મેષ FIVE OF PENTACLES
આજનો દિવસ માનસિક રીતે કઠિન લાગશે. પોતાના લક્ષ્ય પર ધ્યાન રાખો અને પ્રયાસ ચાલુ રાખો. તમારી સમસ્યાનો ઉકેલ પોતે જ લાવવો પડશે. પોતાનો આત્મવિશ્વાસ ઘટી શકે પરંતુ ઉદાસ થવાને બદલે ઉત્સાહને ટકાવી રાખો.
કરિયરઃ- બીજી વાતોમાં અટવાયેલાં રહેવાથી કામ પ્રત્યે ધ્યાન નહીં આપી શકો.
લવઃ- દંપતીઓને પોતાના સંબંધોની ચિંતા સતાવી શકે.
હેલ્થઃ- સ્વાસ્થ્યને સારું રાખવા ખાણી-પીણીમાં ધ્યાન આપો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 4
------------------------------
વૃષભ KNIGHT OF SWORDS
તમારા દ્વારા થયેલી ભૂલોને સુધારવા માટે બીજા સાથે ચર્ચા કરવાની જરૂર લાગે. મનમાં જે પ્રકારના વિચારો પેદા થઈ રહ્યાં છે તેને લીધે તમારું કનફ્યુઝન વધી રહ્યું છે. ઊતાવળમાં કોઈ પ્રકારનો નિર્ણય ન લો. પરિસ્થિતિમાં સાતત્ય જાળવજો.
કરિયરઃ- કામની ગતિ વધારવાની જરૂર લાગે પરંતુ ગતિ વધારતી વખતે ક્વોલિટીનું ધ્યાન રાખજો.
લવઃ- અંગત સંબંધો અંગે વિચારો બદલાતા જણાશે.
હેલ્થઃ- પેટમાં દુઃખાવો રહી શકે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 1
----------------------------------
મિથુન NINE OF SWORDS
કોઈ વાતનું સમાધાન ન થવાને લીધે જીવન પ્રત્યે નકારાત્મકતા વધી શકે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો હજી ઓછા પડી રહ્યાં છે, એટલા માટે શું ફેરફાર કરવાનો છે તેનું અવલોકન કરવાનું શરુ કરો.
કરિયરઃ- કરિયરને લગતી વધુ રહી શકે છે.
લવઃ- લવ સંબંધો અંગે હાલ વિચાર કરવાનો સમય નથી.
હેલ્થઃ- તણાવને લીધે ઊંઘમાં ઘટાડો થઈ શકે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
----------------------------------
કર્ક THE CHARIOT
પરિસ્થિતિ પર કંટ્રોલ રાખવા માટે તમારા વિચારોને કંટ્રોલમાં રાખવા વધુ જરૂરી છે. જ્યાં સુધી વિચારોને યોગ્ય દિશા નહીં મળે ત્યાં સુધી ધાર્યું ફળ પ્રાપ્ત કરવું શક્ય નથી. મોટાભાગે તમે તમારી મરજી પ્રમાણે ધાર્યું કરી શકો. પોતાના પર ભરોસો રાખો.
કરિયરઃ- કામની ડેડલાઈન પણ ધ્યાન ન આપો તો નુકસાન થઈ શકે.
લવઃ- સંબંધોમાં નકારાત્મકતા વધી રહી હતી જેમાં ફેરફાર જરૂર થશે.
હેલ્તઃ- સ્વાસ્થ્યમાં સારો સુધારો આવી શકે.
શુભ રંગઃ- ઓરેંજ
શુભ અંકઃ- 3
----------------------------------
સિંહ FOUR OF SWORDS
પ્રાર્થના દ્વારા મન શાંત થઈ શકે છે અને જે વાતોમાં સમાધાન ન મળી રહ્યું હોય તે અંગે પણ વિચારો બદલતા જોવા મળશે. આજના દિવસે વધુ દોડધામ ન થાય તેનું ધ્યાન રાખજો.
કરિયરઃ- કામમાં મહત્વપૂર્ણ લોકો દ્વરા અપેક્ષા પ્રમાણે સાથ ન મળવાથી ચિંતા રહે.
લવઃ- અંગત સંબંધો સુધારવા માટે ચિંતાને લીધે વધુ પ્રયત્નો પર ભાર આપો.
હેલ્થઃ- પીઠનો દુઃખાવો વધી શકે છે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 7
----------------------------------
કન્યા THE EMPEROR
નાની-નાની વાતોમાં પણ તણાવ લાગશે. દરેક વાતમાં આવતી અડચણ ચિંતાનું કારણ બને. લોકો સાથે અનેક પ્રયાસો કરવા છતાં પણ વાતચીત ન થવાને લીધે મન ઉદાસ રહે.
કરિયરઃ- કામને લગતી કોઈ મોટી સમસ્યા અચાનક પેદા થઈ શકે છે. પરંતુ તેને દૂર કરવા મદદ મળી જશે.
લવઃ- સંબંધોમાં આવેલી કડવાશ થોડા દિવસોમાં દૂર થઈ જશે.
હેલ્થઃ- દાંતને લગતી તકલીફ ન થાય તેનું ધ્યાન રાખજો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 6
----------------------------------
તુલા STRENGTH
ઈચ્છાશક્તિ દ્વારા પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ તમે ચાલું રાખશો. રૂપિયાને લગતાં નિર્ણયો તમારી માટે ફાયદાકારક રહેશે. પરિવારના લોકોની જરૂરિયાતો પૂરી કરતી વખતે ક્ષમતાથી વધુ ખર્ચ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.
કરિયરઃ- કામ પ્રત્યેનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરો.
લવઃ- પાર્ટનરનો અહંકાર વધવા ન દેશો.
હેલ્થઃ- પેટમાં થતી બળતરાં તકલીફનું કારણ બની શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 5
----------------------------------
વૃશ્ચિક THE FOOL
નવી ઊર્જા સાથે કામ કરવાના પ્રયાસો તમે કરશો પણ હજી જૂની વાતોની અસર તમારા મન પર દેખાઈ રહી છે. જે વાતોને લીધે નકારાત્મકતા પેદા થઈ રહી હોય તેને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો ત્યારે જ સમસ્યાનું સમાધાન મેળવી શકશો.
કરિયરઃ- કામ પૂરું કરવા રિસ્ક લશો તો ફાયદો મળશે પરંતુ હાઈ રિસ્ક લેતાં વિચાર કરવો.
લવઃ- સંબંધોમાં સુધારો થતો જોવા મળશે, હાલ એકબીજા સાથે સિમિત માત્રામાં વાતચીત કરો.
હેલ્થઃ- બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 9
----------------------------------
ધન KNIGHT OF CUPS
બીજા લોકોની લાગણીઓને સમજીને જ તમે સલાહ આપવા પ્રયાસ કરો. પરિવારને લગતો કોઈપણ નિર્ણય લેતા પહેલાં દરેક વ્યક્તિ સાથે ચર્ચા કરવી જરૂરી છે. તમારા દ્વારા રાખવામાં આવેલ ટાર્ગેટ પૂરો કરવો શક્ય છે પરંતુ હાલના સમયમાં ખૂબ જ ઘીમી ગતિથી પ્રગતિ થશે. કરિયરઃ- ઉચ્ચ શિક્ષણને લગતાં નિર્ણયો લેતા પહેલાં ફરી વિચાર કરી લેવો.
લવઃ- તમારી લાગણીઓને પાર્ટનર આગળ સારી રીતે રજૂ કરવાની જરૂર છે.
હેલ્થઃ- શરીરમાં પાણી ઓછું થવાથી થાક અનુભવી શકો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 8
---------------------------------
મકર THE HIEROPHANT
જીવનમાં શિસ્તતા ટકાવી રાખવી તમારી માટે ખૂબ જરૂરી છે. તમારી ઉપર લોકોની વધતી નારાજગી ચિંતાનું કારણ બની શકે છે. બીજા લોકો દ્વારા રાખવામાં આવેલ વિશ્વાસને ટકાવી રાખવા પ્રયાસ કરવો પડશે. હાલના સમયમાં કોઈ નાની જવાબદારી પર ધ્યાન આપો.
કરિયરઃ- શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને અપેક્ષા પ્રમાણે પ્રગતિ થશે.
લવઃ- પરિવારની વિરુદ્ધ થઈને નિર્ણય લેશો તો વિવાદ પેદા થશે.
હેલ્થઃ- જૂની બીમારી દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લેજો.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 5
----------------------------------
કુંભ SEVEN OF PENTACLES
અનેક પ્રયાસો કરવા છતાં પણ પરિસ્થિતિમાં ફેરફાર ન થવાથી ઉદાસ રહેશો. પરંતુ સંયમ સાથે પ્રયાસો ચાલું રાખો. અઘરી વાતોનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર રાખવી પડશે. લક્ષ્ય પ્રાપ્તિ અચાનક થઈ શકે છે.
કરિયરઃ- ક્લાયન્ટ દ્વારા અટવાયેલાં પેમેન્ટને પાછું મેળવવા પ્રયાસો વધારજો.
લવઃ- અંગત સંબંધોમાં આવેલી ઉદાસી દૂર કરવા પાર્ટનર સાથે સમય વિતાવવા પ્રયાસ કરો.
હેલ્થઃ- ડાયાટિશિયનની મદદથી સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો દૂર કરી શકો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 1
----------------------------------
મીન ACE OF CUPS
પોતાની પરેશાનીનો યોગ્ય માર્ગ મેળવી લીધો હોવા છતાં પણ માત્ર આળસ અને ઉત્સાહની ખામીને લીધે તમને ઈચ્છેલી સફળતા નથી મેળવી રહ્યાં. હાલના સમયમાં પોતાની લાગણીઓ કરતાં પોતાના કર્તવ્યને નિભાવવા પ્રયાસ કરવો પડશે. જે પ્રકારે પ્રગતિ થશે તે પ્રમાણે તમારી અંદર પણ ફેરફાર જોવા મળશે.
કરિયરઃ- કામની જગ્યાએ થઈ રહેલાં ફેરફારને લીધે ઉત્સાહિત રહેશો.
લવઃ- પાર્ટનરના સ્વભાવની નકારાત્મક બાબતો કરતાં હકારાત્મક બાબતો પર ધ્યાન આપો.
હેલ્થઃ- પેટને લગતું ઈન્ફેક્શન વધી શકે છે. શુભ રંગઃ-ગુલાબી
શુભ અંકઃ- 6
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.