• Gujarati News
  • Dharm darshan
  • On Thursday, According To The PAGE OF WANDS Card, The Rich Will Be Able To Solve All Problems With More Energy

ટેરોકાર્ડ રાશિફળ:ગુરુવારે ધન જાતકો PAGE OF WANDS કાર્ડ પ્રમાણે વધુ ઊર્જાથી દરેક સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ TEMPERANCE

નકામી વાતો ઉપર ધ્યાન આપવાથી લક્ષ્યથી ભટકી શકો છો. લક્ષ્ય પર ફોકસ કરો. મનમાં વધી રહેલી ચંચળતાને લીધે વિચારોમાં વારંવાર ફેરફાર થશે.પરંતુ એક જ વાત પર ટકી રહીને પ્રયત્નોમાં સાતત્ય રાખવાની જરૂર છે. ભાવનાઓને પોતાના પર હાવી ન થવા દો.

કરિયરઃ- કરિયરમાં જે પ્રકારની પ્રગતિ ઈચ્છતા હોવ તે ઝડપથી મળી શકે. લવઃ- પતિ-પત્નીની વાતોમાં ઊતાર-ચઢાવ રહે, પરંતુ છેલ્લા નિર્ણય પર ધ્યાન રાખજો.

હેલ્થઃ- તણાવને લીધે માથાનો દુઃખાવો પરેશાન કરે.

લકી કલરઃ- લાલ

લકી નંબરઃ- 1

-------------------------------

વૃષભ THE MOON

લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે મનમાં વધતી દુવિધા તમારા દુઃખનું કારણ બની શકે. પરિવારના લોકોની અપેક્ષાઓનો બોજો તમને ટેન્શનમાં રાખે. પોતાની ભાવનાઓને સ્પષ્ટ રીતે રજૂ ન કરવાને લીધે મન ઉદાસ રહે. માનસિક સ્થિતિને સુધારવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- વેપારના ક્ષેત્ર સાથે જો઼ડાયેલા લોકોને ક્લાયન્ટ દ્વારા પ્રાપ્ત થઈ રહેલી સૂચનાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- રિલેશનશિપમાં નિર્ણયો લેતી વખથે કન્ફ્યુઝન વધવાની શક્યતા છે.

હેલ્થઃ- જૂની બીમારીઓને કારણે સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

લકી કલરઃ- ઓરેંજ

લકી નંબરઃ- 3

-------------------------------

મિથુન ACE OF SWORDS

જીવનમાં સૌથી વધુ મહત્વપૂર્ણ લક્ષ્ય તમારા કરિયરને લઈને હોવું જોઈએ. કરિયર સાથે જોડાયેલી વાતોમાં સંતુલન જમાવ્યા પછી જ બીજી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. પોતાની જવાબદારીઓને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો. જે લોકોને લીધે ધ્યાન ભટકી રહ્યું છે તેમનાથી દૂર રહો.

કરિયરઃ- કોઈ નજીકની વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થયેલી પ્રેરણાને લીધે કામને સારી રીતે કરવાનો પ્રયત્ન કરશો.

લવઃ- પાર્ટનર સાથે પેદા થઈ રહેલાં મતભેદો એકબીજાને વધુ નજીક લાવશે.

હેલ્થઃ- પેટમાં દુઃખાવો રહી શકે છે.

લકી કલરઃ- વાદળી

લકી નંબરઃ- 2

-------------------------------

કર્ક FOUR OF PENTACLES

રૂપિયાને લગતી ચિંતા તમને સતાવી શકે પરંતુ અપેક્ષા પ્રમાણે આર્થિક આવક ચાલુ રહેશે. પ્રયત્નો દ્વારા પોતાની દરેક તકલીફો દૂર કરી શકો. હાલના સમયે કોઈપણ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થયેલી સલાહ તરત જ અમલમાં લાવવાનો પ્રયાસ ન કરો.

કરિયરઃ- જે કામમાં સ્થિરતા પ્રાપ્ત થઈ રહી છે તેની પર ધ્યાન આપો.

લવઃ- પાર્ટનરની ચિંતા થવા લાગે પરંતુ એકબીજાની સાથે સંબંધ ઝડુપથી સુધરી જશે.

હેલ્થઃ- માથુ ભારે રહી શકે છે.

લકી કલરઃ-સફેદ

લકી નંબરઃ- 6

-------------------------------

સિંહ KING OF CUPS

દિવસની શરૂઆતથી જ મેન્ટલી નબળાઈ જણાશે જેને લીધે કામમાં ઉત્સાહ નહીં રહે. તેમ છતાં પોતાની ભાવનાઓને કંટ્રોલમાં રાખીને જવાબદારીઓને નિભાવવા પ્રયાસ ચાલુ રાખજો. અચાનક થનારા ફેરફારો માટે પોતાની જાતને તૈયાર રાખજો.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાની ઈચ્છા પૂરી થવાનો સમય આવી ગયો છે.

લવઃ- લગ્નને લગતા નિર્ણય લેતાં પહેલાં પરિવારની સાથે ચર્ચા જરૂર કરો.

હેલથઃ- શરીરને ડિહાઈડ્રેટ ન થવા દેશો.

લકી કલરઃ- પીળો

લકી નંબરઃ- 4

-------------------------------

કન્યા THE STAR

તમારી અપેક્ષાઓ અને પરિવારના લોકોને રાખેલી અપેક્ષાઓ વચ્ચે જે દરાર દેખાઈ રહી છે તેને પૂરવા માટે એકબીજા સાથે વાત કરવી જરૂરી છે. બે અલગ પ્રકારની બાબતોમાં સંતુલન રાખીને કામ કરવાની જરૂર જણાશે. ભાવુક થઈને કોઈપણ પ્રકારનો નિર્ણય ન લેશો.

કરિયરઃ- કામને લગતા ટાર્ગેટને લીધે તણાવ રહી શકે છે.

લવઃ- કોઈ પરિચિત વ્યક્તિની સાથે વાતચિત વધવાને લીધે આકર્ષણ વધી શકે છે.

હેલ્થઃ- યુરિન ઈન્ફેક્શનની સમસ્યા રહી શખે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

લકી કલરઃ- ગ્રે

લકી નંબરઃ- 5

-------------------------------

તુલા SEVEN OF WANDS

હાલનો સમય કઠિન નથી પરંતુ સંયમ ઓછું હોવાને લીધે પ્રયત્નોમાં કરવામાં આવેલી હડબડી તમારા માટે તણાવનું કારણ બની શકે છે. કામ સાથે જોડાયેલી દરેક વાત પર ઝીણવટપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે. એકાએક જરૂરી ખર્ચો આવી પડશે.

કરિયરઃ- કરિચહને લગતા કઠિન નિર્ણય લેવા માટે કોઈ વ્યક્તિનો સાથ મળી રહે.

લવઃ- કામમાં વધુ વ્યસ્ત રહેવાને લીધે પાર્ટનરને સમય નહીં આપી શકો.

હેલ્થઃ- પગમાં દુઃખાવાની સમસ્યા વધી શકે છે.

લકી કલરઃ- પર્પલ

લકી નંબરઃ- 9

-------------------------------

વૃશ્ચિક QUEEN OF SWORDS

તમારી ક્ષમતાઓને સારી રીતે ઓળખીને યોજનાઓ બનાવીને કામ કરવાનો પ્રયાસ કરજો. કામને લગતી ગંભીરતા અને એકાગ્રતા વધવાને લીધે મોટા લક્ષ્ય પ્રાપ્ત કરી શકો. જૂની વાતોથી પોતાની જાતને દૂર રાખો.

કરિયરઃ- મહિલાઓને યોગ્ય તક મળી શકે જેનો લાભ ઊઠાવવા પ્રયાસ કરો.

કરિયરઃ- પતિ-પત્ની વચ્ચેના સંબંધોનું બોન્ડીગ વધારવાની જરૂર છે.

હેલ્તઃ- ખભા જકડાઈ જવાની સમસ્યા રહેશે.

લકી કલરઃ- લીલો

લકી નંબરઃ- 4

-------------------------------

ધન PAGE OF WANDS

દરેક વાતને સારી રીતે સમજીને જ આગળ વધવાની જરૂર છે. મોટાભાગની વાતોને લીધે તમને સમાધાન પ્રાપ્ત મળતું જણાશે. જૂના વિચારોને પોતાની અંદરથી બહાર કાઢીને નવી આશાઓ સાથે ભવિષ્ય જોવાનો પ્રયાસ કરો. ઉત્સાહ અને ઊર્જામાં આવેલ પરિવર્તન તમને સમાધાન આપશે.

કરિયરઃ- નવા કામની જવાબદારીઓને લેતાં પહેલાં ફાયદા અને નુકસાન બંને વિશે વિચાર કરવાની જરૂર છે.

લવઃ- પાર્ટનરની સાથે સમય વિતવાતી આનંદિત રહેશો.

હેલ્થઃ- બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન આપવાની જરૂર છે. લકી કલરઃ-ગુલાબી

લકી નંબરઃ-7

-------------------------------

મકર PAGE OF SWORDS

જૂની કોઈ વાતને લીધે પેદા થઈ રહેલી સમસ્યાની અસર વધતી જણાશે. અનુભવી લોકોનો સાથ પ્રાપ્ત કરવા પ્રયાસ કરજો. વર્તમાન સાથે વધુ જોડાઈ રહીને ભવિષ્ય ઉપર કામ કરવાનો પ્રયાસ કરો. રૂપિયાને લગતી લાલચ મનમાં ન વધે તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- યુવા વર્ગ પોતાના કામથી ધ્યાનને ભટકવા ન દેશો.

લવઃ- કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધતુ જણાશે.

હેલ્થઃ- પેટને લગતું ઈન્ફેક્સન તકલીફ આપી શકે.

લકી કલરઃ- ઓરેંજ

લકી નંબરઃ-8

---------------------------------

કુંભ ACE OF WANDS

પૂરી રીતે વિચાર કર્યા પછી કઠોર નિર્ણયને અમલમાં લાવવાનો પ્રયાસ કરી શકો જેને લીધે જીવનને નવી દીશા પ્રાપ્ત થશે. મનમાં નક્કી કરેલો નિશ્ચય અત્યારે કોઈને નહીં બતાવશો. લોકોની ટીકાઓ તમારા વિચારમાં કનફ્યુઝન પેદા કરી શકે છે.

કરિયરઃ- અનેક પ્રયત્ન પછી મનપસંદ કામ મળી શકે.

લવઃ- પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં નવીનતા મહેસૂસ થવા લાગશે.

હેલ્થઃ- શરદી-ખાસીની તકલીફ રહી શકે છે.

લકી કલરઃ- વાદળી

લકી નંબરઃ- 2

---------------------------------

મીન EIGHT OF PENTACLES

જે લોકોને તમે નજીકના સમજો છો તેમના દ્વારા બોલેલી સ્પષ્ટ વાતોને લીધે માનસિક તણાવ રહે. પરંતુ તેના વિચારોને સારી રીતે જાણવાનો પ્રયાસ કરો ત્યારે જ ભૂલો દેખાશે. પોતાને આત્મનિર્ભર બનાવતી વખતે તમારી અંદર એકલતા ન આવે અને નજીકના લોકોની સાથેના વ્યવહાર ન બદલાય તેનું ધ્યાન આપજો.

કરિયરઃ- તમારી કામ કરવાની પદ્ધતિ બદલ્યયા પછી જ મોટી સમસ્ચયાઓનો હલ મળી શકે છે.

લવઃ- સંબંધોમાં આવેલી કડવાશ ધીરે-ધીરે દૂર થશે.

હેલ્થઃ- પગનો સોજો વધી શકે છે.

લકી કલરઃ- ગ્રે

લકી નંબરઃ- 8