3 જૂને શનિ જયંતી / ધન રાશિમાં 149 વર્ષ પછી શનિ-કેતુનો યોગ બની રહ્યો છે, 12 રાશિ ઉપર સીધી અસર થશે

Shani Jayanti 3 June 2019
X
Shani Jayanti 3 June 2019

divyabhaskar.com

May 29, 2019, 12:33 PM IST

ધર્મ ડેસ્ક : 3 જૂનને સોમવારના રોજ શનિ જયંતી છે. આ વર્ષે શનિ જયંતી ઉપર શનિની સાથે કેતુ પણ ધન રાશિમાં છે. જેના કારણે દુર્લભ યોગ બની રહ્યો છે. આ પહેલા આ યોગ 149 વર્ષ પહેલા, 30 મે 1870માં બન્યો હતો. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ શનિ જયંતીએ શનિ વક્રી કરી રહ્યો છે. આ વર્ષે પાંચ રાશિ માટે શુભ સમય રહેશે. 12 રાશિ ઉપર તેની કેવી અસર પડશે તે જોઈએ.
 

શનિનું રાશિફળ

મેષ રાશિ : તમારા પક્ષમાં શનિ નથી. આ સમયે રોકાણથી બચવું. ખોટો વિવાદ કરવો નહીં. કોઈ જોખમ પણ લેવું નહીં. સમયમાં સુધારો થશે. સંભાળીને રહેવું.


શું કરવું - ગરીબ વ્યક્તિને તેલ અને મીઠાંનું દાન કરો.
 

વૃષભ રાશિ  :  આ સમયે શનિની ઢય્યાનો પ્રભાવ તમારી રાશિ ઉપર રહેશે. શનિ વક્રી છે. મુશ્કેલી ઓછી રહેશે. આવક પણ સારી રહેશે. 


શું કરવું-  ગરીબ વ્યક્તિને ગોળ અને ચણાનું દાન કરવું.
 

મિથુન રાશિ  : શનિની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર છે. પરંતુ વક્રી હોવાથી તેની ખરાબ અસર તમારા ઉપર પડશે. સમય ઠીક ઠીક રહેશે. લાપરવાહીથી બચવું. મહેનત પ્રમાણે ફળ મળશે. 


શું કરવું - ગરીબને જૂના વસ્ત્રોનું અને અન્નનું દાન કરવું.
 

કર્ક રાશિ  : આ સમય તમારા માટે સામાન્ય રહેશે. આવનાર દિવસોમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નવી યોજના સફળ થશે. વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે. વિવાદમાં વિજય મળશે.


શું કરવું - ગાયને લીલું ધાસ અને કુતરાંને રોટલી આપવી.
 

સિંહ રાશિ  : શનિની વક્રીથી કાર્યમાં વિલંબ થશે. આવક અસ્થિર થશે. પરીવારમાં સંતુલન બનાવી રાખો. વિવાદમાં ન પડવું.


શું કરવું - પક્ષીઓને ચણ નાંખવી.વડિલોની સેવા કરવી.
 

કન્યા રાશિ  :  તમારા ઉપર શનિની ઢય્યા ચાલી રહી છે. જરૂરી કામ કરવામાં વિલંબ ન કરવો. જોખમથી બચવું. હાલ નવું કામ શરૂ કરવું નહીં. રોકાણ કરતા પહેલા જાણકારની સલાહ લેવી.


શું કરવું - ચોખાનું દાન કરવું.
 

તુલા રાશિ  : વિવાદથી દૂર રહેવું નહીંતર નુકસાન થઈ શકે છે. રોકાણ અને નવું કામ કરવાથી બચવું. શનિ વક્રીથી સાવધાન રહેવું. બિઝનેસમાં સંભાળીને રહેવું.


શું કરવું - નિર્ધનને ભોજન અને ફળનું દાન કરવું.
 

વૃશ્ચિક રાશિ  :  આ રાશિના જાતકોએ વધારે સાવધાન રહેવાની જરૂર છે. એવું કોઈ કામ કરવું નહીં જેનાથી તમારી મુશ્કેલી વધે. 


શું કરવું - ગરીબ લોકોને અન્નનું દાન કરવું. પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી.
 

ધન રાશિ  :  બધા લોકોનો સહકાર મળશે. આવક પણ સારી રહેશે. નવા કાર્યની શરૂઆત થશે. શનિ વક્રી હોવાથી લાભની સ્થિતિ બની રહી છે. 


શું કરવું - અસહાય વડિલની મદદ કરવી. અન્નનું દાન કરવું.
 

મકર રાશિ  :  શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિ રાશિનો સ્વામી હોવાથી તમારા માટે સમય સારો રહેશે. સમજણથી મુશ્કેલ સ્થિતિમાં માર્ગ કરશો. કોઈ સાથે વિવાદ ન કરવો.


શું કરવું - પશુઓને જળ અને ઘાસ આપવું.
 

કુંભ રાશિ  :  તમારા માટે સમય શુભ રહેશે. નોકરીમાં પ્રગતિ થશે. સમસ્યાઓ હલ થશે. વેપારમાં લાભના યોગ છે. યાત્રા સુખદ રહેશે. વિવાદમાં તમારો વિજય થશે. 


શું કરવું  - મિઠાઈનું દાન કરવું.
 

મીન રાશિ : આ રાશિના જાતકો માટે સમય સારો છે. કાર્યમાં સફળતા મળશે. વેપાર સારો રહેશે. વેપારમાં પ્રગતિ થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે. નવું કામ મળશે.


શું કરવું - ગરીબ લોકોને ફળનું દાન કરવું.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી