આજે સૂર્ય મકર રાશિમાં આવી જશે. મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે આ તહેવાર ઊજવાય છે, એટલે જ તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આજે સાંજે 8.46 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આથી મકર સંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી, રવિવારના દિવસે ઊજવવો શુભ રહેશે. આ દિવસે દાન પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે. દાન આપવા માટે પણ યોગ્ય સમય હોવો જરૂરી છે.
મકર સંક્રાંતિ ઋતુ પર્વ છે
સૂર્યના રાશિ બદલવાથી દર બે મહિનામાં ઋતુ બદલાય છે. મકર સંક્રાંતિ એક ઋતુ પર્વ છે. જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે. એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે. એટલે ઠંડીનું વાતાવરણ હોવાના કારણે આ દિવસે સૂર્ય પૂજા, ખિચડી અને તલ-ગોળનું સેવન કરવાની પરંપરા છે. કેમ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે. સાથે જ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ પર્વમાં ગરમ કપડાનું દાન પણ કરવામાં આવે છે.
જ્યોતિષી આશિષ રાવલ ના જણાવ્યાનુસાર આ સંક્રાંતિ નુ વાહન-વાધ,ઉપવાહન- અશ્વ હોવાથી તેનો આતંક કે મૃત્યુદર વધી શકે તેમજ પ્રાણીઓમાં રોગચાળો ફેલાય આ જાતો લુપ્ત થતી જણાય.
વસ્ત્ર-પીળું હોવાથી આગામી સમયમાં તમામ પીળા કલરની ચીજ વસ્તુઓ મોંઘી થાય જેમ કે ચણાની દાળ, કેસર,હળદર,ભોજપત્ર, ચંદન,પીળા કલરનું કાપડ તથા સોનુ.
વાર નામ-કેશર હોવાથી પ્રજામાં માનસિક ભય,ચિંતા,ઉદ્વેગ છૂપો વધે.વારનામ- રાક્ષસી તથા વય-કુમારી હોવાથી મહીલાની સુરક્ષાની વિશેષ કાળજી રાખવી રહી.
આગમન- દક્ષિણ,મુખ-પશ્ચિમ, દ્રષ્ટિ ઇશાન,ગમન-ઉત્તર હોવાથી દક્ષિણ અને ઈશાન દિશાના લોકો સુખી થાય.
આ બંને દિશામાં રહીશોને સુખાકારી વધે.સ્થિતિ-બેઠેલી હોવાથી માર્કેટમાં મંદિ વધુ વેગવંતી બને. અત્ર-તત્ર-સર્વત્ર મંદીનો મોજુ ફરી વળે.આભૂષણ-મોતી હોવાથી તેની માંગમાં વધારો થાય અને તેની કિંમત વધે.પુષ્પ ઝુંઇ હોવાથી તેનો વપરાશ કરનાર વર્ગ વધે.
15 તારીખે સંક્રાંતિનું દાન આપવું. જેમાં નવા વાસણો, કપડા,ગાયને ચારો,તલ,ગોળ,સોનુ, ચાંદી, ભૂમિ, વસ્ત્રો અને પશુઓનું યથાશક્તિ દાન આપવું.
કમુરતાની પુરા થતાની સાથે જ શુભ-માંગલિક પ્રસંગો નો શુભારંભ થશે. લગ્નો ના શૂભ મૂહુર્ત આદરાશે. વિપુલ પ્રમાણમાં લગ્ન પ્રસંગો યોજાશે. ઘણા બધા યુવક-યુવતીઓ ના ઘડિયા લગ્ન પણ યોજાશે. આ બંને મુરત શાસ્ત્ર મુજબ સાનુકૂળ હોવાથી અનેકવિધ લગ્ન પ્રસંગો સામૂહિક રીતે પણ યોજાશે. આવા દિવસે પુજા કરાવનાર બ્રાહ્મણો,હોલ તથા પાર્ટી પ્લોટો તેમજ કેટરર્સ તેમજ ફુલવાળાની બોલબાલા યોજાશે.એક જ બ્રાહ્મણ બે કે ત્રણ પૂજા કરવા માટે વહેલી સવારથી લગ્નના શુભ મુહૂર્ત સાચવવા માટે દોડાદોડ કરશે.ગામડા તથા શહેરોમાં નાના મોટા રસ્તાઓ ઉપર ટ્રાફિક સમસ્યા જોવા મળશે નિર્ધારિત સમયે પહોંચવા માટે કપરુ બની જાય. અગામી લગ્નોના શુભ મુહૂર્તો જાન્યુઆરીમાં આ તારીખના છે મૂહુર્ત તા.૧૭,૧૮,૨૫,૨૬,૨૭,૨૮,૩૧. તો ફેબુઆરીમાં આ તારીખના છે મૂહુર્ત તા.૧,૬,૭,૧૦,૧૧,૧૪,૧૬,૨૨,૨૩
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.