આજનો જીવન મંત્ર:ક્યારે પણ સંપૂર્ણ તૈયારી વગર કોઈ સફળતા પ્રાપ્ત થઇ શકતી નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા :
મહાભારતમાં શ્રીકૃષ્ણ પાંડવોને સમજાવી રહ્યા હતા. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહી રહ્યા હતા કે, તમે ચક્રવર્તી સમ્રાટ બની જશો તો આર્યાવર્તના મોટાભાગના રાજાઓ તમારા તાબામાં હશે. પાંડવોનાં પરાક્રમ આગળ પણ ઝૂકી જશે પરંતુ જરાસંધને કારણે ચિંતિત છું. જ્યાં સુધી જરાસંધ જીવિત છે ત્યાં સુધી ધર્મની સ્થાપના પૂર્ણ રીતે નથી થઇ શકતી. જરાસંધ વિરોધી રાજાઓનાં પ્રમુખ બની ગયા છે.

શ્રીકૃષ્ણે વધુમાં કહ્યું હતું કે, શિશુપાલ જરાસંધના સેનાપતિ બની ગયા છે. દંતવક્ર જેવો પરાક્રમી જરાસંધનો શિષ્ય છે. પરાક્રમી યોદ્ધા હંસ અને ડીમ્બક, કરભ, મેઘવાહન જેવા પરાક્રમી રાજાઓ પણ જરાસંધના શરણમાં ઝૂકી ગયા છે.

શ્રી કૃષ્ણ તે રાજાઓનાં નામ જણાવી રહ્યા હતા જે જરાસંધની સાથે હતા. શ્રી કૃષ્ણએ કહ્યું, 'આ બધા રાજાઓ ખૂબ જ બળવાન છેઆમ છતાં જરાસંધના ચરણોમાં ઝૂકી ગયા છે. બીજ મારા સસરા ભીષ્મક પણ જરાસંધના ભક્ત છે. મેં કંસનો વધ કર્યો હતો, તેથી કંસના સસરા જરાસંધ મને નફરત કરે છે. તમારે લોકોએ જરાસંધ સાથે પુરી તૈયારી સાથે લડવું પડશે. તે તૈયારી માત્ર લશ્કરી દળની જ નહીં, પણ મનોબળ અને મુત્સદ્દીગીરીની હોવી જોઈએ.

પાંડવોને શ્રીકૃષ્ણએ પૂછ્યું, 'હવે તમે જ જણાવો, કે અમારે શું કરવું જોઈએ?'
શ્રી કૃષ્ણએ ઉદ્ધવને પૂછ્યું અને પછી નક્કી થયું કે શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ જશે. આપણે મુત્સદ્દીગીરીથી જરાસંધને હરાવીશું અને આ બાદ ધર્મની સ્થાપનાનો માર્ગ ખુલશે.

શ્રી કૃષ્ણની વાત સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું, 'મેં હંમેશા તમારો ખૂબ જ આદર કર્યો છે, પરંતુ આજે મારા મનમાં તમારા પ્રત્યેનો આદર વધી ગયો છે. તમે કોઈ પણ કામ પૂરી તૈયારી વગર કરતા નથી. દરેક કામ પાછળ તમારી તૈયારી સંપૂર્ણ હોય છે.

અમને આશ્ચર્ય થાય છે કે તમારી પાસે આ બધી માહિતી છે. જરાસંધ સાથે કયા કયા રાજાઓ છે, તમે તેમના નામ જાણો છો, તમે એ પણ જાણો છો કે જરાસંધનું મૃત્યુ કેવી રીતે થશે. તમે પણ આ બધી પદ્ધતિઓ જાણો છો. અમે બધા તમારી પાસેથી શીખીએ છીએ કે કોઈ પણ વ્યક્તિએ તૈયારી વિના કોઈ મોટું કામ શરૂ ન કરવું જોઈએ.

બોધ
શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરનો આ કિસ્સો આપણને સંદેશ આપી રહ્યો છે કે જો આપણે મોટું કામ કરવા માંગતા હોય તો આપણે ઘણી તૈયારી કરવી જોઈએ. આપણી સાથે સંકળાયેલા લોકો, સંજોગો અને માધ્યમો વિશે આપણી પાસે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. તો જ સફળતા મળી શકે છે. અધૂરી માહિતી સાથે કામ શરૂ ન કરવું જોઈએ.