આજે 14 નવેમ્બર ભારતના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુનો જન્મદિવસ છે. નેહરુજીના જીવન સાથે જોડાયેલાં અનેક એવા કિસ્સા છે, જેમાં સુખી અને સફળ જીવન જીવવાના સૂત્ર છુપાયાં છે. જો આ સૂત્રોને જીવનમાં ઊતારવામાં આવે તો આપણી અનેક સમસ્યાઓ સરળ બનાવી શકાય છે. અહીં જાણો એક એવો કિસ્સો જેમાં નેહરુજીએ ધૈર્યશક્તિ વધારવા શું કરવું જોઈએ તે અંગેની શીખ આપી છે.
એક જાણીતા પ્રસંગ પ્રમાણે એકવાર નેહરુજી હવાઈ જહાજમાં યાત્રા કરી રહ્યાં હતાં. એ સમયે યાત્રામાં દરમિયાન હવાઈ જહાજમાં આગ લાગી ગયેલી, બધા યાત્રીઓની સાથે સ્ટાફ અને પાયલટ પણ ઘબરાઈ ગયાં હતાં.
હવાઈ જહાજના સ્ટાફના કેટલાક લોકો નેહરુજીની પાસે પહોંચ્યા અને તેને આ અંગે પૂરી વાત જણાવી. સ્ટાફે કહ્યું કે ખૂબ જ મોટું સંકટ આવી ગયું છે હવે સમજાઈ નથી રહ્યું કે શું કરીએ?
નેહરુજી બોલ્યા તમે ડરશો નહીં. ડરવાની જરૂર પણ નથી, જે થવાનું હશે, તે થઈને જ રહેશે. આવા સંજોગોમાં પોતાની ઊર્જા ડરવામાં નહીં, પણ પ્રયત્નો કરવામાં લગાવવી જોઈએ. અત્યારે બધી વાતો છોડીને ધૈર્ય જાળવી રાખો અને પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરો.
એટલું બોલીને નેહરુજી પુસ્તક વાંચવા લાગી ગયાં. નેહરુજી સાથે વાત કર્યા પછી પાટલોટ વિમાનને બચાવના પ્રયાસોમાં જોતરાઈ ગયાં. અનેક પ્રયાસો પછી જ્યારે વિમાન સારું ન થઈ રહ્યું હતું તો પાટલોટે સળગતા હવાઈ જહાજને એક ખેતરમાં ઊતારી દીધું. બધા યાત્રીઓ તરત જ જહાજમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધાં.
જ્યારે બધા લોકોની સાથે નેહરુજી પણ બહાર આવ્યા તો તેમના ચહેરા ઉપર સહજતા ઝલકતી હતી, જે સળગતા જહારની અંદર હતી.
નેહરુજીના આ કિસ્સા દ્વારા આપણને શીખ મળે છે કે કોઈપણ સ્થિતિમાં ધૈર્ય ન છોડવું જોઈએ. જ્યારે પરિસ્તિતિઓ વિપરીત ચાલી રહી હોય ત્યારે ધૈર્ય ન છોડવું જોઈએ. ધૈર્ય ટકી રહે તો પરિસ્થિતિઓ ઝડપથી કાબુ કરી શકાય છે અને મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.
ધૈર્ય ટકી રહે તે માટે આપણે કોઈ સારાં પુસ્તકો વાંચવા જોઈએ. આપણે એવા કામ કરવા જોઈએ જેનાથી બીજાની હિંમત વધારી શકાય.
જેવું આપણે બોલતાં હોઈએ, આપણાં કર્મ પણ એવાં જ હોવા જોઈએ
નેહરુજીના બાળપણનો એક કિસ્સો છે, નેહરુજીના પિતા મોતીલાલ નેહરુ સ્વભાવે ખૂબ જ કડક અને અનુશાશનપ્રિય હતાં. મોતીલાલજી આઝાદીની લ઼ડાઈમાં પણ ભાગ લઈ રહ્યાં હતાં. એ વખતે જવાહરની ઉંમર ઘણી ઓછી હતી. જવાહર ઉપર પોતાના પિતાના સ્વભાવનો ઊંડો પ્રભાવ હતો.
જવાહર જોઈ રહ્યાં હતાં કે મારા પિતા ભારતને આઝાદ કરાવવા માટે લગાતાર પ્રયાસો કરી રહ્યાં છે. એ દિવસોમાં મોતીલાલજીએ પોતાના ઘરમાં એક પોપટ પાળી રાખ્યો હતો. પોપટ મોતીલાલજીને ખૂબ જ પ્રિય હતો.
એક દિવસ જ્યારે તેઓ બહારથી ઘરે આવ્યા ત્યારે જોયું કે પિંજરું ખાલી છે, એમાં પોપટ નથી. પાછળથી ખબર પડી કે પોપટે જવાહરને આઝાદ દીધો છે.
મોતીલાલજીએ જવાહરને પૂછ્યું કે તે પોપટને શા માટે ઊડાડી દીધો?
જવાહર પિતાની સામે ડરી ગયાં હતાં, તેમને હિંમત કરીને કહ્યું કે તમે વાતો તો આઝાદીની કરી રહ્યાં છો, પરંતુ તમે એક પોપટને ગુલામ બનાવી રાખ્યો છે. મેં તમારી વાતોથી પ્રભાવિત થઈને પોપટને આઝાદ કરી દીધો. આ વાત સાંભળતા જ મોતીલાલજી સમજી ગયા કે જવાહરે સારું કામ કર્યું છે. આપણે જેવું બોલીએ છીએ, આપણો સ્વભાવ પણ એવો જ હોવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.