• Gujarati News
  • Dharm darshan
  • Statistics Will Give An Overview Of The Future, Find Out How The New Year Will Be Based On Lucky Numbers

અંકશાસ્ત્રથી ભવિષ્ય કથન:અંકડા કરાવશે ભવિષ્યની ઝાંખી, જાણો લકી નંબર આધારિત કેવું રહેશે નવું વર્ષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકશાસ્ત્ર એક ગૂઢ શાસ્ત્ર છે. વ્યક્તિની જન્મતારીખ પરથી તેનું ભવિષ્ય જાણી શકાય છે. આ નવા વર્ષે તમામ અંક અનુસાર જાતકોનો આગામી સમય કેવો રહેશે જે જાણીતા અંકશાસ્ત્ર ભાવેશ પ્રજાપતિ જણાવશે. અંકશાસ્ત્ર અનુસાર તમારુ પર્સનલ યર જાણો..તેના આધારિત કરો ભવિષ્યની ઝાંખી.

અંક 1

1 અંકના જાતકો માટે આ નવું વર્ષ લાભદાયી રહેશે.. તેમના અટકેલા કાર્યો પૂરા થશે. સાથે જ પ્રગતિની નવી તકો મળશે

અંક 2

2 અંકના જાતકો માટે વર્ષ 2022નો શરુઆતનો સમય કષ્યદાયી બની શકે છે. ખરાબ સમાચાર મળે અથવા તો કાર્યમાં સફળતા ન મળવાના યોગ છે. સંબંધોની વાત કરીએ તો આ જાતકોને મનભેદ થવાની શક્યતા છે.

અંક 3

વર્ષ 2022 3 અંકના જાતકો માટે સારા સામાચાર લાવનારુ રહેશે. લગ્નવાંછુકો માટે યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે. સાથે કરેલા આયોજનો પણ સાકાર થશે.

અંક 4

અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2022માં આ જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં સાવચેતી રાખવી. 4નો અંક રાહુનો અંક કહેવાય છે તેથી ઉતાવળમાં કે લાગણીશીલ બનીને નિર્ણયો ન લેવા

અંક 5

આ જાતકો માટે વર્ષ 2022 ઘણુ જ લકી રહેશે. નોકરીયાત હોય કે વેપારી નવા વર્ષમાં પ્રગતિના નવા સોપાનો સર થશે. ધારેલા કાર્યો પૂરા થશે.