ટેરોકાર્ડ રાશિફળ:ગુરુવારે વૃષભ રાશિવાળા દરેક સંબંધોને સુધારી શકે છે, જે મિત્રો નારાજ હતાં તેઓ ફરી તમારા મિત્ર બનશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ THE DEVIL

વ્યક્તિગત લક્ષ્ય અને જીવન પ્રત્યેની ગંભીરતા વધતી જોવા મળશે. દરેક વાતનો ઉત્સાહ રહેવાથી વધુ મહેનતની સાથે કામ કરવાનો પ્રયાસ તમે કરશો. જેમની સાથે સારા સંબંધો છે, તે વધુ ગાઢ બનશે. હાલના સમયમાં જેટલું બની શકે એટલા સામાજિક કાર્યો કે બીજા કોઈની મદદ કરતાં રહો.

કરિયરઃ- કામને લગતા કોઈપણ કોન્ટ્રાક્ટનો સ્વીકાર કરતાં પહેલાં દરેક સૂચના વાંચી લો.

લવઃ- સંબંધોમાં પેદા થયેલું કોઈપણ દુઃખ ઓછું થઈ જશે.

હેલ્થઃ- પેટની બળતરા અને એસિડીટીની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 3

---------------------------

વૃષભ TEN OF CUPS

પારિવારિક જીવન પર વધુ ધ્યાન આપવાને લીધે દરેક સંબંધોમાં સુધારો કરવો તમારી માટે શક્ય છે. મિત્રોની સાથે સંબંધો પણ બદલતાં જોવા મળશે. જે લોકોની પ્રત્યે નારાજગી હતી, તેને દૂર કરવાનો તક મળી શકે છે. પરંતુ જૂની ભૂલો ફરીથી રિપિટ ન થાય તેનું ધ્યાન પણ રાખવું પડશે.

કરિયરઃ-પરિવારના કોઈપણ વ્યક્તિની સાથે મળીને વેપારની શરૂઆત કરી શકો છો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધતો જોવા મળશે.

હેલ્થઃ- બાળકોના સ્વાસ્થ્યને લગતી ચિંતા દૂર થઈ શકે છે.

શુભ રંગઃ- પીળા

શુભ અંકઃ- 1

---------------------------

મિૃથુન TEN OF WANDS

જે વાતોને લીધે દબાણ કે તણાવ લાગતો હતો, તે વાતોની ચર્ચા કોઈ વ્યક્તિની સાથે કરવાની જરૂર છે. પોતાના વ્યક્તિગત સર્કલથી બહાર નિકળીને લાગણીને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો. કેટલીક બાબતોમાં કરેલી જીદ્દ તમને નુકસાન કરાવશે. પોતાના સ્વભાવને નરમ રાખો.

કરિયરઃ- કરિયરને લગતી કોઈપણ વાતમાં પરિવર્તન જોવું તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે.

લવઃ- પતિ-પત્નીએ હાલ સંબંધો પર વિચાર કરવો યોગ્ય નથી.

હેલ્થઃ- સ્વાસ્થ્યને લગીતી કોઈ વાતને નજરઅંદાજ ન કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

---------------------------

કર્ક NINE OF PENTACLES

કોઈપણ વ્યક્તિની મદદ કરતી વખતે પોતાના કર્તવ્ય અને જવાબદારીઓને અવોઈડ ન કરશો. હાલના સમયમાં જીવનમાં સ્થિરતા લાવવી ખૂબ જ જરૂરી છે. દરેક તકનો ફાચદો ઊઠાવવાનો પ્રયાસ કરતાં રહો. રૂપિયાને લગતી વાતોમાં મોટો ફેરફાર જોવા મળશે. જેને લીધે બીજી વાતોને લગતો તણાવ પણ દૂર કરી શકવો શક્ય બનશે.

કરિયરઃ- કરિયરને લગતી જે વાતોમાં તમને સ્થિરતા પ્રાપ્ત થયેલી છે તેમની મદદથી જ કામનો વિસ્તાર કરી શકો.

લવઃ- સંબંધોમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં પૂરી રીતે વિચાર કરી લેવો.

હેલ્થઃ- શરદી-ખાંસીની તકલીફ વધી ન જાય તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

---------------------------

સિંહ THE WORLD

બીજા લોકો દ્વારા બોલવામાં આવેલ વાતોને અવોઈડ કરીને પોતાના જ લક્ષ્ય પર ધ્યાન આપવું તમારી માટે જરૂરી છે. હાલના સમયમાં અનેક લોકો દ્વારા ટીકા-ટીપ્પણી પ્રાપ્ત થતી જોવા મળશે. લોકો દ્વારા જોવા મળતા વિરોધ પર વિચાર કરો, પરંતુ પોતાની કાર્યક્ષમતા ઓછી ન થાય તે વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

કરિયરઃ- મીડિયા સાથે જોડાયેલાં લોકોએ પોતાના કામનો પૂરો શ્રેય પ્રાપ્ત કરવા માટે વધુ પ્રયત્ન કરવા પડશે.

લવઃ- સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે.

હેલ્થઃ- યૂરિન ઈન્ફેક્શનનો ઈલાજ કરાવવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

---------------------------

કન્યા THREE OF CUPS

પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થયેલી સલાહને લીધે મનમાં પેદા થયેલી નકારાત્મકતાને ઘણી હદે દૂર કરી શકવી તમારા માટે શક્ય છે. સ્વભાવમાં શા માટે ફેરફાર આવી રહ્યા છે અને કંઈ પ્રકારની પરિસ્થિતિઓ તમને પરેશાન કરે છે. આ બંને વાતોનું અવલોકન સારી રીતે કરવું તમારી માટે જરૂરી છે.

કરિયરઃ- કામને લગતો ઉત્સાહ વધતો જોવા મળશે જેના લીધે કામ શીખવા માટે તમારે પ્રયાસ કરવો પડશે.

લવઃ- જૂના સંબંધો અંગે વારંવાર વિચાર કરવાને લીધે પોતે નકારાત્મક બની ન જાઓ તેનું ધ્યાન રાખજો.

હેલ્થઃ- વધતા વજનને કંટ્રોલ કરવાની જરૂર છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

---------------------------

તુલા THE FOOL

કોઈપણ વાતનું રિસ્ક લેતાં પહેલાં પોતાની ક્ષમતાઓનું ધ્યાન રાખવું પડશે. પરિવાર અને મિત્રો દ્વારા મળી રહેલા સાથનો ખોટો ફાયદો ન ઊઠાવો, રૂપિયાને લગતા કરેલા વ્યવહારોમાં પારદર્શિતા લાવવી જરૂરી છે. હાલના સમયમાં તમારી માટે કંઈ વાત જરૂરી છે અને કંઈ વાતો પર ધ્યાન આપીને જીવનને લગતી કઠિનતાને દૂર કરી શકાય છે. એ વાતને સારી રીતે સમજવાનો પ્રયાસ કરવો પડશે.

કરિયરઃ- કામને લગતી વાતોની નવી શરૂઆત થતી જોવા મળી રહી છે.

લવઃ- પાર્ટનરનો સાથ મળવાને લીધે અનેક ચિંતાઓ દૂર થશે.

હેલ્થઃ- સુગરને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 8

---------------------------

વૃશ્ચિક TEN OF SWORDS

બીજા લોકો દ્વારા બોલવામાં આવેલ વાતો કે પરિવારની કોઈ વ્યક્તિ દ્વારા થયેલી ભૂલને લીધે તમને નુકસાન થતું જોવા મળે. જે વાતોમાં કઠિનતા જણાય છે તે વિશે આજના દિવસમાં વિચાર ન કરો. કોઈપણ પ્રકારના મહત્વપૂર્ણ કામની શરૂઆત કરતાં પહેલાં પોતાને માનસિક રીતે તૈયાર કરી લેવા જરૂરી છે.

કરિયરઃ- માર્કેટિંગમાં જોડાયેલાં લોકોને ટાર્ગેટ પૂરો ન થવાને લીધે સિનિયર અધિકારીઓ નારાજ થઈ શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા છુપાવેલી વાતો સામે આવવવાને લીધે વિવાદ પેદા થઈ શકે છે.

હેલ્થઃ- માનસિક રીતે થઈ રહેલી તકલીફની અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

---------------------------

ધન THE HERMIT

કોઈપણ પ્રકારના વિચારને અમલમાં લાવતાં પહેલાં અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરવી તમારી માટે જરૂરી છે. તમને મળેલા અનુભવોને લીધે બીજા લોકોનું માર્ગદર્શન કરવું તમારા માટે શક્ય છે પરંતુ જો માનસિક રીતે તમે બીજા લોકોની મદદ માટે તૈયાર ન હોવ તો અત્યારે માત્ર પોતાના જીવન પર જ ધ્યાન આપો.

કરિયરઃ- કામની જગ્યાએ કોઈપણ વ્યક્તિની સાથે વાતચીત કરતી વખતે જરૂરિયાતથી વધુ જાણકારી આપવી તમારી માટે નુકસાનદાયી બની શકે છે.

લવઃ- સંબંધો સ્થિર હોવા છતાં પણ બીજા લોકો પ્રત્યે આકર્ષણ થતું જોવા મળે.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

---------------------------

મકર PAGE OF CUPS

ઉતાવળમાં કરવામાં આવેલ કામને લીધે નવી સમસ્યાઓ પેદા થતી જોવા મળશે. જે પ્રકારે સમસ્યાઓ પેદા થશે, એ પ્રકારે જ તેનો હલ પણ મેળવી શકો છો. એટલા માટે પોતાને હકારાત્મક બનાવી રાખો. પરિચિત વ્યક્તિ દ્વારા અચાનક કોઈ ખુશ ખબર મળી શકે છે, જેને લીધે તમારા જીવનમાં પણ ફેરફાર આવી શકે છે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને મનપસંદ કરિયરમાં કામ કરવાની તક મળી શકે છે.

લવઃ- રિલેશનશીપ કે પાર્ટનર વિશે બીજા લોકો દ્વારા બોલવામાં આવેલી વાતો પર ધ્યાન ન આપો.

હેલ્થઃ- કમર દર્દની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-4

---------------------------

કુંભ THREE OF WANDS

જે વાતો અત્યાર સુધી નકારાત્મક લાગી રહી હતી તેની પ્રત્યે વિચારો બદલાની જરૂર છે. જીવનમાં પેદા થતી પરિસ્થિતિ અને આવી રહેલાં ફેરફારની સાથે સમજૂતી કરવી તમારી માટે કઠણ છે. દરેક વાત વિશે વધુ વિચાર કરવાને લીધે તમે પોતાની પણ ચિંતા વધારી રહ્યાં છો.

કરિયરઃ- વિદેશને લગતા વેપારમાં ફાયદો મળી શકે છે પરંતુ તમારે સંયમ સાથે કામ કરવું પડશે.

લવઃ- તમારા દ્વારા મોકલવામાં આવેલ પ્રપોઝલનો સ્વીકાર કરવામાં સમય લાગી શકે છે.

હેલ્થઃ- માઈગ્રેઈનની તકલીફ વધી શકે છે. શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 2

---------------------------

મીન PAGE OF PENTACLES

ઓછા સમયમાં અનેક કામ પૂરાં કરવા તમારી માટે શક્ય છે. હાલના સમયનો માત્ર કામ માટે જ ઉપયોગ કરો. જે પ્રકારે કરિયરને લગતી વાતોમાં સુધારો આવી રહ્યો છે એ જ પ્રકારે વ્યક્તિગત જીવનમાં પણ સુધારો આવી રહ્યો છે. લોકોની તમારી પ્રત્યે પેદા થયેલી નારાજગીને દૂર કરવા માટે તમારા દ્વારા બોલવામાં આવેલ વાતો અને કામમાં સંતુલન રાખવું જરૂરી છે.

કરિયરઃ- ક્લાયન્ટની સાથે વાતચીત કરતી વખથે પોતાના પ્રતિસ્પર્ધીની ટીકા ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખજો.

લવઃ- પાર્ટનર દ્વારા અપેક્ષા પ્રમાણે સાથ ન મળવાથી તમે ચિંતા અનુભવશો.

હેલ્થઃ- આંખોમાં બળતરા કે આંખોને લગતું ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 3

---------------------------