• Gujarati News
  • Dharm darshan
  • On November 25, Capricorns Need To Increase Their Focus To Bring About Changes In Their Personal Lives, According To The PAGE OF WANDS Card.

ટેરોકાર્ડ રાશિફળ:25 નવેમ્બરે મકર જાતકોને PAGE OF WANDS કાર્ડ પ્રમાણે વ્યક્તિગત જીવનમાં ફેરફાર લાવવા માટે ફોકસ વધારવાની જરૂર છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ PAGE OF SWORDS

દિવસની શરૂઆતમાં જ ઊર્જામાં ઘટાડો લાગવાથી માનસિક રીતે મન અસ્થિર જણાશે. આજના દિવસનો ઉપયોગ ઊર્જા વધારવા માટે કરો. જે વિચારોને લીધે તકલીફ થાય છે, તેને દૂર કરવી અત્યંત જરૂરી છે. જ્યાં સુધી વિચારોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈ બાબતની ટીકા કરવી નહીં.

કરિયરઃ- વ્યક્તિગત જીવનમાં થતાં ફેરફારને લીધે કામને લગતી બાબતો છોડશો નહીં.

લવઃ- સંબંધોને લગતી કોઈ વાત તમારી કંટ્રોલમાં નથી તેનો તણાવ ન થવા દો.

હેલ્થઃ- ગેસની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ-ઓરેન્જ

શુભ અંકઃ- 3

--------------------

વૃષભ TEN OF CUPS

બીજા કરતાં પોતાની ઉપર રાખેલો વિશ્વાસ ઉપયુક્ત સાબિત થશે. પોતાને નકારાત્મક રીતે ન જોશો. બીજા લોકો દ્વારા મળી રહેલી ટીકાઓનું ધ્યાન આપો. પરંતુ જો તમારો ઉત્સાહ નબળો પડી રહ્યો હોય તો લોકોથી દૂર એકાંતમાં રહીને નવી ઊર્જાને સંગ્રહિત કરો.

કરિયરઃ- પારિવારિક વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. કામનો વિસ્તાર કરવો શક્ય બનશે.

લવઃ- પરિવાર અને પાર્ટનરની વચ્ચે હકારાત્મકતા વધેલી જોવા મળશે.

હેલ્થઃ- સ્વાસ્થ્યને લગતો કોઈ બદલાવ લાગે તો અવોઈડ ન કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

--------------------

​​​​​​​મિથુન PAGE OF CUPS

અપેક્ષા પ્રમાણે તકો મેળવવી શક્ય બનશે. પ્રયસોમાં સાતત્યતા રાખો. હાલ કોઈ એક જ કામ પસંદ કરીને તેની ઉપર ધ્યાન આપો. પ્રલોભનોથી પોતાને દૂર રાખજો.

કરિયરઃ- યોગ્ય લોકો દ્વારા મળી રહેલો સાથ તમારા કરિયરને ટોચે પહોંચાડી શકે છે.

લવઃ- સંબંધોમાં થતાં ફેરફારને જેવો છે તેવો સ્વીકાર કરો.

હેલ્થઃ- યુરિન ઈન્ફેક્શનમાં તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------​​​​​​​

કર્ક TWO OF SWORDS

મનમાં પેદા થઈ રહેલી ગડબડને લીધે માનસિક બેચેની અનુભવશો. તમારી કાર્યક્ષમતા ઓછી થતી જોવા મળે. નિશ્ચય ભલે ગમે એટલો કઠિન લાગે, જો તમે તેની ઉપર ટકી રહેશો તો તમારી જ જીત થશે.

કરિયરઃ- કઠિન કામને અંજામ આપવાનો પ્રયાસ કરતા રહો. અનુભવી લોકોનો સાથ તમને મળતો રહેશે.

લવઃ- સંબંધો સાથે જોડાયેલી દરેક વાતનું ધ્યાન તમારે રાખવું પડશે.

હેલ્થઃ- આંખોને લગતી તકલીફ દૂર થતી જણાશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------------​​​​​​​

સિંહ TEMPERANCE

પોતાના વિચારોની જીવન પર કંઈ રીતે અસર પડી રહી છે તે વાતનો અહેસાસ થવાથી તમારી અંદર જરૂરી ફેરફાર લાવવાનો પ્રયત્ન કરશો. લોકોની સાથે સંબંધો બદલાતા જોવા મળશે, જેના લીધે તમે એકાંતમાં જ સમય વિતાવવાનો પ્રયાસ કરશો. ભાવનાત્મક રીતે જે વાતે નબળાઈ લાગે છે તેમાં ફેરફાર કરવો તમારી માટે શક્ય છે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ માટે પોતે કરેલા પ્રયાસોમાં સફળતા મળશે.

લવઃ- લગ્નને લગતાં નિર્ણયો લેતી વખતે પોતાની અપેક્ષાઓ ઉપર ધ્યાન આપજો.

હેલ્થઃ- પેટને લગતું ઈન્ફેક્શન સ્વાસ્થ્ય બગાડી શકે છે.

શુભ રંગઃ-ગુલાબ

શુભ અંકઃ- 4

--------------------​​​​​​​

કન્યા THE MOON

બીજા લોકોનું વધતુ દબાણ તમને ઈનસિક્યોર કરી શકે. હાલના સમયમાં કોઈપણ વાતની પસંદગી કરવી તમારા માટે શક્ય નથી. જે પ્રકારે તમે પોતાની ઊર્જામાં ફેરફાર લાવશો એ પ્રકારની જ તકો પણ મળશે. હાલના સમયમાં વ્યક્તિગત સંબંધોને સુધારવા માટે વધુ પ્રયાસો કરવાની જરૂર રહેશે.

કરિયરઃ- કરિયરમાં આવેલી સ્થિરતાને લીધે તમે નવી બાબતોને આસાનીથી શીખી શકો છો.

લવઃ બીજા લોકોનો વધતો હસ્તક્ષેપ સંબંધોને તોડી શકે છે.

હેલ્થઃ- એલર્જીની તકલીફ વધે નહીં તેનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ-ગ્રે

શુભ અંકઃ- 8

--------------------

તુલા THE TOWER

તમારા દ્વારા લેવામાં આવેલા કોઈ નિાર્ણયનો પછતાવો થઈ શકે. પરંતુ જે ઘટનાઓ બની ગઈ છે તે વિશે વધુ વિચાર કરવાનું છોડીને વર્તમાન અને ભવિષ્ય પર નજર રાખીને કામ કરવાની જરૂર છે. પરિવારના લોકો દ્વારા કહેવામાં આવેલી વાતોને લીધે એકલતાં મહેસૂસ થશે.

કરિયરઃ- કરિયરને લગતા કોઈ મોટા ફેરફારને અપનાવવામાં સમય લાગશે.

લવઃ- પાર્ટનરની ચિંતા વધી શકે છે.

હેલ્થઃ- વાહન સંભાળીને ચલાવશો તો એક્સિડન્ટથી બચી શકશો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6

--------------------​​​​​​​

વૃશ્ચિક THE EMPRESS

પરિવારના લોકોની જવાબદારી નિભાવતી વખતે જરૂર લાગે તો મદદ લેજો. રૂપિયામાં થયેલાં નુકસાનને લીધે ચિંતા રહશે. જે બાબતો મહત્વપૂર્ણ હોવા છતાં પણ ગંભીરતા દાખવી ન હતી જેને લીધે થયેલાં નુકસાનને સરભર કરવા પ્રયાસો કરવા પડશે. પરિવારને લગતી ચિંતા વધી શકે છે.

કરિયરઃ- કામ પૂરું કરવા માટે નક્કી કરેલાં લક્ષ્યને જુદા-જુદા ભાગોમાં વહેંચીને પૂરું કરો.

લવઃ- સંબંધોમાં પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરશો.

હેલ્થઃ- ભોજનની ગડબડીને લીધે એસીડીટી અને ઊલ્ટીની સમસ્યા પેદાં થાય.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------------

ધન THREE OF PENTACLES

કોઈને ઉધાર રૂપિયા આપ્યા હોય તો તમને આર્થિક સમસ્યા નડી શકે. જ્યાં સુધી લોકોની પરિસ્થિતિ સારી રીતે ન સમજાય ત્યાં સુધી મદદ ન કરશો. નવા કામની શરૂઆત કરતાં પહેલાં ફાયદા અને નુકસાનની યોજના ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે.

કરિયરઃ- ભાગીદારીમાં કરેલાં કામમાં વિવાદ ઉત્પન્ન થઈ શકે, પરંતુ કોઈ અપશબ્દોનો ઉપયોગ કરવાથી બચજો.

લવઃ- સંબંધોમાં પ્રેમને જાળવી રાખવા પ્રયાસ કરજો

હેલ્થઃ- સ્વાસ્થ્યમાં ફેરફાર લાવવા માટે ધીરે-ધીરે પ્રયત્ન કરતાં રહો.

રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------​​​​​​​

મકર PAGE OF WANDS

બીજા લોકોના જીવન સાથે સરખામણી કરવાથી તમારી જિંદગીમાં પણ ફેરફાર લાવવાની જરૂર લાગશે. પરંતુ વિચારોમાં જ ખોવાયેલાં રહેશો તો તકલીફ પેદાં ન થાય તેનું ધ્યાન આપજો. વ્યક્તિગત જીવનને સુધારવા માટે ફોક્સ વધતું જોવા મળે.

કરિયરઃ- તમારા કામનું સારી રીતે અવલોકન કરો. જેથી તમે પોતાના કામને લગતી ભૂલો ટાળી શકો.

લવઃ- જે વ્યક્તિની પ્રત્યે આકર્ષણનો અનુભવ થઈ રહ્યો છે તેમના સ્વભાવને સારી રીતે ઓળખવા પ્રયત્ન કરજો.

હેલ્થઃ- પગમાં દુઃખાવો અને માંસપેશીઓમાં ખેંચાણ રહે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------------​​​​​​​

કુંભ THREE OF CUPS

હાલના સમયમાં એકાગ્રતા સાથે પ્રયત્નો કરતાં રહેજો. ખર્ચાઓમાં લાવવામાં આવેલ નિયંત્રણને લીધે જીવનશૈલીમાં પણ ફેરફાર જોવા મળશે હાલ ભલે તમે પરિસ્થિતિની સાથે સમજૂતી કરતાં હોવ પરંતુ અુપેક્ષા પ્રમાણે ફેરફાર લાવવા માટે આ વાત મહત્વપૂર્ણ છે.

કરિયરઃ- વિદેશને લગતા કામમાં શરૂઆતમાં જ ખર્ચો થઈ શકે, પરંતુ પાછળથી ફાયદો મળશે.

લવઃ- મિત્ર કે પરિચિત વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિ સાથે થયેલી મુલાકાત લગ્નમાં પરિણમી શકે છે.

હેલ્થઃ- વધુ મસાલેદાર ભોજન કરવાથી બચવું.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

--------------------

મીન NINE OF WANDS

મનમાં પેદા થયેલાં ડરનો જ્યાં સુધી તમે સામનો નહીં કરો ત્યાં સુધી અપેક્ષિત વાતોને પૂરી કરવી તમારી માટે મુશ્કેલ છે. જૂનું દેવું ચૂકતે કરવાની જરૂર છે. રૂપિયાને લગતી કોઈપણ ખામીને અવોઈડ ન કરશો.

કરિયરઃ- કામને લગતું મોટું રિસ્ક તમારી માટે નુકસાનદાયી સાબિત થઈ શકે.

લવઃ- ભૂતકાળના સંબંધોની અસર વર્તમાન સંબંધો પર પડી શકે છે.

હેલ્થઃ- માઈગ્રેઈન તકલીફ સવારના સમયે વધુ પરેશાન કરશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7