• Gujarati News
  • Dharm darshan
  • On Wednesday, It Will Be Easier For Pisces To Find New Opportunities Due To The Guidance They Are Getting From People With The Help Of The PAGE OF WANDS Card.

ટેરોકાર્ડ રાશિફળ:બુધવારે મીન જાતકોને PAGE OF WANDS કાર્ડની મદદથી લોકો દ્વારા મળી રહેલાં માર્ગદર્શનને લીધે નવી તકો શોધવી સરળ બની જશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ FOUR OF PENTACLES

પસંદગીની બાબતો પર ધ્યાન આપીને કામ કરવાની જરૂર છે. જે વાતમાં લાગે એ વાતમાં સુધારો કરવાની જરૂર છે જેમાં તમને નુકસાન થયું હતું કે જીવનના એ નબળા પહેલૂ તમને કમજોર કરી રહ્યા છે તેને સુધારવાની જરૂર છે. પરિવારના લોકોની સાથે મળવાનું થાય.. તેમ છતાં આત્મનિર્ભરતા ટકાવી રાખવા માટે પોતાની એ સમસ્યાઓનો ઉકેલ શોધવો જ પડશે.

કરિયરઃ- રૂપિયાને લગતી ચિંતા રહેવાને લીધે કામને લગતી વાતોથી ધ્યાન હટી શકે છે.

લવઃ- લવ સંબંધો પર વિશ્વાસ રહેશે પરંતુ પરિસ્થિતિ હજી કઠિન લાગશે.

હેલ્થઃ- સ્વાસ્થ્યમાં આવતા ફેરફારને ઠીક કરવા માટે ખાન-પાન પર ધ્યાન રાખવું પડશે.

શુભ રંગઃ-લાલ

શુભ નંબરઃ- 4

-----------------------------

વૃષભ DEATH

જીવનમાં જે વાતોની નવી શરૂઆત થતી દેખાઈ રહી છે, તેનો સ્વીકાર કરો. પાછલી વાતોને લીધે જે તકલીફ થઈ હતી તેની અસર તમારા મન પર ઊંડી રીતે ન થાય તે વાતનું ધ્યાન રાખીને પોતાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરવો પડશે. આસપાસના લોકોની તકલીફ જોઈને તમારે નબળા પડવાની જરૂર નથી. હાલના સમયમાં તમારે પોતાના પર ધ્યાન આવાની જરૂર છે.

કરિયરઃ- કરિયરને લગતી તમને કોઈ મળેલી તક હાર્ડ લાગશે પરંતુ તમારી પ્રગતિ માટે આ તક ઉત્તમ સાબિત થશે.

લવઃ- રિલેશનશીપને લગતો લેવામાં આવેલ નિર્ણય યોગ્ય સાબિત થશે.

હેલ્થઃ- સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ નંબરઃ- 1

-----------------------------

મિથુન NINE OF SWORDS

જે વાતોને લગતી ચિંતા લાગી રહી છે તેની ચર્ચા કોઈપણ વ્યક્તિની સાથે ન કરી શકવાને લીધે ઈમોશનલી રીતે તમે પોતાને નબળા મહેસૂસ કરી શકો. પોતાની લાગણીને સારી રીતે સમજીને અહંકારને દૂર રાખીને કામ કરવાની જરૂર છે. જે વ્યક્તિની સાથે સંબંધો સુધારવાની તમારી ઈચ્છા છે તેના પર કામ કરશો તો ફરક જરૂર જોવા મળશે.

કરિયરઃ- કરિયરને લગતી ચિંતા વધી શકે છે્. પોતાના પ્રયત્નો ચાલું જ રાખવા પડશે.

લવઃ- સંબંધો માટે જે વાતો જરૂરી છે તેના પર ધ્યાન આપો.

હેલ્થઃ- ઊંઘને લગતી સમસ્યા પેદા થવાને લીધે નબળાઈ અનુભવાશે.

શુભ રંગઃ- લીલો

શુભ નંબરઃ- 2

-----------------------------​​​​​​​

કર્ક KING OF CUPS

પોતાની લાગણીઓને કંટ્રોલમાં કરીને કઠિન પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરવો પડશે. જે વાતો તમને નબળા બનાવી રહી છે તેની ઉપર કામ કરવાને લીધે જીવન સાથે જોડાયેલી નકારાત્મકતાને દૂર કરી શકવી તમારી માટે શક્ય છે. વ્યક્તિગત જીવનના જે પહેલૂઓને તમે સુધારો કરવાની ઈચ્છા ધરાવો છો તે થોડા દિવસોમાં ઉકેલાઈ જશે.

કરિયરઃ- કામને લગતી તકો મળ્યા છતાં તમે તેને ફાયદો ન ઊઠાવી શકવાને લીધે પછતાવો થઈ શકે. કામ ઉપર ધ્યાન આપો.

લવઃ- પ્રેમ સંબંધો તમારી અપેક્ષા પ્રમાણે રહેશે.

હેલ્થઃ- શારીરિક નબળાઈ જૂની બીમારીઓને લીધે થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ નંબરઃ- 4

-----------------------------​​​​​​​

સિંહ FIVE OF PENTACLES

કઠિન પરિસ્થિતિમાં મિત્રોનો સાથ મળી રહેશે. તેમના દ્વારા મળતી સલાહને લીધે માનસિક રીતે તકલીફ થઈ શકે છે. પરંતુ વાતોને સ્પષ્ય રીતે જોશો અને સમજશો તો તે તમારી માટે ખૂબ જ જરૂરી છે. રૂપિયાને લગતી કોઈપણ પ્રકારનું રિસ્ક હાલના સમયમાં ન લેશો.

કરિયરઃ- કરિયરને લગતી મનપસંદ તક પ્રાપ્ત કરવા માટે હજી તમારે સ્કિલ સુધારવી પડશે.

લવઃ- તમારા દ્વારા કરવામાં આવેલ નિર્ણયને લીધે પરેવારમાં કોઈપણ વ્યક્તિ કે પાર્ટનરનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો.

હેલ્થઃ- સ્વાસ્થ્યને સુધારવા માટે ડાયાટિશિયન અને ડોક્ટરની લાહ લેવી જરૂરી છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ નંબરઃ- 5

-----------------------------​​​​​​​

કન્યા WHEEL OF FORTUNE

પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેવાથી મહત્વપૂર્ણ વાતો પર ધ્યાન આપીને કામ કરશો. ઈચ્છાશક્તિને વધરાવાનો પ્રયાસ કરો. કોઈપણ વાતને લગતી સામે દેખાતી સફળતાને બદલવાની તક તમને મળી રહી છે કેનો ફાયદો ઊઠાવો.

કરિયરઃ- કામને લગતા ટાર્ગેટને પૂરો કરવો તમારી માટે શક્ય છે, પરંતુ તમારા દ્વારા કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો.

લવઃ- લગ્નને લગતો નિર્ણય લેવાવાથી તમને ખૂબ જ આનંદ થશે.

હેલ્થઃ- પેટને લગતી સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ નંબરઃ- 7

-----------------------------​​​​​​​

તુલા NINE OF CUPS

તમારી જીવનશૈલીમાં જે પ્રકારનો ફેરફાર તમે કરવા માગો છો, તે ઝડપથી વાસ્તવિક રૂપ લેશે. રૂપિયાને લગતી ચિંતા દૂર થતી દેખાશે જેને લીધે તમને ઘણી હદે રાહત મળશે. વ્યક્તિગત જીવનમાં ભાગદોડી ઓછી થવાને લીધે બીજી વાતો પર ધ્યાન આપી શકો. જે કામ અધૂરા છૂટી ગયા હતા તે કામ અત્યારે પૂરાં કરી શકો.

કરિયરઃ કામને લગતા કરેલા નિર્ણયને લધે પેદા થયેલો તણાવ ઘણી હદે દૂર થઈ શકે છે.

લવઃ- રિલેશનશીપ અંગે સમાધાન મળતાં દેખાશે.

હેલ્થઃ- વજન અચાનક વધવાની શક્યતા છે.

શુભ રંગઃ- વાદળી

શુભ નંબરઃ- 6

-----------------------------​​​​​​​

વૃશ્ચિક TEMPERANCE

જીવનમાં આવી રહેલાં દરેક ઊતાર-ચઢાવ પર ધ્યાન આપવાની જરૂર છે. કંઈ વાતો પર તમારું નિયંત્રણ રહે છે અને કંઈ વાતોને છોડીને પરિસ્થિતિને ઉકેલી શકો છે તેનું સારી રીતે અવલોકન કરો. આધ્યાત્મિક વાતોમાં રસ વધતાં માનસિક સમાધાન મળશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને મહેનત પ્રમાણે પરિણામ જરૂર મળશે.

લવઃ- સંબંધોમાં તમે જે ભૂલો કરી હોય તેને સુધારવી જરૂરી છે.

હેલ્થઃ- માથાનો દુઃખાવો અચાનક પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ નંબરઃ- 9

-----------------------------​​​​​​​

ધન QUEEN OF CUPS

તમારી અંદર વધી રહેલી એકલતા દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. લોકોની લાથે મેળ-મિલાપ ચાલું રાખો. વ્યક્તિગત વાતોની ચર્ચા ભલે ન કરો પરંતુ એકાંતમાં સમય વિતાવવાથી તમને નુકસાન થઈ શકે છે. તમારા લિમિટેડ વિચારોને બદલવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કરિયરને લગતી મળેલી તક પર ધ્યાન આપીને પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરો.

લવઃ- પાર્ટનરને ગતી ચિંતા તમને વધી શકે છે.

હેલ્થઃ- બીપી અને સુગરની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ નંબરઃ-8

-----------------------------​​​​​​​

મકર THE EMPRESS

પારિવારિક જવાબદારીઓ નિભાવતી વખતે કામને લગતી બાબતો ભૂલાઈ ન જાય તેનું ધ્યાન રાખો. લાગણીઓમાં વહીને કરવામાં આવેલ નિર્ણયો વિવાદ પેદા કરી શકે છે. કોઈપણ વ્યક્તિને હાલના સમયમાં રૂપિયાને લગતી મદદ કરવાથી બચવું.

કરિયરઃ- મહિલા વર્ગને પોતાના કરિયરમાં આસાનીથી નવી તકો મળતી રહેશે.

લવઃ- પાર્ટનરના વ્યક્તિગત જીવનને લગતી ચર્ચા બીજા લોકો સાથે ન કરો.

હેલ્થઃ- ઘૂંટણનો દુઃખાવો તમને પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ નંબરઃ- 3

-----------------------------​​​​​​​

કુંભ ACE OF SWORDS

હાથમાં લેવામાં આવેલ કામ જ્યાં સુધી પૂરું ન કરો ત્યાં સુધી તેને અધૂરું ન છોડી દેતાં. હોર્ટ કચેરીને લગતા નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. જૂની પ્રોપર્ટીને લગતા વિવાદોને આપસી સમંજસ્યથી સમાપ્ત કરી શકાય છે. કોઈપણ વ્યક્તિની સાથે વાતચીત કરતી વખતે કડવા શબ્દોનો ઉપયોગ ન કરો.

કરિયરઃ- કલા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને વધતી સ્પર્ધાનો અહેસાસ થવાને લીધે પોતાના કામને સારી રીતે ગંભીરતાથી કરવાની પ્રેરણા મળશે.,

લવઃ- રિલેશનશીપમાં નવીનતાનો અહેસાસ થવા લાગશે.

હેલ્થઃ- સુગરની તકલીફ જે લોકોને હોય તેને સ્વાસ્થ્ય સજાગતા રાખવી પડશે.

શુભ રંગઃ- લાલ

શુભ નંબરઃ- 1

-----------------------------​​​​​​​

મીન PAGE OF WANDS

​​​​​​​

તમારી અપેક્ષાઓ પોતાના પર વધતી જોવા મળશે તેને લીધે મહેનત અને લક્ષ્ચ પૂરું કરવા માટે જે ઉત્સાહ જરૂરી છે તમારી અંદર જોવા મળશે. લોકો દ્વારા મળી રહેલી પ્રેરણાને લીધે જીવનશૈલી સુધારવાનો પ્રયાસ તમારા દ્વારા થશે. લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલાં માર્ગદર્શન અને મળી રહેલી મદદને લીધે નવી તકો શોધવી તમારા માટે આસન રહેશે.

કરિયરઃ- યુવાવર્ગને કામને લગતી પૂરી જાણકારી પ્રાપ્ત કર્યા પછી જ નવી તકનો સ્વીકાર કરવો.

લવઃ- વ્યક્તિની પરખ જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી સંબંધોને લગતા કમિટમેન્ટ વિશે બિલકુલ ન વિચારો.

હેલ્થઃ- શરીરમાં હોર્મેનલ ઈમ્બેલેન્સ ન થાય તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ નંબરઃ- 5