• Gujarati News
  • Dharm darshan
  • Pushya Means To Nourish, In The Rigveda It Is Called The Star That Gives Happiness, Prosperity And Good Fortune.

પુષ્ય નક્ષત્ર:પુષ્યનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુષ્ય નક્ષત્રમાં લગ્ન સિવાયના તમામ માંગલિક કાર્યો થાય છે

દિવાળી પહેલાં ખરીદદારી માટે શનિ પુષ્પ યોગ બની રહ્યો છે. તેમાં જે ખરીદી કરવામાં આવે છે તે શુભ ગણાય છે. આ મુહૂર્તમાં સંપત્તિ, સોના-ચાંદી, કિંમતી વસ્તુઓ અને ઘરમાં ઉપયોગી ચીજ વસ્તુઓની ખરીદદારી કરવી શુભ ગણાય છે. આજે એટલે કે 7 નવેમ્બરે આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે, જે આગલા દિવસે રવિવારે સવારે 8:46 વાગ્યા સુધી ર0હેશે. જ્યોતર્વિજ્ઞાનમાં જણાવવામાં આવેલા 27 નક્ષત્રોમાંથી 8માં સ્થાને પુષ્પ છે. જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રનું અનેક ગણું મહત્ત્વ છે. તેને ઘણુ શુભ માનવામાં આવે છે. આ નક્ષત્ર સ્થાયી હોય છે તેથી તેમાં ખરીદેલી વસ્તુઓ સ્થાયી રીતે સુખ સમૃદ્ધિ આપે છે. પુષ્યનો અર્થ પોષણ કરનાર થાય છે, ઊર્જા અને શક્તિ પ્રદાન કરનારું.

ઋગ્વેદમાં પુષ્પને શુભ તારો કહેવાયું છે
પંડિત ગણેશ મિશ્ર જણાવે છે કે, ઋગ્વેદમાં પુષ્યને શુભ તારો કહેવાયું છે. વૈદિક જ્યોતિષ પ્રમાણે, ગાયના આંચળને આ નક્ષત્રું ચિન્હ માનવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિમાં ગાયના દૂધને અમૃત માનવામાં આવે છે. આ નક્ષત્ર ગાયના તાજા દૂધ જેવું પોષણકારી, ફાયદાકારક અને મનને પ્રસન્નતા આપનાર છે. તેથી ઋગ્વેદમાં તેને મંગળકર્તા, વૃદ્ધિ કર્તા અને સુખ સમૃદ્ધિ આપનારું કહેવાયું છે.

પુષ્ય શબ્દનો અર્થ પોષણ કરનારું અથવા પોષણ કરનાર થાય છે. પુષ્ય ઊર્જા-શક્તિ આપનાર નક્ષત્ર છે. આ નક્ષત્ર સૌભાગ્ય અને સુખ સાથે પોષણ કરનારું છે. તેને તિષ્ય નક્ષત્ર પણ કહેવાય છે. તિષ્યનો અર્થ શુભ થાય છે. આ અર્થ પણ પુષ્ય નક્ષત્રને શુભતા પ્રદાન કરે છે.

દેવતાઓને પ્રિય છે પુષ્ય નક્ષત્ર
પંડિત મિશ્ર જણાવે છે કે, આ નક્ષત્રમાં કરેલા કામ હંમેશા સફળ થાય છે. તેનો સ્વામી શનિ અને ગુરુ માનવામાં આવે છે. શનિ-પુષ્પ યોગમાં શનિને લીધે ખરીદી કરેલી વસ્તુ સ્થાયી રૂપથી રહે છે અને ગુરુને લીધે તે સમૃદ્ધિ આપે છે. શાસ્ત્રોમાં ગુરુને પદ-પ્રતિષ્ઠા, સફળતા અને આશ્ચર્યકારક માનવામાં આવે છે. શનિને વર્ચસ્વ, ન્યાય અને શ્રમ કારક માનવામાં આવે છે. તેથી આ નક્ષત્રમાં મહત્ત્વપૂર્ણ કામ કરવું શુભ ગણાય છે. આ યોગમાં ખરીદી ગુરુના પ્રભાવથી સમુદ્ધિ અને શુભ ફળ આપનાર હોય છે. શનિને લીધે સમૃદ્ધિ અને શુભતા સ્થાયી રહે છે. પુષ્પ નક્ષત્ર દેવતાઓને પ્રિય ગણાય છે. તેથી આ દિવસે લગ્ન સિવાય તમામ માંગલિક અને શુભ કામ કરવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રમાં આ કામ કરવું શુભ ગણાય છે
પુષ્ય નક્ષત્ર ખરીદદારી માટે ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે વાહન, જમીન અથવા ઘરની ખરીદી ફાયદાકારક ગણાય છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલા દોષમુક્ત હોય છે અને જલ્દી સફળ થાય છે. જો તે રવિવારે હોય તો રવિ પુષ્ય યોગ બને છે. ગુરુવારે હોય તો ગુરુ પુષ્ય યોગ કહેવાય છે. આ સંયોગ શુભ ગણાય છે. આજે બની રહેલા શનિ-પુષ્ય યોગમાં સોના-ચાંદી, તાંબા જેવી વસ્તુઓની ખરીદી કરવાથી સુખ-સમૃદ્ધિ અને વૈભવ વધે છે. જમીન, મકાનમાં રોકાણ કરવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય વાહન, ફર્નીચર, જ્વેલરી, ઈલેક્ટ્રોનિક્સ સહિતની વસ્તુઓની ખરીદારી શુભ ગણાય છે.

  • પુષ્ય એક અન્ધ નક્ષત્ર છે. તેમાં ખોવાયેલી વસ્તુ જલ્દી મળી જાય છે. આ નક્ષત્રમાં લગ્ન સિવાયના તમામ માંગલિક કાર્યો કરવામાં આવે છે.
  • જો કોઈ પુષ્ય નક્ષત્રના યોગમાં સોનાના ઘરેણાં ખરીદે છે તો તે સ્થાયી લાભ આપે છે. તેનાથી મળનારું ધન કાયમી રહે છે.
  • પુષ્ય નક્ષત્રમાં કોઈ કંપનીના શેરમાં રોકાણ કરવા ઈચ્છો છો તો તે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રોકાણ કરતા પહેલાં નિષ્ણાતોની સલાહ જરૂર લો.
  • પુષ્ય યોગમાં જે વસ્તુની ખરીદી કરવામાં આવે છે તેનાથી પરિવારને પણ ફાયદો મળે છે. પરિવારને વિશેષ સુવિધા અને શુભ ફળ મળે છે.
  • જો વાહનની ખરીદી કરવામાં આવે તો દુર્ઘટનાની સંભાવના ઓછી થઈ જાય છે. માનવામાં આવે છે કે દુર્ઘટનાનો યોગ ટળે છે. તો પણ સાવચેતી રાખવી જોઈએ.
  • વેપાર કરનારા લોકો માટે આ દિવસ ફાયદાકારક રહે છે. આ દિવસે ખાતા વહીની ખરીદી કરવાની પરંપરા છે.
  • પુષ્ય નક્ષત્રમાં સફેદ રંગની વસ્તુ જેમ કે ચોખા, ખાંડ અને અન્ય વસ્તુઓમાં રોકાણ કરવું જોઈએ. રોકાણ કરતાં પહેલાં સાવચેતી રાખવી.
  • પુષ્ય નક્ષત્રમાં દૂધનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. આ દાન કરવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે.
  • માન્યતા છે કે આ નક્ષત્રમાં જો બિઝનેસ માટે વાહન ખરીદવામાં આવે તો બિઝનેસમાં ફાયદો થાય છે.
અન્ય સમાચારો પણ છે...