ચમત્કાર પર નહીં પોતાની મહેનત પર વિશ્વાસ રાખો:લંકા પહોંચવા માટે શ્રીરામ સમુદ્રને સૂકવી શકતાં હતાં, પરંતુ તેમને નલ-નીલની મદદથી સેતુ બનાવ્યો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે આપણે પોતાની મહેનત ઉપર ભરોસો કરીએ છીએ તો મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ સફળ બની જાય છે. એટલા માટે આપણે કોઈ ચમત્કાર પર નહીં, પોતાની મહેનત પર ભરોસો રાખવો જોઈએ. આપણે આ વાત શ્રીરામ પાસે શીખી શકીએ છીએ. રામાયણમાં શ્રીરામ વાનર સેનાની સાથે દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પહોંચી ગયાં હતાં.

શ્રીરામે આખી વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા પહોંચવાનું હતું, જેથી રાવણની કેદમાંથી સીતાને મુક્ત કરાવી શકાય. કોઈને સમજાઈ ન રહ્યું હતું કે વાનર સેના સમુદ્ર પાર કરીને લંકા કેવી રીતે પહોંચશે. જામવંત વાનર સેનાના સૌથી અનુભવી વ્યક્તિ હતાં, તેઓ શ્રીરામની શક્તિઓ વિશે જાણતાં હતાં. તેમને શ્રીરામને કહ્યું કે તમે તો તમારી શક્તિઓથી આ સમદ્રને આસાનીથી સૂકવી શકો છો. સમુદ્ર સૂકાઈ જશે તો આખી વાનર સેના લંકા સુધી સરળતાથી પહોંચી જશે.​​​​​​​

જામવંતની વાત સાંભળીને શ્રીરામ બોલ્યા કે આપણને સમુદ્ર દેવને કહ્યું છે કે આપણી સેનામાં નલ-નીલ નામના બે એવા વાનર છે, જેની મદદથી સમુદ્ર ઉપર સેતુ બાંધી શકાય છે. નલ-નીલને ઋષિઓ દ્વારા એવો શ્રાપ મળેલો છે કે તેઓ જે પણ વસ્તુ પાણીમાં નાંખશે તે ડૂબશે નહીં. આપણે તેમની મદદથી સમુદ્ર ઉપર સેતુ બનાવીશું અને પછી સંપૂર્ણ સેના લંકા પહોંચી જશે.​​​​​​​

ત્યારબાદ નલ-નીલની મદદથી વાનર સેનાએ સમુદ્ર પર સેતુ બાંધી દીધો. શ્રીરામ આખી સેના સાથે લંકા પહોંચી ગયાં.​​​​​​​

જીવન પ્રબંધન

આ કિસ્સામાં શ્રીરામે સંદેશ આપ્યો છે કે આપણે પોતાની મહેનત ઉપર વધુ ભરોસો કરવો જોઈએ. કોઈ ચમત્કાર પર કે કોઈ શોર્ટકટ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. એકસાથે મળીને મોટા-મોટા કામોને પૂરાં કરી શકાય છે. એ સમયે વાનરસેનાએ જે સેતુ બનાવ્યો હતો તે અટૂટ હતો. શ્રીરામે બધાની મદદ લીધી અને આ મુશ્કેલ કામ પૂરું કર્યું.