શત્રુમાં વૃદ્ધિ કરાવશે. ચામડીના રોગો થઇ શકે છે. નોકરીમાં સ્થિરતા આવશે. નવી નોકરીની પ્રાપ્તિ પણ થાય. કદાચ સરકારી નોકરી માટે તમારા પ્રયત્નો સફળ થાય. સંતાન અંગેની ચિંતા રહેશે. નાણાકીય લેવડ-દેવડથી દૂર રહેવું. સરકાર તરફથી થોડી તકલીફ આવી શકે છે. ઘરેલુ વાદ-વિવાદમાં રાહત મળશે. યાત્રા પ્રવાસનો યોગ બનશે.


ઉપાય તરીકે પિતાની આજ્ઞાનું પાલન કરવું. ગાયત્રી મંત્રના જાપ કરવા. ગરીબોને ભોજન કરાવવું. ભગવાન સૂર્યને જળ ચઢાવવું.


.........

મકર રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા પાંચમા ભાવ પરથી થઇ રહ્યું છે. જેનાથી સામાન્ય રીતે સંતાન અને તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે, જે ટાળવો. ખોટા વાદ-વિવાદમાં પડવું નહીં. યાત્રા પ્રવાસનો યોગ બનશે. ધંધાદારી વ્યક્તિઓએ ધંધામાં ધ્યાન રાખવું. નવો ધંધો હાલ બદલવો નહીં. નોકરિયાત વર્ગ માટે સારો સમય છે. તમને સફળતા મળશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગમન સંભવ છે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. ઉતાવળે આંબા પાકતા નથી એ વાત ધ્યાનમાં રાખવી. કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં. સામાન્ય રીતે તમારી બનાવેલી યોજનાઓ પૂરી થઈ જશે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં અને નાણાકીય લેવડદેવડ કરવી નહીં.


ઉપાય તરીકે ભગવાન સૂર્યને જળ ચઢાવવું. ગરીબોને ભોજન આપવું. ગાયત્રી મંત્રના જાપ કરવા.


............

કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા ચોથા ભાવ પરથી થઇ રહ્યું છે. જે માતાને કષ્ટકારક હશે. પિતા અને તમારી વચ્ચે મત-મતાંતર થવાની સંભાવના છે. સામાન્ય રીતે સંતાનને લઈને જે ચિંતા હતી તેમાં હાલ રાહત થશે. જમીન-મકાનના વાદ-વિવાદમાં પણ રાહત મળશે. કોર્ટ-કચેરીમાં તમારા પક્ષમાં નિર્ણય આવે તેવી સંપૂર્ણ સંભાવના છે. ખોટી માહિતીથી સાવધાન રહેવું. કોઈ વ્યક્તિઓના કહેવામાં આવીને ખોટા નિર્યણ લેવો નહીં, જે તમને નુકસાન કરાવી શકે છે.


ઉપાય તરીકે વડીલોનું સન્માન જાળવવું. ઈષ્ટદેવને દીવો કરવો. ગાયને ઘાસ ખવડાવવું.


..........

મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા પરાક્રમ ભાવમાં થઈ રહ્યું છે. જેના કારણે તમને થોડો અફસોસ મળવાની સંભાવના છે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. આ સમય દરમિયાન આવક કરતા જાવકમાં વધારો થાય તેવી સંભાવના છે. સ્વાસ્થ્યની બાબતમાં ચિંતા રહેશે. જેના ઉપર તમે ભરોસો રાખો છો તે દગો દઈ શકે છે. આ સમયમાં કોર્ટ-કચેરીમાં સફળતા મળશે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવશે. પતિ-પત્ની વચ્ચેના મતભેદો દૂર થાય. લગ્ન વગેરેના પ્રસંગો શાંતિથી ઉકેલી શકાય. સંતાન અંગેની ચિંતામાં વધારો થાય. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ અને સારો છે.


ઉપાય તરીકે નિયમિત પીપળાના વૃક્ષને જળ ચઢાવવું. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અને પિતાની સેવા કરવી.

(માહિતી: જ્યોતિષાચાર્ય દુર્ગાપ્રસાદ, Email id: durgaprasadastro@gmail.com)

X
surya rashi parivartan 15 may 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી