ગ્રહ પરિવર્તન / સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ: 30 દિવસ સૂર્ય વૃષભ રાશિમાં રહેશે, દરેક રાશિના જાતકોએ શું કાળજી રાખવી?

Surya grah rashi parivartan May 2019
X
Surya grah rashi parivartan May 2019

divyabhaskar.com

May 15, 2019, 11:05 AM IST

ધર્મ ડેસ્ક : આજથી ગોચર પરિભ્રમણમાં સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેની દરેક રાશિ પર સીધી અસર પડશે. 15 મેથી 15 જૂન સુધી સૂર્ય ગ્રહ વૃષભ રાશિમાં રહેશે. આ સ્થિતિમાં દરેક રાશિના જાતકોએ શું કાળજી રાખવી જોઇએ તે જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અહીં જણાવી રહ્યા છે.
 

દરેક રાશિના જાતકોએ શું કાળજી રાખવી?

1. મેષ રાશિ (અ,લ,ઈ)

વાદ-વિવાદ ટાળવો, નવી ચીજ વસ્તુ ખરીદી કરતા આયોજન અવશ્ય કરવું.
 

2. વૃષભ રાશિ (બ,વ,ઊ)

મળેલી તક સારી રીતે પચાવી. પ્રેમસંબંધોમાં પડવું નહીં, નહીંતર સમય શક્તિનો વ્યય થશે.

3. મિથુન રાશિ( ક,છ,ઘ)

જાત- જામીનગીરીમાં સહી કરવી નહીં. તેમજ ખોટી સાક્ષી આપવી નહીં.

4. કર્ક રાશિ (હ,ડ)

 મિત્ર- મંડળથી સાવધાની રાખવી. વ્યસનમાં સપડાય પોતાની અંગત ચીજ-વસ્તુ અન્યને વાપરવા આપવી નહીં.

5. સિંહ રાશિ (મ,ટ)

 સરકારી નિયમોનું કડક પાલન કરવું. નવી ધડિયાળ પહેરવાની શુભ તક.

6. કન્યા રાશિ (પ,ઢ,ણ)

ખાણીપીણીમાં કાળજી રાખવી. નહિતર બીમારી લાગુ પડે. અનુકૂળતાએ બ્રહ્મભોજન કરાવવું.

7. તુલા રાશિ (ર,ત)

કોટનની સફેદ દોરી જમણા હાથે પહેરવી. તેમ જ વડીલોને માન સન્માન આપવું.

8. વૃશ્ચિક રાશિ (ન,ય)

સૂર્ય ગ્રહના નિયમિત મંત્ર 'ઓમ રીમ્ સૂર્યાય નમઃ"નો જાપ કરવો, જેનાથી વધુ સારો લાભ અને ઉત્કર્ષ જણાશે.

9. ધન રાશિ (ભ,ધ,ફ,ઢ)

દર રવિવારે સફેદ વસ્તુ ખાઈને એકટાણું કરવુ. બ્રાહ્મણને લાલ ચીજવસ્તુનું દાન આપવું.
 

10. મકર રાશિ (ખ,જ)

નિયમિત સૂર્યદેવતાને તાંબાના કળશમાં શુદ્ધ જળથી અર્ગ આપો. જેનાથી શારીરિક સુખાકારી સારી રહેશે.
(
 

11. કુંભ રાશિ(ગ,સ,શ)

 ભિક્ષુકને નાની-મોટી કોઈપણ માટીની ચીજવસ્તુઓનું દાન આપવાથી સારા સમાચાર મળી શકે છે. તેમજ સોના-ચાંદીની ખરીદી આવા સમયમાં કરવી નહીં.
 

12. મીન રાશિ (દ,ચ,ઝ,થ)

મુસાફરીમાં કાળજી રાખવી. યાદ શક્તિ ઓછી હોય તેવું લાગશે. જેના માટે નિયમિત સૂર્યોદય પહેલા અવશ્ય ઉઠવું.

સૂર્યગ્રહને બળવાન બનાવવા શું કરવું જોઈએ?

તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ નાખી, કંકુ, ચોખા, અતર, સફેદ ફૂલ નાખીને સૂર્યને ચડાવવાથી તેનું શુભત્વ જાતકને પ્રાપ્ત થાય છે. જે જાતકની કુંડળીમાં સૂર્ય રાશિ, ભાવ, યુતિગત નબળો પડતો હોય તેવા લોકોએ  સૂર્યદેવતાને જળનો કળશ અર્પણ કરવો જોઈએ. જેનાથી સૂર્ય બળવાન થઈ સહજ રીતે માન-સન્માન, પદ, પ્રતિષ્ઠા, આત્મવિશ્વાસ, આરોગ્ય તથા યશ અને કલગી આપશે. સૂર્યનો મૂળભૂત કારકતત્વ રહેલું છે. આ ઉપરાંત વિદ્વાન બ્રાહ્મણને લાલ રંગનું કાપડ, મીઠાઈ, ફૂલ, પેન, ઘઉં, માણેકનું નંગ, ગુપ્ત દક્ષિણા, દાન આપવાનું વિશેષ મહત્વ આપણા ગ્રંથોમાં સમજાવેલું છે. 


સૂર્ય ગ્રહના મંત્રનો જાપ કરી શકાય.


ऊँ हृां हृीं सः सूर्याय नमः।।

ऊँ घृणिः सूर्य आदिव्योम।।

ऊँ घृणि सूर्याय नम:

ऊँ आदित्याय विदमहे दिवाकराय धीमहि तन्न: सूर्य: प्रचोदयात

जपाकुसुम संकाशं काश्यपेयं महाद्युतिम ।
तमोsरिं सर्वपापघ्नं प्रणतोsस्मि दिवाकरम ।।

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી