આપણી સામે જ્યારે પણ કોઈ અહંકારી વ્યક્તિ આવી જાય તો તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ, આ વાત આપણે વાલીના પુત્ર અંગદ પાસેથી શીખી શકીએ છીએ. રામાયણમાં સીતાની શોધ કરતાં-કરતાં શ્રીરામ પોતાની વાનરસેનાની સાથે લંકા પહોંચી ગયા હતાં.
શ્રીરામ રાવણની સાથે યુદ્ધ ટાળવા માગતાં હતાં. જેની માટે તેમણે એક છેલ્લો પ્રયાસ કર્યો. શ્રીરામે અંગદને દૂત બનાવીને રાવણ પાસે મોકલ્યો, જેથી રાવણ સીતાને પાછી સોંપી દે અને યુદ્દ ટાળી શકાય.
લંકા દરબારમાં અંગદ જેવો પહોંચ્યો તો એક વાનરને જોઈને રાવણે પૂછ્યું કે તું કોણ છે?
અંગદે પોતાનું નામ જણાવ્યું અને કહ્યું કે મારા પિતાનું નામ વાલી છે શું તમને યાદ છે? તું મારા પિતાને મળી ચુક્યો છે.
વાલીનું નામ સાંભળતાં જ રાવણના હાવ-ભાવ બદલાઈ ગયાં. તેનો વાત કરવાનો અંદાજ બદલાઈ ગયો અને કહ્યું કે હા, મને યાદ છે કે એક વાલી નામનો વાનર હતો.
રાવણના હાવ-ભાવ જોઈ અને તેની વાત સાંભળીને અંગદને આશ્ચર્ય થયું. અંગદે વિચાર્યું કે જેને મારા પિતા વાલીને છ મહિના સુધી પોતાના બાહુમાં જકડી રાખ્યો હતો, તે રાવણ વાલીને સામાન્ય રીતે યાદ કરી રહ્યો છે.
હકીકતમાં રાવણ અહંકારી હતો અને તે પોતાને જ સર્વશ્રેષ્ઠ અને સૌથી શક્તિશાળી માનતો હતો અને બીજાને નબળા સમજતો હતો.
રાવણે અંગદને આગળ પૂછ્યું કે તું વાલી જેવા શક્તિસાલી વાનરનો પુત્ર છે અને રામની સેવા કરી રહ્યો છે.
રાવણ ઢોંગ કરી રહ્યો હતો અને જૂઠું બોલી રહ્યો હતો. રાવણે અંગદને પૂછ્યું કે એ તો જણાવ કે તારા પિતા ક્યાં છે આજકાલ?
રાવણ જાણતો હતો કે રામે વાલીનો વધ કરી દીધો છે, તેમ છતાં અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યો હતો.
અંગદે રાવણને કહ્યું કે જો તને વાલીની ખૂબ જ યાદ આવી રહી હોય તો થોડા દિવસ પછી તું પણ એ જગ્યાએ જતો રહીશ, જ્યાં શ્રીરામે વાલીનો મોકલ્યો છે.
ત્યારબાદ અંગદે રાવણના દરબારમાં ઘોષણા કરી હતી કે જો કોઈપણ તેનો પગ ખસે઼ડી બતાવશે તો શ્રીરામ પાછા જતાં રહેશે. આ ઘોષણા પછી રાવણના દરબારના બધા લોકોએ તેનો પગ હલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈને સફળતા મળી નહીં.
રાવણ વિદ્વાન અને વિશ્વવિજેતા હતો, પરંતુ અહંકારને લીધે રાવણ નાટક કરી રહ્યો હતો, જાણે તે વાલીને સારી રીતે ઓળખતો ન હોય. બીજી તરફ અંગદ યુવાન હતો, પરંતુ પોતાની બુદ્ધિમાનીથી અંગદે રાવણનો અહંકાર તોડ્યો હતો.
અંગદની શીખ
જો આપણી સામે કોઈ અહંકારી વ્યક્તિ આવી જાય તો આપણે તર્કબદ્ધ રીતે તેના સવાલોના સચોટ જવાબ આપવા જોઈએ. જ્યારે આપણે તર્કની સાથે સચોટ જવાબ આપીએ તો અહંકારી વ્યક્તિ આપણી સામે કંઈ જ બોલી નથી શકતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.