સૂર્ય ગ્રહનું રાશિ પરિવર્તન / વૃષભ રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે, 12 રાશિ પર સીધી અસર થશે

surya rashi parivartan 15 May 2019

divyabhaskar.com

May 13, 2019, 05:28 PM IST

ધર્મ ડેસ્ક : 15 મેના રોજ ગ્રહમંડળમાં રાજા રૂપી સૂર્ય ગ્રહ વૃષભ રાશિમાં 11:01 કલાકે પ્રવેશ કરશે. જે સતત એક માસ પરિભ્રમણ કરશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા મુજબ આ પરિભ્રમણ અશુભ ગણાય છે. કારણ કે સૂર્યને શુક્રની રાશિ અનુકૂળ નથી. બંનેનું કારકતત્વ વિરોધાભાસ છે. આવા સમયમાં સરકારી અધિકારીઓ કે અન્ય કર્મચારી લાંચરૂશ્વત કેસમાં ફસાઈ શકે છે. ગરમી કંઈક અંશે ઘટશે.

અસામાજીક ઘટનાઓ બની શકે છે. શિક્ષણ જગતમાં આવો સમય વિદ્યાર્થીગણ, વાલીગણ માટે અશુભ ગણી શકાય. ખાસ કરીને મહાનુભાવને તબિયતની સવિશેષ કાળજી રાખવી પડશે. તેમ જ નામાંકિત જ્યોતિષ કે જાદુગરનું અકાળ મૃત્યુ થવાની સંભાવના નકારી શકાતી નથી. આ પ્રમાણ બારે બાર રાશિના જાતકોને કેવું રહેશે તે ચંદ્ર રાશિથી સમજાવેલું છે.

(1) મેષ રાશિ (અ,લ,ઈ): વાણી ઉપર સંયમ રાખવો. અકારણ વાદ-વિવાદ કે ઝઘડા થાય. આવક કરતા જાવક વધી શકે.

(2) વૃષભ રાશિ (બ,વ,ઊ): પદ-પ્રતિષ્ઠા મળવાના પ્રબળ યોગ બને છે. ગુસ્સો આવે, લગ્નજીવન કંઈક અંશે બગડી શકે છે.


(3)મિથુન રાશિ( ક,છ,ઘ): કોર્ટ-કચેરી, હોસ્પિટલની દોડાદોડી રહે. નોકરીયાતવર્ગને બદલી થવાના યોગ છે.


(4) કર્ક રાશિ (હ,ડ): લાંબાગાળાના મળવાપાત્ર લાભો મળશે. વડીલોથી લાભ થશે. શત્રુઓ ઉપર વિજય થશે.


(5)સિંહ રાશિ (મ,ટ): નોકરી-ધંધામાં શુભ તક. માતાનાં આરોગ્યની કાળજી રાખવી. મહત્વની તક ઝડપી લેવી.


(6)કન્યા રાશિ (પ,ઢ,ણ) : ભાગ્ય પરિવર્તન, સરકારી લાભ, ધાર્મિક યાત્રા સાથે સન્માન મળે.


(7)તુલા રાશિ (ર,ત): આકસ્મિક ટૂંકી બીમારી આવે. આત્મવિશ્વાસમાં ઘટાડો થાય. અકસ્માતનો ભય રહેશે. જૂના સ્વજનો સાથે પુનઃ સંબંધો પ્રસ્થાપિત થાય.


(8)વૃશ્ચિક રાશિ (ન,ય): સર્વ પ્રકારે શુભ સમય. સંતાનો દ્વારા માન-સન્માન મળે. આંખોને લગતી તકલીફ થાય.


(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ): છૂપા શત્રુનું શમન થાય. ધંધાદારી વર્ગ માટે સારો સમય, ધંધામાં વધારો થાય. નોકરિયાત વર્ગને માન-સન્માન સાથે પ્રમોશન મળે.


(10)મકર રાશિ (ખ,જ): બાકી કે અધુરો રહેલો વિદ્યા અભ્યાસ પૂર્ણ થાય. આંશિક શેર-સટ્ટાથી લાભ થાય. પનોતીમાં ઉન્નતિકારક કારક બની રહે.


(11) કુંભ રાશિ(ગ,સ,શ) : મકાન, વાહન ખરીદવા માટે શુભ સમય. વિદેશના વિઝા મેળવવા માટે સુવર્ણ સમય.


(12)મીન રાશિ (દ,ચ,ઝ,થ): ટૂંકી મુસાફરી થાય. પાડોશીથી લાભ થાય. કાયદાની આંટીઘૂંટી હલ થાય.

X
surya rashi parivartan 15 May 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી