શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન / સિંહ, મિથુન, મકર અને કુંભ રાશિના જાતકો માટે આ સમય કપરો રહેશે

Shukra grah Rashi parivartan 10 May 2019

divyabhaskar.com

May 09, 2019, 06:44 PM IST

ધર્મ ડેસ્ક : 10 મેના રોજ ગ્રહગોચર પરિભ્રમણમાં અતિ લાગણીશીલ, સૌમ્ય, સ્નેહ અને સંપત્તિકારક શુક્ર ગ્રહ અગ્નિતત્વની મેષ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યાનુસાર ગોચરમાં શુક્ર ૨૬ દિવસના ટૂંકા ગાળાના સમયમાં પરિભ્રમણ કરવાથી આ સમયમાં શેરબજારમાં તેજીના ચમકારા જોવા મળશે.

આ સમય દરમિયાન લગ્ન પ્રસંગો ભભકાદાર અને યાદગાર બની રહેશે. માર્કેટમાં નવા- નવા મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ જેવા ઉપકરણો જોવા મળશે. ટ્રાવેલિંગ ક્ષેત્રના વ્યવસાયને વેગ મળશે. સ્કૂલ-કોલેજમાં યુવાનોએ પ્રેમ પ્રસંગથી સચેત રહેવું. બેંકમાં ડિપોઝિટ વધશે. વધુ સારી સવલત આપવા માટે બેંકો કટિબધ્ધ બનશે.

મેષ અને તુલા રાશિના જાતકો માટે આ સમય શુભ બની રહેશે. આ રાશિના જાતકોને કુળદેવની ઉપાસના કે લક્ષ્મી ઉપાસના કરવાથી સારું ફળ મળશે.

સિંહ, મિથુન, મકર અને કુંભ રાશિના જાતકો માટે આ સમય કપરો કે અશુભ ગણી શકાય. આ રાશિના જાતકોએ રોકાણ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી. બહારગામનો પ્રવાસ ટાળવો. તેમજ પોતાના નજીકના સગા ,સ્વજન, મિત્ર ઉપર વિશ્વાસ મૂકવો નહીં.

વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન, મીન રાશિના જાતકો માટે આ સમય મધ્યમ બની રહેશે. આ રાશિના જાતકોએ ઇષ્ટદેવની ઉપાસના સાથે ભિક્ષુકને નાની-મોટી ચીજ વસ્તુઓનુ દાન આપવું.

X
Shukra grah Rashi parivartan 10 May 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી