• Gujarati News
  • Dharm darshan
  • On Saturday, Virgos Will Have The Support Of People To Move Towards The Goal, Give Priority To Themselves While Fulfilling Family Responsibilities.

ટેરોકાર્ડ રાશિફળ:શનિવારે કન્યા જાતકોને લક્ષ્ય તરફ આગળ વધવા લોકોનો સાથ મળે, પારિવારિક જવાબદારી નિભાવતી વખતે પોતાને પ્રાધાન્યતા આપો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ THE HERMIT

સ્વાસ્થ્યને લગતી તકલીફ વધવાને લીધે પોતાની પ્રત્યે ચિંતા જણાય. મન પર છવાયેલી ઉદાસીનતાને દૂર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. જે વાતોને લીધે મનને ખુશી મળે છે, એવી વાતોમાં પોતાને વ્યસ્ત રાખવી વધુ જરૂરી છે.. કામને લગતો કોઈપણ તણાવ લેશો નહીં.

કરિયરઃ- કરિયરને લગતી ચિંતા રહેશે. પરંતુ જે પ્રકારે પરેશાની ઊભી થશે એ જ રીતે મદદ પણ મળી જશે.

લવઃ- રિલેશનશિપને લગતો લેવામાં આવેલ નિર્ણય કઠિન જરૂર છે પરંતુ સંયમથી કામ લઈ અપેક્ષા પ્રમાણે ફેરફાર કરી શકવો શક્ય છે.

હેલ્થઃ- ઊંઘ ઓછી રહેવાને લીધે બીમાર રહી શકો છો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------------

વૃષભ SIX OF CUPS

પરિવારના લોકોની સાથે સંબંધ સુધરવાથી તમારો પોતાની પ્રત્યે વિશ્વાસ વધશે અને નવા કામની શરૂઆત કરવા માટે તમારા દ્વારા પ્રયત્ન વધારી શકો છો. હાલનો સમય તમારી માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. મોટી ખરીદી અને નવા કામની શરૂઆત કરવા માટે વિચાર જરૂર કરો.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા લોકોને સરળતાથી તકો મળી રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા તમારી જરૂરિયાત પર ધ્યાન આપવાને લીધે સંબંધોને લગતી ચિંતા દૂર થશે.

હેલ્થઃ- શરીરમાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થયું હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

--------------------------------

મિથુન KING OF WANDS

કોઈપણ નિશ્ચય નક્કી કરીને તેની ઉપર ટકી રહેવાનો પ્રયાસ કરો. હાલના સમયમાં તમે વ્યક્તિગત જીવનમાં જ ગુંચવાઈ રહેશો, પરંતુ જે વ્યક્તિ અને બીજી વાતો મહત્વપૂર્ણ છે તેને અવોઈડ ન કરશો. પોતાના જીવનને સુધારવા માટે કરવામાં આવેલ પ્રયત્નોનું ફળ તમને જરૂર મળશે.

કરિયરઃ- કરિયર પર ફોકસ વધતું જોવા મળશે જેને લીઘે દરેક તકને મેળવી શકો છો.

લવઃ- લગ્ન સંબંધો સુધારવા માટે પોતાની અંદર ફેરફાર લાવવાનો પ્રયાસ કરવો પડે.

હેલ્થઃ-- પેટને લગતા વિકાર દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લો.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ-1

--------------------------------

કર્ક DEATH

જીવનમાં અનેક બાબતોમાં પરિવર્તન જોવા મળશે. આ ફેરફારને અપનાવવાનો સમય માનસિક રીતે તમને બેચેન બનાવી શકે છે. પરંતુ તમારું દરેક કામ સમયસર પૂરું થઈ જશે. જેને લીધે સ્વભાવમાં નરમાશ લાવી શકવો શક્ય બને.

કરિયરઃ- કામને લગતી આપવામાં આવેલ જવાબદારીને ડેડલાઈન પહેલાં જ પૂરી કરવાનો પ્રયાસ કરશો.

લવઃ- તમારા વિચારોમાં જે પ્રકારે પરિવર્તન આવી રહ્યું છે તે જ પ્રમાણે સંબંધ પણ બદલાતો જોવા મળશે.

હેલ્થઃ- શારીરિક સમસ્યાઓને જડમૂળથી દૂર કરવા માટે તમારા પ્રયાસો વધારવા જરૂરી છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

--------------------------------

સિંહ TWO OF SWORDS

કોઈપણ વાતને લગતો નિર્ણય લેતા પહેલાં પૂરી જાણકારી મેળવી લેવાનો પ્રયાસ કરજો. બીજા લોકો દ્વારા ખોટી સલાહ કે ખોટી જાણકારી આપવામાં આવી શકે જેની અસર તમરી નિર્ણય ક્ષમતા પર દેખાશે.

કરિયરઃ- કાને લગતી વાતોમાં ઊતાર-ચઢાવ મહેસૂસ થવાને લીધે ચિંતા વધી શકે છે.

લવઃ- સંબંધો કે પાર્ટનરને લગતા કોઈપણ પ્રશ્ન મનમાં પેદા થઈ રહ્યાં હોય તો તેને ખુલીને ચર્ચા કરવી જરૂરી છે.

હેલ્થઃ- સુગરને લગતી તકલીફ થવાને શક્યતા દેખાઈ રહી છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

--------------------------------

કન્યા KNIGHT OF CUPS

તમારા દ્વારા નક્કી કરવામાં આવેલ લક્ષ્ય તરફ ધીરે-ધીરે આગળ વધો. લોકોનો સાથ તમને મળતો રહેશે જેના લીધે મહત્વપૂર્ણ કામોને ઘણી હદ સુધી બીજાની મદદથી પૂરાં કરવાનો પ્રયાસ કરશો. પારિવારિક જવાબદારીઓને નિભાવતી વખતે પોતાના વિચારો ઉપર પણ ધ્યાન આપવાની જરૂર રહેશે.

કરિયરઃ- સરકારી કામ સાથે જોડાયેલાં લોકોને કામને લગતી દરેક નાની વાતોને ગંભીરતાથી સમજવી જરૂરી છે.

લવઃ- સંબંધો અંગે મળતી પ્રપોઝલ પર ધ્યાન જરૂર આપજો.

હેલ્થઃ- શારીરિક નબળાઈને લીધે તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-7

--------------------------------

તુલા SEVEN OF WANDS

માનસિક રીતે અનુભવાતી બેચેની દૂર કરવા માટે પોતે જ પ્રયત્ન કરવાની જરૂર છે. દરેક વખતે બીજા લોકો પર નિર્ભર રહેવાને લીઘે તમે પોતાનું મહત્વ ખોઈ શકો છો. સાથે જ સાચા-ખોટાનો નિર્ણય કરવો પણ તમારી માટે શક્ય નથી બની રહ્યો.

કરિયરઃ- કામને લગતી ભૂલોનું સારી રીતે અવલોકન કરીને ફેરફાર કરવાનો પ્રયાસ કરો.

લવઃ- સંબંધોમાં થયેલી તકરાર દૂર કરવા માટે મળીને પ્રયાસ કરવાનો પ્રયત્ન કરો.

હેલ્થઃ- અપચો અને કબજીયાતની તકલીફ રહી છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

--------------------------------

વૃશ્ચિક THE EMPRESS

તમારી સાથે જોડાયેલાં લોકોની પ્રગતિ જોઈને મનને ખુશી મળશે. સાથે જ પોતાના જીવનની ચિંતા થવા લાગે, પરંતુ આ ચિંતાનો ઉપયોગ પોતાને શ્રેષ્ઠ બનાવવા માટે જ કરવાની જરૂર રહેશે. પોતાની અંદર વિશ્વાસને જગાડવા માટે જીવનમાં અત્યાર સુધી તમે જે પ્રગતિ કરી છે, એવી વાતો પર ધ્યાન આપો. ઈમોશનલી પોતાને સ્ટ્રોગ બનાવો.

કરિયરઃ- સ્ટોક માર્કેટને લગતા કામમાં તમારી ઉત્તરોત્તર પ્રગતિ થતી જોઈ શકે છો.

લવઃ- સંબંધો અંગે વિચાર બદલવાનો પ્રયાસ કરશો.

હેલ્થઃ- શરીરમાં વઘતી ગરમીને લીધે તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

--------------------------------

ધન NINE OF SWORDS

કામની જગ્યાએ પારિવારિક બાબતોમાં અપેક્ષા પ્રમાણે પ્રગતિ ન થવાને લીધે તમે ઉદાસ થઈ શકો છો. પરંતુ પોતાની પ્રત્યે રાખેલી અપેક્ષાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. પોતાને થોડો સમય આપીને અપેક્ષાઓને પૂરી કરવા પ્રયાસ કરો.

કરિયરઃ- કામને લગતો કોઈપણ ટાર્ગટ નક્કી કરતી વખતે તમને મળેલા સોર્સને ધ્યાનમાં રાખજો.

લવઃ- પાર્ટનર દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે દુઃખી થઈ શકો છો.

હેલ્થઃ- માથાના દુઃખાવાની તકલીફ પેદા થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ-8

--------------------------------

મકર FOUR OF SWORDS

કોઈપણ મહત્વપૂર્ણ વિષયને લગતા કામમાં લાગતો થાક ચિંતાનું કારણ બની શકે. જૂની વાતોને યાદ કરીને પોતે માનસિક રીતે નબળાઈનો અનુભવ કરી શકો છો. જે પ્રકારે સમય બદલાશે એ જ પ્રકારે નવી તકો તમને મળતી જશે. એટલા માટે પોતાના ભૂતકાળને લગતી વાતોને દૂર કરવી જરૂરી રહેશે.

કરિયરઃ- કરિયર સાથે જોડાયેલી કોઈપણ ચિંતા આજના દિવસે તમારી ઉપર હાવી ન થવા દો.

લવઃ- લગ્નને લગતા કોઈપણ નિર્ણયનો પરિવાર દ્વાર કડક રીતે વિરોધ થઈ શકે છે.

હેલ્થઃ- કોઈપણ પ્રકારની બીમારીને સારી થવામાં સમય લાગી શકે છે. એટલે ધીરાજ રાખો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

--------------------------------

કુંભ KNIGHT OF WANDS

તમારા દ્વારા આપવામાં આવેલ દરેક વચનનું સારી રીતે પાલન કરવાની જરૂર છે. પોતાના વ્યક્તિત્વની છબિને બીજા લોકોની સામે સુધારતી વખતે તમે કઈ વાતોને પ્રાધાન્ય આપી રહ્યા છો એ વાત પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ઊતાવળમાં કોઈપણ નિર્ણય બિલકુલ ન લો.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલા યુવાવર્ગને ખોટી સંગતને લીધે નુકસાન થઈ શકે છે.

લવઃ- તમારા સંબંધો અંગે કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પાર્ટનર સાથે ચર્ચા કરી લો.

હેલ્થઃ- ઘુંટણને લગતો દુઃખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

--------------------------------

મીન SIX OF PENTACLES

રૂપિયાને લગતા જૂના વ્યવહાર કે દેવાને સમાપ્ત કરવાનો પ્રયત્ન, તમારા તણાવને ઘણી હદે ઓછી કરી શકે છે. કેટલીક વાતોમાં હાલના સમયમાં સમજૂતી કરવાની જરૂર રહેશે પરંતુ અપેક્ષા પ્રમાણે લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત કરશો. સારા કાર્મો દ્વારા જ તમારી પરિસ્થિતિને બદલી શકાય છે. સામાજિક કાર્યૌનો ભાગ બનવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- જે લોકો કલાક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ ક્ષમતા પ્રમાણે તકને પ્રાપ્ત કરી શકે છે.

લવઃ- પાર્ટનર અને પરિવારની વચ્ચે વધતી દરારને સમાપ્ત કરવી તમારી માટે ખૂબ જ જરૂરી છે.

હેલ્થઃ- બદલતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6